Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    APK ફાઇલ મોકલી ઠગાઇના કિસ્સા:વૃદ્ધને APK ફાઇલ મોકલી 6.74 લાખ પડાવ્યા,મહિલાને ટ્રાફિક પોલીસના નામે APK ફાઇલ મોકલી 5 લાખ પડાવ્યા

    8 hours ago

    સાયબર ગઠીયાઓ દ્વારા હાલમાં APK ફાઇલ મોકલી લોકોના ફોનનું એક્સેસ મેળવી ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદમાં એક વૃદ્ધને APK ફાઇલ મોકલી બે દિવસમાં ખાતામાંથી 6.74 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીની મહિલા એચઆરને ટ્રાફિક પોલીસના નામે APK ફાઇલ મોકલી 5 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે.સાયબર ક્રાઈમે બંને કેસમાં અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ ને ખેલ ખતમ થયો ઘાટલોડિયામાં રહેતા 60 વર્ષે વૃદ્ધના પિતા ફેસબુક પર રીલ જોતા હતા.તે દરમિયાન ફોનમાં અજાણ્યા નંબર પરથી આવેલી એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ હતી.જે બાદ ફોન હેંગ થઈ ગયો હતો. સાંજે ફોનમાંથી એપીકે ફાઈલ શોધીને ડીલીટ કરવામાં આવી અને ફોન રીસ્ટાર્ટ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ બીજા દિવસે ફોનમાં પૈસા ઉપડ્યા હોવાના અલગ અલગ મેસેજ આવવા લાગ્યા હતા. વૃદ્ધે તપાસ કરી ત્યારે ફોન પે અને ગુગલ પેમાં ઓટો પે થઈ ગયું હતું. જેમાં 12 અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેમના ખાતામાંથી 6.74 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.વૃદ્ધે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને જાણ કરી હતી અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ખાનગી યુનિવર્સિટીના એચઆરનું ખાતું પણ સાફ થયું નારણપુરામાં રહેતા અને ખાનગી યુનિવર્સિટીમાં એચઆર તરીકે ફરજ બજાવતા 46 મહિલાના અદાણીના બિલ અંગેનો મેસેજ આવ્યો હતો.જે બિલનું પેમેન્ટ કરવા છતાં પેમેન્ટ થઈ રહ્યું નહતું.આ દરમિયાન મહિલાનો ફોન પર ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટના નામથી એક પરિવહન નામની એપીકે ફાઇલ આવી હતી.ફાઇલ ડાઉનલોડ કરી તો એક રૂપિયાનું પેમેન્ટ પ્રોસેસ કરવાનું જણાવતા હતા.આ દરમિયાન જ મહિલાના ફોનમાં અલગ અલગ એપ્લિકેશન રજીસ્ટ્રેશન અને બેંકને લગતા ઓટીપી આવવા લાગ્યા હતા જેથી મહિલાને શંકા ગઈ અને તપાસ કરાવી તો અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેમના ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.મહિલાએ એપીકે ફાઈલ ડાઉનલોડ કરતા જ તેમના ફોનનું એક્સેસ સાઈબર ગઠિયાઓએ મેળવી લીધું અને અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.જે અંગે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં આજે 75,000 ઉમેદવારો TAT(S)ની પરીક્ષા આપશે:પરીક્ષા કેન્દ્રોમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રવેશ આપવાની શરૂઆત, 10-30 વાગ્યાથી પ્રથમ પેપર શરૂ થશે
    Next Article
    'પોસ્ટ વિભાગમાં નોકરી મારે ઉપર સેટિંગ છે':પાલીતાણામાં પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના નામે રૂ.4 લાખની છેતરપિંડી, બોગસ એપોઇન્ટમેન્ટ લેટર આપી ઠગાઈ આચરી, 2 શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment