Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં આજે 75,000 ઉમેદવારો TAT(S)ની પરીક્ષા આપશે:પરીક્ષા કેન્દ્રોમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રવેશ આપવાની શરૂઆત, 10-30 વાગ્યાથી પ્રથમ પેપર શરૂ થશે

    10 hours ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી (TAT Secondary) ની મુખ્ય પરીક્ષા અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં યોજાઈ રહી છે. પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનારા 75,000થી વધુ ઉમેદવારો આ મુખ્ય કસોટીમાં બેસશે. સમગ્ર રાજ્યમાં કુલ 493 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.સવારે 10-30 કલાકથી શરૂ થઈ રહેલા પ્રથમ પેપર માટે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો. અંતિમ મિનિટોમાં પણ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર તૈયારી કરતા જોવા મળ્યા. અમદાવાદમાં 171 સેન્ટર પર 31 હજારથી વધુ પરીક્ષાર્થી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 84 કેન્દ્રો પર 15 હજારથી વધુ અને પશ્ચિમ વિસ્તારમાં 87 કેન્દ્રો પર 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે કેન્દ્ર સંચાલકો, બ્લોક સુપરવાઇઝરો તેમજ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી તેમને ખાસ તાલીમથી સજ્જ કરાયા છે. આ ઉપરાંત દરેક સેન્ટર પર સરકાર નિયુક્ત પ્રતિનિધિઓ તૈનાત રહીને સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન કરી રહ્યા છે. સુરતમાં 15,958 ઉમેદવારો પરીક્ષા આપશે સુરત જિલ્લાના કુલ 15958 ઉમેદવારો માટે 84 બિલ્ડિંગમાં 806 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષા બે અલગ અલગ સેશનમાં લેવામાં આવશે, જેમાં પેપર-1 સવારે 10:30 થી બપોરે 01:00 અને પેપર-2 બપોરે 03:00 થી 06:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોને નિયત સમય પહેલાં કેન્દ્ર પર પહોંચી જવા અપીલ કરાઈ છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરામાં 63 કેન્દ્રો પર 12,546 ઉમેદવારો પરીક્ષા આપશે વડોદરા શહેરમાં શહેરમાં કુલ 63 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે, જેમાં કુલ 12,546 ઉમેદવારો પરીક્ષા આપશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.આ પરીક્ષા દરમિયાન ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ પરીક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે પરીક્ષા કેન્દ્રો ખાતે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે ઉમેદવારોને અગાઉથી પરીક્ષા સ્થળની માહિતી ચકાસી લેવા તેમજ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં 85 કેન્દ્રો પર 15,000 ઉમેદવાર પરીક્ષા આપશે રાજકોટ જિલ્લાના અંદાજે 15000 ઉમેદવારો માટે 85 કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષા બે અલગ અલગ સેશનમાં લેવામાં આવશે, જેમાં પેપર-1 સવારે 10:30 થી બપોરે 01:00 અને પેપર-2 બપોરે 03:00 થી 06:00 વાગ્યા સુધી યોજાશે. જોકે પ્રથમ પેપર માટે સવારે 9:30 કલાકથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોને નિયત સમય પહેલાં કેન્દ્ર પર પહોંચી જવા અપીલ કરાઈ છે. શાંતિપૂર્ણ માહોલ માટે વિશેષ જાહેરનામું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સ 2026- ભારતે શૂટિંગમાં પ્રથમ મેડલ જીત્યો:મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમને સિલ્વર મેડલ; માર્શલ આર્ટ્સમાં પણ મેડલ પાક્કો
    Next Article
    APK ફાઇલ મોકલી ઠગાઇના કિસ્સા:વૃદ્ધને APK ફાઇલ મોકલી 6.74 લાખ પડાવ્યા,મહિલાને ટ્રાફિક પોલીસના નામે APK ફાઇલ મોકલી 5 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment