Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ચોકી પાસે જ રિક્ષાચાલકોએ વિદ્યાર્થીઓને ખીચોખીચ ભર્યા:વિદ્યાર્થીને ખોળામાં બેસાડીને ડ્રાઇવિંગ, CNG પરની સીટ પર ઘેટાં-બકરાની જેમ ભર્યા; 4 શહેરમાં ભાસ્કરનું રિયાલિટી ચેક

    9 hours ago

    6 ઓગસ્ટના રોજ ટ્રાફિકથી ધમધમતા કાલુપુર બ્રિજ પરથી પસાર થતી એક સ્કૂલ રિક્ષાનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં રિક્ષાચાલકે વધુ ભાડાની લાલચમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા હતા. બેગ લટકાવવાની જગ્યાએ વિદ્યાર્થીઓને લટકાવી દેતા બાળક રિક્ષામાંથી પડતાં પડતાં માંડ માંડ બચ્યું હતું. જેને લઈને દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રિયાલિટી ચેક કરાયું હતું, જેમાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. કોઈપણ રોકટોક વગર રિક્ષાચાલકો ઘેટા-બકરાની જેમ ભરી બાળકોને લઈ જતા જોવા મળ્યા હતા. એક નાનકડી ભૂલ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બાળકોને સુરક્ષિત સ્કૂલે પહોંચાડતી સવારી જ જોખમી બની જાય તો જવાબદારી કોની? શું ટ્રાફિક અને શિક્ષણ વિભાગ તેમજ RTO કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. કારણ કે, આ રીતની જોખમી સવારી સામે કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં આવી રહ્યા નથી. અમદાવાદમાં વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ બેસાડ્યા અમદાવાદમાં સૌથી વ્યસ્ત એવા મિરઝાપુર, દરિયાપુર, રિલીફ રોડ વિસ્તારની સ્કૂલો બહાર દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. વહેલી સવારે 7 વાગ્યે અમે મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ બહાર પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓને લઈને આવતી રિક્ષાઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવ્યા હતા. એક રિક્ષામાં ઓછામાં ઓછા 10થી 12 બાળકો બેઠેલા હતા. રિક્ષાચાલકની બાજુમાં પણ બંને સાઇડ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા રિક્ષામાં બેસવાની સીટ અને તેની સામે લાકડાના પાટિયા પર બાળકો ખીચોખીચ ભરીને બેસાડ્યા હતા. જ્યાં બાળકો પગ સીધા કરીને પણ બેસી શકતા ન હતા. એટલું જ નહીં અંદરની સાઈડ સામાન મુકવાની જગ્યાએ પણ બાળકોને બેસાડ્યા હતા અને સ્કૂલ બેગ રિક્ષામાં પાછળની સાઈડ બહાર લટકતી જોવા મળી હતી. આ ઉપરાંત રિક્ષામાં આગળ ચાલકની બાજુમાં બંને સાઈડ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. વિદ્યાર્થીઓનું અડધું શરીર બહાર લટકતું હતું રિક્ષાચાલકની આજુબાજુમાં બેઠેલા વિદ્યાર્થીઓનું અડધું શરીર તો રિક્ષાની બહાર લટકતી હાલતમાં જોવા મળ્યું હતું, ત્યારે જો નજીકમાંથી અન્ય કોઈ વાહન પસાર થાય તો વિદ્યાર્થીના શરીરને અથડાઈ શકે છે. આ ઉપરાંત અચાનક બ્રેક મારવાથી કે પછી વળાંક લેતા સમયે બાળકનું સંતુલન બગડે તો અકસ્માત પણ સર્જાઈ શકે છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી માત્ર 50 મીટરના અંતરમાં જ દિલ્હી ચકલા પોલીસ ચોકી આવેલી છે. પોલીસ ચોકી પાસે જ રિક્ષાચાલકોએ વિદ્યાર્થીઓને ખીચોખીચ ભર્યા સવારે તો કોઈ પોલીસ કર્મચારી આસપાસ હાજર ન હતા. જેથી સ્કૂલ છૂટવાના સમયે ફરી ત્યાં પહોંચ્યા હતા. બપોરે 1 વાગ્યે પોલીસ ચોકી પાસે રિક્ષાચાલકો વિદ્યાર્થીઓની રાહ જોઈને ઉભા હતા. બાળકો આવતા જ તેઓ તમામ નિયમો નેવે મૂકીને કોઇપણ ડર વગર ખીચોખીચ રિક્ષા ભરીને જતા જોવા મળ્યા હતા અને પોલીસને આ મામલે કાર્યવાહી કરવામાં કોઈ રસ ન હોય તેવું ધ્યાને આવ્યું હતું. વિદ્યાર્થિનીને રિક્ષામાં પાછળના ભાગે પગ બહારની સાઇડ રખાવીને જોખમી રીતે બેસાડી ત્યારબાદ રીલિફ રોડ અને દરિયાપુર વિસ્તારની સ્કૂલો બહાર પણ તપાસ કરાઈ હતી. અહીં પણ રિક્ષાચાલકોએ ઘેટા-બકરાની જેમ બાળકોને રિક્ષામાં ભર્યા હતા. આ દરમિયાન એક ચોંકાવનારું દૃશ્ય પણ સામે આવ્યું હતું. જેમાં એક નાની વિદ્યાર્થિનીને રિક્ષામાં પાછળના ભાગે પગ બહારની સાઇડ રખાવીને જોખમી રીતે બેસાડી હતી. આ દરમિયાન એક નાનકડી ભૂલ પણ બાળકી માટે જીવલેણ સાબીત થઈ શકી હોત. રાજકોટમાં ગેસના બાટલાની ઉપરની સીટમાં વિદ્યાર્થીઓને બેસાડ્યા અમદાવાદ બાદ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સેન્ટ મેરી અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ ખાતે દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. જ્યાં એક સ્કૂલ વાનમાં 18થી 20 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. CNG સ્કૂલ વાનમાં ગેસના બાટલા ઉપરની સીટમાં વિદ્યાર્થીને ન બેસાડવાનો નિયમ છે છતાં સ્કૂલ વાન ચાલકો દ્વારા બાળકોને બેસાડવામાં આવ્યા હતા. તંત્ર દંડ વસૂલી સંતોષ માની લે છે વાલીઓ પાસેથી મળતી વિગત મુજબ સ્કૂલ વાન ચાલકો દ્વારા નાના બાળકોના ₹1000થી ₹1500, જ્યારે મોટા વિદ્યાર્થી દીઠ મહિને એવરેજ ₹2000 લેવામાં આવે છે. જે બાદ પણ વાલીઓ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતિત છે. કારણ કે, સ્કૂલ વાનમાં બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકીને ખીચોખીચ બેસાડવામાં આવે છે. જેની સામે RTOનું તંત્ર પણ વર્ષે દહાડે સ્કૂલ વાનનું ચેકિંગ કર્યા બાદ દંડ વસૂલી સંતોષ માની લે છે. બાદમાં વિરોધ થતાં ફરી ચેકિંગ બંધ કરી દેવામાં આવે છે. હકીકત એ છે કે સ્કૂલ વાનમાં કેટલા બાળકોને બેસાડવાના તેવો ચોક્કસ નિયમ ન હોવાથી શહેરના રસ્તાઓ ઉપર કાયમ વિદ્યાર્થીઓની સુરક્ષાને જોખમમાં મુક્તિ સવારી દરરોજ જોવા મળે છે. સુરતમાં બેદરકાર રિક્ષાચાલકો જોવા મળ્યા સુરતમાં પણ રિક્ષાચાલકોની ગંભીર બેદરકારી ભાસ્કરના કેમેરામાં કેદ થઈ હતી. મોટાભાગની રિક્ષાઓમાં 3થી 4 વિદ્યાર્થીઓની માન્ય ક્ષમતા સામે 8થી 10 નાના મોટા બાળકોને બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. સૌથી આઘાતજનક બાબત તો એ જોવા મળી કે એક રિક્ષાામાં ડ્રાઈવરની સીટ પર બંને બાજુએ એક-એક વિદ્યાર્થી લટકી રહ્યો હતો. રિક્ષાચાલક વિદ્યાર્થીને ખોળામાં બેસાડીને ડ્રાઇવિંગ કરતો હતો એટલું જ નહીં રિક્ષાચાલકે એક માસૂમને પોતાના ખોળામાં બેસાડીને જોખમી રીતે ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. આ સ્થિતિમાં એક નાનકડી ભૂલ અકસ્માતને નોતરી શકે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરતા રિક્ષાચાલકો ઉશ્કેરાઈ ગચા હતા. ભૂલ સુધારવાને બદલે કેટલાક રિક્ષાચાલકોએ દાદાગીરી શરૂ કરી હતી.ઉપરાતં આગળ આવીને વીડિયો ઉતારતા રોકવાનો તેમજ ધાકધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરામાં એક સ્કૂલ વાનમાં 14-20 વિદ્યાર્થીઓને બેસાડ્યા વડોદરામાં એક સ્કૂલ વાનની એક જ સીટમાં પાંચ-પાંચ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલ વાનમાં 14થી 20 બાળકોને બેસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે વડોદરા આરટીઓ અધિકારી કેતન ખેપડે જણાવ્યું હતું કે, અમારી ડ્રાઇવ સત્તત ચાલતી રહે છે, સ્કૂલ વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા તે નિયમો અને બાળકોને જોખમરૂપ છે. અમે અમારી ડ્રાઇવને વધુ કડક કરી કાર્યવાહી કરીશું. જુલાઈ અને ઓગસ્ટમાં 52 સ્કૂલ વાન સામે દંડનીય કાર્યવાહી કરી 3.83 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાર્કિંગ સમયે પ્લેન ધડાકાભેર થાંભલામાં અથડાયું, US બોલ્યું-મોદીને મળવા ટ્રમ્પ આતુર, દ્વારકા-ડાકોર-શામળાજીમાં આમ ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીમાં ફ્રી Wi-Fiની સાથે કેમ્પસમાં વિદ્યાર્થીઓને કમાવવાની તક મળશે:ગૂજરાત વિદ્યાપીઠમાં 100 વિદ્યાર્થી આખો કોર્ષ ફ્રીમાં ભણી શકે તેવી યોજના, Gen-Zને ખુશ કરવા યુનિવર્સિટીઓની રણનીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment