Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીમાં ફ્રી Wi-Fiની સાથે કેમ્પસમાં વિદ્યાર્થીઓને કમાવવાની તક મળશે:ગૂજરાત વિદ્યાપીઠમાં 100 વિદ્યાર્થી આખો કોર્ષ ફ્રીમાં ભણી શકે તેવી યોજના, Gen-Zને ખુશ કરવા યુનિવર્સિટીઓની રણનીતિ

    8 hours ago

    Gen-Z નામ સાંભળતાં જ મોબાઇલ, સોશિયલ મીડિયા અને પોતાના હક માટે રસ્તા પર ઉતરતી એક જાગૃત પેઢીનું ચિત્ર ઉપસે છે. દિલ્હીના જંતર-મંતર પર થયેલા આંદોલનથી દેશભરે આ યુવા શક્તિનો પ્રભાવ જોઈ લીધો છે, જે દર્શાવે છે કે આ પેઢીને ચૂપ કરાવવાને બદલે સમજવી અનિવાર્ય બની ગઈ છે. મોબાઇલ, ઇન્ટરનેટ અને AIના યુગમાં ઉછરેલી આ જનરેશન માત્ર પરંપરાગત ડિગ્રીથી સંતોષ માનવાને બદલે તમામ સુવિધાઓ અને સમાન હકની અપેક્ષા રાખે છે. સમય સાથે બદલાયેલી આ માનસિકતા અને માંગણીઓને કારણે હવે યુનિવર્સિટીઓ પણ તેમની જરૂરિયાતો સમજી રહી છે અને વિદ્યાર્થીઓને આકર્ષવા, કેમ્પસ સાથે જોડી રાખવા તેમજ આંદોલનો અટકાવવા માટે નવી નવી પહેલો તથા સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરી રહી છે. વિદ્યાર્થીઓ ઇન્ટર્નનું કામ કરીને કમાઈ શકશે ગુજરાત યુનિવર્સિટીએ Gen-Zની સૌથી મૂળભૂત જરૂરિયાતોમાંની એક એટલે હાઈસ્પીડ ઇન્ટરનેટને સમગ્ર કેમ્પસમાં ફ્રીમાં ઉપયોગ કરી શકે તે માટે તૈયારી શરૂ કરી છે. તેમજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને વિવિધ વિભાગોમાં ઇન્ટર્નનું કામ કરવાની તક આપશે. વિદ્યાર્થી પ્રોફેસરના આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકશે, રિસર્ચમાં જોડાઈ શકશે અને અભ્યાસ સાથે વાસ્તવિક કામનો અનુભવ મેળવી શકશે. સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીને માત્ર અનુભવ જ નહીં મળે. તેને સર્ટિફિકેટ, ક્રેડિટ અને મહેનતાણું પણ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ કેમ્પસ સાથે જ જોડાયેલા રહે. ગૂજરાત વિદ્યાપીઠમાં 100 વિદ્યાર્થીઓ આખો કોર્ષ ફ્રીમાં ભણી શકે તેવી યોજના તો બીજી તરફ ગૂજરાત વિદ્યાપીઠે વિદ્યાર્થીઓને કેમ્પસ સાથે જોડાયેલા રાખવા માટે સ્કોલરશિપની પ્રક્રિયાને પણ અલગ રીતે તૈયાર કરી છે. દર વર્ષે 100 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. જોકે અહીં માત્ર માર્ક્સના આધારે વિદ્યાર્થીની પસંદગી થતી નથી. વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન શું કરે છે અને કેમ્પસની વિવિધ પ્રવૃત્તિઓમાં કેટલો સક્રિય રહે છે તેને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આ સ્કોલરશિપમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને પ્રાયોગિક ફી પરત આપવામાં આવે છે એટલે આખો કોર્ષ ફ્રીમાં ભણી શકે છે. જે વિદ્યાર્થીઓ કેમ્પસમાં સાથે વધારે જોડાયેલા હશે તને સીધો લાભ મળશે તેનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ફ્રી વાઇફાઇ ગાર્ડનમાં, કેન્ટીન અને હોસ્ટેલમાં પણ હશે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ કહ્યું હતું કે, યુનિવર્સિટી સંશોધન અને ઈતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ માટે માવતર પ્રયોગ કરતી જ રહી છે, અત્યારે AIની અને ઓનલાઇન ફેસીલીટીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીમાં ફ્રી વાઇફાઇ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી ન હતી. દરેક કેમ્પસમાં ઇન્ટરનેટની સુવિધા છે પરંતુ આખો કેમ્પસ વાઇફાઇથી સજ્જ નથી. જેથી સમગ્ર કેમ્પસને વાઇફાઇ કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ જો વર્ગમાં, ગાર્ડનમાં કે પછી કેન્ટીનમાં બેઠા હશે કે પછી હોસ્ટેલમાં હશે ગમે ત્યાંથી વિદ્યાર્થીઓ વાઇફાઇથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. ફ્રી વાઇફાઇ મેળવવા માટે વિદ્યાર્થીઓને મોબાઈલ અને એનરોલમેન્ટ નંબર નાખીને રજીસ્ટ્રેશન કરવું પડશે. જે બાદ વેરિફિકેશન થયા પછી ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થીઓને હાઈસ્પીડ ઇન્ટરનેટથી વિવિધ પ્રકારની ઇન્ફોર્મેશન સહિતની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. તેમજ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ઘણા બધા લોકો એવા છે કે જ્યાં અમારે વધુ સ્ટાફની જરૂર છે. તેમજ બીજી તરફ વિદ્યાર્થીઓને ઈન્ટરશિપ કરવા માટે સારી એવી સંસ્થા રેગ્યુલર ઉપયોગમાં આવતી નથી. જેથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ સ્કિલ ડેવલોપ કરી શકે તે માટે ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી છે. વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, ક્રેડિટ અને યોગ્ય મહેનતાણું મળશે 'સેમેસ્ટર 6ના ચાર ક્રેડિટના સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના સ્થાને 'Earn While You Learn' અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોફેસરના આસિસ્ટન્ટ તરીકે કે રિસર્ચમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળશે. ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા આ પ્રેક્ટિકલ અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓ કામ શીખીને કમાણી પણ કરી શકશે, જેના બદલમાં તેમને સર્ટિફિકેટ, ક્રેડિટ અને યોગ્ય મહેનતાણું આપવામાં આવશે.' ‘ઇન્ડસ્ટ્રી માટે વિદ્યાર્થીઓ તૈયાર ન હોવાની ફરિયાદોના કારણે તે લોકો વ્યવહારિક જ્ઞાન શીખે તે માટે આ શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની ખેલદિલીની ભાવના વધે તે માટે પણ સ્પોર્ટ્સ તરફ પ્રેરાય તેવી કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરવાના છીએ.’ 'જે વિદ્યાર્થીઓને 7.0 CGPA છે તે પસંદ થઈ શકે' ગૂજરાત વિદ્યાપીઠના ડીન અજય પરીખે કહ્યું હતું કે, આ સ્કોલરશીપ આપવા માટે હિલિસ્ટિક ક્રાઈટેરિયાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કુલ 1039 વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ માટે લાયકાત ધરાવી હતી. જેમાં જે વિદ્યાર્થીઓને 7.0 CGPA છે તે પસંદ થઈ શકે છે. જે બાદ બીજા તબક્કામાં અન્ય કોઈ સ્કોલરશીપ ન મળતી હોય તેવા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 379 વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. જે બાદ ગૂજરાત વિદ્યાપીઠની સિલેકશન કમિટી દ્વારા વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન મંગાવવામાં આવે છે. તેમજ તેને આખા વર્ષ દરમિયાન કરેલી કામગીરીની વિગતો પણ મંગાવવામાં આવે છે. જેમાં 139 વિદ્યાર્થીઓએ તેમને કરેલા પ્રેઝન્ટેશન મોકલવામાં આવ્યા હતા. 'જેમાં ટ્યુશન ફી અને પ્રાયોગિક ફી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ જે ટ્યુશન ફી અને પ્રાયોગિક ફી ભરી છે તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ભાગરૂપે પરત મળે છે. જો ટ્યુશન ફી વધારે હોય તો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ વધારે આપવામાં આવે છે. ગાંધીજીએ નક્કી કરેલા મૂલ્યોના આધારે સ્કોલરશીપ આપવામાં આવે છે.'
    Click here to Read More
    Previous Article
    પોલીસ ચોકી પાસે જ રિક્ષાચાલકોએ વિદ્યાર્થીઓને ખીચોખીચ ભર્યા:વિદ્યાર્થીને ખોળામાં બેસાડીને ડ્રાઇવિંગ, CNG પરની સીટ પર ઘેટાં-બકરાની જેમ ભર્યા; 4 શહેરમાં ભાસ્કરનું રિયાલિટી ચેક
    Next Article
    PGમાં રહી, પૈસા બચાવવા ચાલીને જતી:હુમા કુરેશીને 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં 65 હજાર મળ્યા, બોડી શેમિંગ, ટ્રોલિંગ સહન કર્યું; હિટ પછી પણ સંઘર્ષ કરવો પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment