Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમે અમેરિકાના ગુલામ નથી:નેતન્યાહુના મંત્રી બોલ્યા- લેબનોનથી પાછળ નહીં હટીએ, ઇઝરાયલનો US-ઇરાન શાંતિ કરાર માનવાનો ઇનકાર

    6 days ago

    ઇઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા શાંતિ કરારને માનવાનો ઇનકાર કર્યો છે. સંરક્ષણ પ્રધાને પણ કહ્યું છે કે, તેમની સેના દક્ષિણ લેબનોનમાંથી પાછી નહીં હટે. લેબનોન, સીરિયા અને ગાઝામાં બનાવેલા સુરક્ષા ઝોનમાં ઇઝરાયલી સેના અનિશ્ચિતકાળ સુધી તૈનાત રહેશે. બીજી તરફ, ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇતમાર બેન ગ્વીરે શાંતિ કરાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “અમે અમેરિકાના ગુલામ નથી. ઇઝરાયલ એક સ્વતંત્ર દેશ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ કરાર ઇઝરાયલ પર લાગુ પડતો નથી.” આ તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે અમેરિકા-ઈરાન 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે. જો આવું થાય છે, તો 47 વર્ષમાં તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હશે. ઈરાને હસ્તાક્ષર કરતા પહેલા 3 શરતો મૂકી ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા કરારનો સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, ઈરાની મીડિયા અનુસાર બંને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)માં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે. તેમાં યુદ્ધ અને સૈન્ય કાર્યવાહી રોકવી, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું, અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાનના કેટલાક ફ્રીઝ કરાયેલા ભંડોળ મુક્ત કરવા, પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધો પર આગામી 60 દિવસની વાતચીત માટેનું માળખું નક્કી કરવું સામેલ છે. ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ કહ્યું છે કે MoU પર હસ્તાક્ષર થયા પછી શરૂ થનારી 60 દિવસની અમેરિકા-ઈરાન વાટાઘાટો આ વાત પર નિર્ભર રહેશે કે અમેરિકા પહેલા તેના ત્રણ વચનો પૂરા કરે છે કે નહીં. ગરીબાબાદી મુજબ અમેરિકાએ ત્રણ પગલાં ભરવા પડશે- 1. નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવી, 2. યુદ્ધ અને તમામ સૈન્ય કાર્યવાહીઓ રોકવી, 3. ઈરાનના ફ્રીઝ કરાયેલા ભંડોળ મુક્ત કરવા. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    સાવધાન! ChatGPT પર મળી રહી છે બ્રાન્ડ્સની નકલી લિંક્સ:સાયબર ઠગોનો નવો કિમિયો, શોપિંગ કરવા જતાં ખાતું ખાલી થઈ જશે; આ સાવચેતી રાખો
    Next Article
    ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB:ભાજપ સરકાર સામે ધરતીપુત્રોએ હળ ઉગામ્યું, રેલીમાં ઘર્ષણ; એક ખેડૂતનો આપઘાતનો પ્રયાસ, ગાંધીનગર જવા ખેડૂતો ચાલતા નીકળ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment