Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં આવ્યો ઈબોલાનો પહેલો શંકાસ્પદ કેસ:CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો, સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને આપ્યા રેગ્યુલર જામીન, 14 જૂને લોકરક્ષકની લેખિત પરીક્ષા

    4 days ago

    14 જૂને લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાશો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને યોજાશે.. 6 જૂનથી ઓજસ પરથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈબોલાને લઈને અમદાવાદમાં તંત્ર એલર્ટ રાજ્યમાં નોંધાયો ઈબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ..વડોદરાનો વ્યક્તિ અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.. આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીન કરાશે.તો એસવીપીમાં 60 બેડનો સ્પેશ્યલ વોર્ડ તૈયાર કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેઈન ઝડપાયું કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેઈન ઝડપાયું.. 'યુરોપ' નામના કાર્ગો શીપમાં બ્રાઝીલથી લાવી દિલ્હીમાં ડિલિવરી થવાની હતી. ગુજરાત એટીએસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે એક દરિયામાં કૂદી ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો.. નવો ભાવ 88ને પાર પહોંચ્યો.છેલ્લા બે મહિનામાં 6 રૂપિયા વધી જતા રિક્ષાચાલકોએ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને રેગ્યુલર જામીન આપ્યા ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા. પોણા ત્રણ વર્ષ પછી તથ્ય પટેલ પહેલીવાર રેગ્યુલર જામીન પર બહાર આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાય જંક્શ બ્રિજના લોકાર્પણ માટે નેતાજીની રાહ સુરતમાં વરાછા હીરાબાગને જોડતો વાય જંક્શન બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. જેનાથી પાંચ લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે છે. જો કે નેતાજીની રાહમાં હજુ લોકાર્પણ ન થતા લોકો રોષમાં છે. કહ્યું જાતે જ બ્રિજ ચાલુ કરી દેવો જોઈએ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મિત્રનો મોબાઈલ પરત માગતા હેવાનિયત વડોદરામાં મિત્રનો મોબાઈલ પરત માગતા 6 શખ્સોએ 20 વર્ષના યુવક પર હેવાનિયત આચરી. યુવકનું અપહરણ કરી વાળ પકડી નગ્ન વીડિયો બનાવ્યો:ઢોર માર મારતા મોઢામાંથી લોહી નીકળ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલાએ ત્રણ સંતાનો સાથે ઝેર ગટગટાવ્યું વલસાડમાં મહિલાએ ત્રણ સંતાનો સાથે ઝેર ગટગટાવ્યું. 3 વર્ષની બાળકી નાયરા તેમજ માત્ર 7 મહિનાના બે જોડિયા બાળકોનો મોત થયા છે. જ્યારે મહિલાની હાલત ગંભીર છે. મહિલાને અન્ય પુરુષ સાથે આડાસંબંધ હોવાનો પતિનો આક્ષેપ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શાળા સંચાલકે કરી વેકેશન લંબાવવાની માગ અસહ્ય ગરમી અને ઇંધણ બચાવવા વેકેશન લંબાવવાની માંગ ઉઠી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે 10 દિવસ વેકેશન લંબાવવા CMને પત્ર લખ્યો. ધો. 9થી 12માં ઓનલાઈન શિક્ષણની મંજૂરી આપવા પણ માંગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચોમાસા પહેલા વિવિધ જિલ્લામાં પડશે વરસાદ 30 મેથી 1 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ વગેરે જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. જો કે બાકીના જિલ્લાઓમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ઇબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો:મુંબઈથી વડોદરા આવેલા બિઝનેસમેન અમદાવાદમાં દાખલ, 1 ડોક્ટર સહિત ત્રણ વ્યક્તિ પણ ક્વોરન્ટીન
    Next Article
    મહીસાગર LCBએ પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી ઝડપ્યો:ડિટવાસ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં વોન્ટેડ હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment