Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર LCBએ પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી ઝડપ્યો:ડિટવાસ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં વોન્ટેડ હતો

    4 days ago

    મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડિટવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા ફરતા આરોપી ગોપાલસિંગ કિશોરસિંગ રાજાવતને ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના પાતળી ગામનો રહેવાસી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, LCB સ્ટાફના એએસઆઈ ક્રુષ્ણકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોપાલસિંગ રાજાવત હાલ લીંબડીયા ચોકડી ખાતે ઊભો છે. આ બાતમીના આધારે LCB સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો હતો. ગોપાલસિંગ રાજાવત વિરુદ્ધ ડિટવાસ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ 65(એ)(ઇ), 81 અને 116બી હેઠળ ગુના નોંધાયેલા છે. તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. આરોપીની ધરપકડ બાદ તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં આવ્યો ઈબોલાનો પહેલો શંકાસ્પદ કેસ:CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો, સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને આપ્યા રેગ્યુલર જામીન, 14 જૂને લોકરક્ષકની લેખિત પરીક્ષા
    Next Article
    સાબરકાંઠામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:જમીન સંપાદન અને માપણી, દબાણ હટાવવા સહિતના પ્રશ્નોની રજૂઆતમાંથી 12 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment