Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોની વેપારી સાથે CNC મશીન ખરીદીના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી:સાવરિયા કોર્પોરેશનના સંચાલકો રૂપીયા મેળવી પેઢીને તાળા મારી ફરાર થઇ જતા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

    11 hours ago

    રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં સોની વેપારી સાથે CNC મશીન ખરીદીના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સોનીબજારમાં જય ભવાની ડાઇસ મેકર્સ નામથી પેઢી ધરાવતા કૂણાલભાઈ પાલાએ સાવરિયા કોર્પોરેશન પેઢીને CNC મશીનનો ઓર્ડર આપ્યો હતો જે બાદ આરોપીઓએ લાખો રૂપીયા મેળવી પોતાની પેઢીને તાળા મારી ફરાર થઇ જતાં કૃણાલ ભરતભાઈ પાલા (ઉ.વ.26)એ સાવરિયા કોર્પોરેટર પેઢીના પ્રોપાઈટર રાહુલ સાગઠિયા, જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ સહિતના શખ્સોના વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોનીબજાર જુની ગંધીવાડ માધવ કોમ્પલેક્ષ ખાતે બીજા માળે ઓફિસ નં.213માં જય ભવાની ડાઇસ મેકર્સ નામથી પેઢી ધરાવી સોના-ચાંદીનો વેપાર કરે છે તેમના મિત્ર નૈમિસભાઇ અનાડા કે જે લોન અંગેનું કામકાજ કરે છે તેઓના મકાનની તથા દુકાનની લોન નૈમિસભાઈ મારફતે કરાવી છે જેથી બંન્ને છેલ્લા દોઢેક વર્ષથી એકબીજાના પરીચયમાં હતા. સોના ચાંદીના ધંધાના ડાઇસ કામ માટે CNC મશીનની જરૂરત હોવાથી ત્રણેક મહિના પહેલા દુકાને નૈમિસભાઈ અનાડાને CNC મશીન ખરીદ કરવા બાબતે વાત કરી હતી જેથી નૈમિસભાઇએ તેમના મિત્ર રીધમભાઇ તોગડીયાને મશીન લેવા માટે વાત કરી જણાવ્યું કે, તમારૂ CNC મશીન આપણા ભાવમાં થઈ જશે. એકાદ અઠવાડીયા પછી ફરીયાદીનાં પિતા ભરતભાઈ પાલા, ભાઈ કિશનભાઈ પાલા અને નૈમિસભાઈ અનાડા 150 ફૂટ રીંગરોડ, શિલ્પ કોમ્પ્લેક્ષ, અમૃતા હોસ્પિટલ બાજુમા આવેલ સાવરીયા કોર્પોરેશન નામની પેઢી ખાતે રૂબરૂ ગયા હતા ત્યાં આશિષ પટેલ, જયદીપ નનેરા હાજર હતા. અશીષએ જણાવ્યું કે, આ પેઢીના પ્રોપ્રાઈટર તરીકે રાહુલ સાગઠીયા છે જે હાલ હાજર નથી. હું અને જયદીપ બન્ને સાથે મળીને પેઢીમાં કામ કરીએ છીએ. બાદમાં પિતાએ તેઓને CNC મશીન ખરીદવા બાબતે વાતચીત કરી અને તેઓએ મશીનના ફાઇનલ ભાવ રૂ.67.26 લાખનું કોટેશન કાઢી આપેલ હતુ. પિતાએ આ મશીન માટે લોન લેવાની વાત કરી અને બાકીના રૂપીય બેંક ખાતામાંથી પેઢીમાં ટ્રાન્સફર કરી આપવાની વાત કરી હતી. મશીન ખરીદ કરવા માટે લોન લેવાની હોવાથી બીજા દિવસે હોસ્પીટલ ચોક ખાતે આવેલ SBI બેંકમાં લોન માટે ગયા ત્યાંથી કહેવામાં આવ્યું કે, તમને રૂ.49.90 લાખની લોન મળવાપાત્ર છે, લોન 15 દિવસમાં પાસ થઈ જશે. મશીનની લોન સિવાયના બાકી કુલ રૂ.17.36 લાખ RTGS દ્વારા સાવરીયા કોર્પોરેશન નામની પેઢીમાં ટ્રાન્સફર કર્યા હતાં. બાદ આ પેઢીના લેટરપેડ ઉપર બે અલગ અલગ વાઉચરો બનાવ્યા હતા જે વાઉચરો તેમને આપ્યા હતા. ત્યારબાદ તા.09.02.2026ના બેંકે રૂ.49.90 લાખની લોન મંજુર કરતાં સાવરીયા કોર્પોરેશન પેઢીમા ટ્રાન્સફર કર્યા હતા. જયદીપ તથા જેમલએ ઈ-મેઈલ કન્ફોર્મેશન થઈ ગયાનું અને પેઢીના બેંક ખાતામાં રૂ.49.90 લાખ જમા થઇ ગયાનું જણાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે નૈમિસભાઈને ફોન કરી CNC મશીન ક્યારે આવશે પૂછતાં જણાવ્યું કે, આશીષ મારો ફોન ઉપાડતા નથી અને જયદીપનો ફોન સ્વીચઓફ આવે છે. સાંજના સમયે નૈમિસભાઇનો ફોન આવ્યો કે, હું રૂબરૂ તેની દુકાન ગયો પરંતુ દુકાન બંધ હતી. બીજા દિવસે ફરીવાર સાવરીયા કોર્પોરેશન પેઢીની દુકાને ગયા તો ત્યાં દુકાન બંધ હતી જેથી સાવરીયા કોર્પોરેશન પેઢીના ત્રણેય સંચાલકો સામે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે ગુનો નોંધી આર્થીક ગુના નિવારણ શાખાના પીઆઈ રિતિકા પઢીયાર અને ટીમે વધું તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    MLAના કાર્યાલયમાં વિરેન્દ્રસિંહ અને નેહલ શુકલ વચ્ચે ઉગ્ર બોલાચાલી:ફોર્મ ભરવા સમયથી ચર્ચામાં રહેલા ઉમેદવારને તત્કાલ સંકલનમાં પહોંચવા આદેશ મળતા કહ્યું, મને આવી સ્ટાઇલમાં સૂચના ન આપવી
    Next Article
    બે વર્ષથી નાસતા ફરતો ચોરીનો આરોપી ઝડપાયો.:ચોરીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો રાજકોટનો રીઢો આરોપી રેલવે સ્ટેશન પાસેથી દબોચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment