Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વર્ષથી નાસતા ફરતો ચોરીનો આરોપી ઝડપાયો.:ચોરીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો રાજકોટનો રીઢો આરોપી રેલવે સ્ટેશન પાસેથી દબોચાયો

    9 hours ago

    ​ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય તે પોલીસ પકડથી ક્યારેય કાયમી બચી શકતો નથી. આ ઉક્તિને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સાર્થક કરી બતાવી છે. છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ચોરીના ગુનાના એક આરોપીને પોલીસે ફિલ્મી ઢબે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ​ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી. ચૌધરીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હૂણ અને પોલીસ કોન્સ્ટેબલ મુળુભાઈ વાંદાને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વર્ષ 2024 માં નોંધાયેલા આઈ.પી.સી. કલમ 379 અને 114 મુજબના ચોરીના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી હાલમાં જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે કોઈની રાહ જોઈ ઉભો છે. આ બાતમી મળતા જ પોલીસ ટીમ સક્રિય થઈ હતી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ​રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવી શખ્સને કોર્ડન કરી લીધો હતો. પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ જવાનોએ તેને દબોચી લીધો હતો. પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ આશિષ જીતુભાઈ ભીખાભાઈ કટોણીયા (ઉંમર 34) હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ રાજકોટના કીટીપરા, ગાયકવાડી શેરી નંબર 05 પાસે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આરોપી વ્યવસાયે મજૂરી કામ કરે છે પરંતુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાથી તે છેલ્લા બે વર્ષથી અલગ-અલગ જગ્યાએ છુપાઈને પોલીસથી બચતો ફરતો હતો. ​આ સફળ ઓપરેશનમાં બી ડિવિઝન પીઆઈ એ.બી. ચૌધરી સાથે એ.એસ.આઈ. એસ.એસ. પરમાર, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હૂણ, મુળુભાઈ વાંદા, પરેશભાઈ વરુ, મનિષભાઈ હુંબલ, રઘુવીરભાઈ વાળા અને મુકેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ઉમદા કામગીરી કરી હતી. હાલમાં પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી છે અને તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ પોલીસની આ મક્કમ કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે
    Click here to Read More
    Previous Article
    સોની વેપારી સાથે CNC મશીન ખરીદીના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી:સાવરિયા કોર્પોરેશનના સંચાલકો રૂપીયા મેળવી પેઢીને તાળા મારી ફરાર થઇ જતા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ
    Next Article
    IPL 2026 Live: Rajat Patidar Departs But RCB Near Massive Win Over LSG

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment