Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનો કારખાનેદાર વ્યાજના વિષચક્રમાં ફસાયો:CNC મશીન ખરીદવા રૂ.2.80 લાખથી રૂ.12 લાખનું 4 થી 6 ટકા વ્યાજ ચૂકવ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી

    7 hours ago

    રાજકોટના કોઠારિયા વિસ્તારમાં શુભમ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરનો વ્યવસાય કરતા વિરેન્દ્રભાઈ ચૌહાણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ધંધાકીય જરૂરિયાત માટે રૂ.2.80 લાખથી રૂ.12 લાખ વ્યાજે નાણા લીધા બાદ લાખોનું વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા વેપારીએ 7 શખ્સો સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુસ્તકીમ અંસારી, દિનેશભાઈ પટેલ, મુકેશભાઈ ગઢવી, અમૃતભાઈ ઉર્ફે અમીતભાઈ શાહ, પ્રમોદભાઈ ચૌહાણ, નાગરાજભાઈ ધાધલ અને શક્તિભાઈ જાડેજા સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વેપારી વિરેન્દ્ર ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા કારખાનું કરવાનું હોવાથી તેમાં CNC મશીન બેસાડવા માટે હું અને મારો મિત્ર રાજેન્દ્ર ચૌહાણ તેના મિત્ર અને પંચરની દુકાન ધરાવતા મુસ્તકિમ પાસે પહોંચ્યા હતા. જેને મને રૂ.2.80 લાખ વ્યાજે આપ્યા હતા. જેનું ચાર ટકા લેખે વ્યાજ ચૂકવતો હતો. જે બાદ તેના નાણાં ચૂકવવા એક પછી એક 6 લોકો પાસે વ્યાજે નાણાં લીધા હતા. જેનું લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવી દીધા બાદ પણ વ્યાજની ઉઘરાણી કરી ધાકધમકી આપતા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે 4થી 6 ટકા સુધીનું વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું અને કોરા ચેક તથા મિલકતના દસ્તાવેજો સિક્યોરિટી તરીકે લેવાયા હતા. વ્યાજના હપ્તા ચૂકવવામાં મુશ્કેલી પડતાં ફોન પર તેમજ રૂબરૂમાં ધમકી આપી ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 352, 351(4) તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    38 વર્ષીય પરિણીત આરોપીને 20 વર્ષની કેદ:13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, સગીરા ગર્ભવતી પણ થઈ હતી
    Next Article
    ખાનપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું:કડાણા ડેમથી તળાવો ભરવા, ઘાસચારો અને ધિરાણ માફી સહિત 5 માંગણીઓ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment