Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    38 વર્ષીય પરિણીત આરોપીને 20 વર્ષની કેદ:13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, સગીરા ગર્ભવતી પણ થઈ હતી

    7 hours ago

    વર્ષ 2024માં અમદાવાદ શહેરના રામોલ પોલીસ મથકે 38 વર્ષીય પરિણીત આરોપી રોહિત ચૌહાણ વિરુદ્ધ IPC તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતાં વિશેષ ન્યાયાધીશ એચ.એન. દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની ધારદાર દલીલો, 13 મહત્વપૂર્ણ સાક્ષીઓની જુબાની અને 40 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી આરોપીને 20 વર્ષની સખત કેદની આકરી સજા ફટકારી છે. પીડિતા 4 મહિનાની ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ ભોગ બનનાર પીડિત સગીરા માત્ર 13 વર્ષની વયની છે અને તે જ્યારે પોતાના મોસાળમાં જતી ત્યારે મકાનમાલિક રોહિત ઉર્ફે ફોજીએ તેને ઘરકામ અને સફાઈના બહાને અગાશી પર બોલાવી હતી. આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. ગત 28 ઓગસ્ટ, 2024ના રોજ સગીરાને પેટમાં અસહ્ય દુખાવો અને ઊલટી થતાં તેને તાત્કાલિક LG હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં મેડિકલ તપાસમાં તે 4 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને 29 ઓગસ્ટ 2024ના રોજ રામોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે ₹4 લાખનું વળતર ચૂકવવા કર્યો આદેશ તબીબી સારવાર દરમિયાન હોસ્પિટલમાં પીડિતાના ગર્ભપાતના નમૂના તેમજ આરોપીના રક્તના નમૂના મેળવીને FSL ખાતે DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. DNA રિપોર્ટમાં આરોપી રોહિત જ બાળકના જૈવિક પિતા હોવાની પુષ્ટિ થઈ હતી, જેનાથી કોર્ટમાં ગુનો નિઃશંકપણે સાબિત થયો હતો. અદાલતે તમામ તથ્યોને ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષની જેલની સજા સંભળાવવા ઉપરાંત ભોગ બનનાર માસૂમ સગીરાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મારફતે ₹4 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    અંતિમ શ્રાવણ સોમવારે 1.30 લાખથી વધુ ભક્તોએ કર્યા સોમનાથ દર્શન:90 ધ્વજાપૂજા, 88 સોમેશ્વર પૂજા અને મહામૃત્યુંજય યજ્ઞમાં 25 હજારથી વધુ આહુતિ
    Next Article
    રાજકોટનો કારખાનેદાર વ્યાજના વિષચક્રમાં ફસાયો:CNC મશીન ખરીદવા રૂ.2.80 લાખથી રૂ.12 લાખનું 4 થી 6 ટકા વ્યાજ ચૂકવ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment