Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીના ડેપ્યુટી CM પ્રવેશ વર્માએ યુવકને લાફો ઝીંક્યો, VIDEO:આમ આદમી પાર્ટીએ કહ્યું- રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર પર સવાલ કરવા બદલ માર માર્યો

    11 hours ago

    આમ આદમી પાર્ટીએ રવિવારે X પર એક વીડિયો શેર કર્યો, જેમાં દિલ્હીના ડેપ્યુટી CM મંત્રી પ્રવેશ વર્મા એક યુવકને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. AAPનો આરોપ છે કે રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને કેટલાક લોકો તેમને સવાલ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાં ઊભેલા એક યુવકને થપ્પડ મારી દીધી. જોકે ત્યારબાદ તેમના ગાર્ડે યુવકને દૂર હટાવ્યો. દિલ્હીમાં થયેલા હંગામાની 3 તસવીરો… પ્રવેશ વર્મા-જનરૈલ વચ્ચે થયેલી દલીલ ઘટના સ્થળેથી એક વધુ વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્રવેશ વર્મા અને ધારાસભ્ય જનરૈલ સિંહ વચ્ચે દલીલ થતી દેખાઈ રહી છે. જનરૈલ રસ્તાના ટુકડા બતાવતા પ્રવેશને કહી રહ્યા છે- તમે બનાવેલો રસ્તો ઉખાડીને બતાવી દીધો. તેના પર પ્રવેશે કહ્યું- ખોટું ન બોલો, તમે 15 વર્ષમાં બનાવી શક્યા નથી. જવાબમાં જનરૈલે કહ્યું- તમે બનાવી દો, પરંતુ એવો ન બનાવો જે 15 કલાક પણ ન ચાલે. આ પછી મંત્રી વર્મા ત્યાંથી ચાલ્યા ગયા. જનરૈલ તેમની ગાડી સુધી પાછળ-પાછળ જાય છે, ત્યાં જ પ્રવેશ વીડિયો બનાવી રહેલા યુવકને થપ્પડ મારી દે છે. કેજરીવાલે કહ્યું- હું કાલે અહીં જઈશ વીડિયો રીપોસ્ટ કરતાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માગ કરી છે કે મંત્રી પ્રવેશ વર્માની ધરપકડ કરવામાં આવે. તેમણે X પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ આવતીકાલે આ સ્થળે જશે. ------------------- આ સમાચાર પણ વાંચો: લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે બળાત્કાર:પીડિતાએ આત્મહત્યા કરી, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં તોડફોડ કરી આગ લગાવી પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં શનિવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો. યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની સાથે કથિત બળાત્કારની માહિતી સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં ઝડપથી વાયરલ થઈ હતી. ત્યારબાદ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં તોડફોડ કરી અને એક ભાગમાં આગ લગાવી દીધી. યુનિવર્સિટીના મુખ્ય દરવાજા પર હોબાળા બાદ વિદ્યાર્થીઓએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર ધરણાં કરીને ટ્રાફિક જામ કરી દીધો. રાત્રે અઢી વાગ્યે લગાવવામાં આવેલો જામ હજુ પણ યથાવત્ છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    વિકેટ માટે તરફડિયા મારતી ટીમ ઈન્ડિયાની અંતે સફળતા મળી:કુલદીપે જ્હોન કેમ્પબેલને પેવેલિયન ભેગો કરીને 135 રનની ભાગીદારી તોડી; પ્રસિદ્ધે કેસી કાર્ટીને આઉટ કર્યો
    Next Article
    રેન્જરોવર સાથે આખલો અથડાતાં 2 યુવકના મોત, 1 ગંભીર:કારના ટૂંકડા માંસના લોચા સાથે વેરવિખેર; થરાદ પાસેની ઘટનામાં અમરેલી-રાજકોટના યુવાનો કાળનો કોળિયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment