Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી:ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ સંગઠનો દ્વારા પદયાત્રા, પુષ્પાંજલી, સહિતના કાર્યક્રમો યોજાયા

    18 hours ago

    આઝાદ ભારતના બંધારણ ના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મજયંતિ નિમિતે વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ દ્વારા કાર્યાલયથી જશોનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા બાઈક રેલી, પ્રતિમાને પુષ્પાંજલી સાથે સંવિધાન પૂજા-શપથ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ, કૉંગ્રેસ તેમજ સમાજના હોદ્દેદારો તથા નાગરીકો બહોળી સંખ્યામાં જોડાયાં હતા. શહેર ભાજપ દ્વારા બાબાસાહેબની 135 મી જન્મજયંતિ નિમિત્તે શહેર ભાજપ કાર્યાલય થી જશોનાથ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવી હતી, આ પ્રસંગે શહેર પ્રમુખ કુમાર શાહ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ સંગઠનના હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિતે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને શહેર કૉંગ્રેસના SC સેલ વિભાગ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલી તથા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસ ના આગેવાન વિપુલ ખુમાણ એ જણાવ્યું હતું કે, ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે આજે બાબાસાહેબ આંબેડકરને જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન અને નમન કરીએ છીએ. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન આ દેશ માટે કાયમ યાદગાર અને ઐતિહાસિક રહ્યો છે ​બાબાસાહેબને અમુક તકવાદી લોકો આજે જન્મદિવસ નિમિત્તે માત્ર યાદ કરે છે, પરંતુ કોંગ્રેસ પક્ષની મહાન વિચારધારા બાબાસાહેબ આંબેડકરની મૂળ વિચારધારા સાથે કામ કરી રહી છે આજે તમે જોવો વર્તમાન સમયમાં તો ક્યાંક ને ક્યાંક છેવાડાના માનવીનો અવાજ દબાવવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક મૂળભૂત હક-અધિકારથી વંચિત રાખવામાં આવે છે, આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડૉ.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી:જૂનાગઢમાં 'જય ભીમ'નો નાદ ગુંજ્યો: 135મી આંબેડકર જયંતિએ ભવ્ય શોભાયાત્રા, કેક કટિંગ અને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાઈ.
    Next Article
    Gujarat Congress LIVE | મતદાન પહેલાં કોંગ્રેસનું મિશન ઉમેદવાર બચાવો | Sthanik Swarajya Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment