Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેન્જરોવર સાથે આખલો અથડાતાં 2 યુવકના મોત, 1 ગંભીર:કારના ટૂંકડા માંસના લોચા સાથે વેરવિખેર; થરાદ પાસેની ઘટનામાં અમરેલી-રાજકોટના યુવાનો કાળનો કોળિયો

    15 hours ago

    આજે (27 સપ્ટેમ્બર) વહેલી સવારે રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર કારનો થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર ભયાનક અકસ્માત થયો છે. આ ગંભીર ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. થરાદ-ડીસા હાઈવેના માલપુર પાસે અચાનક આખલો આડે આવતા રેન્જરોવર કાર તેની સાથે અથડાઈને સીધી ડિવાઈડર સાથે ટક્કરાતા કારના નાના ટૂંકડા સાથે માંસના લોચા પણ રોડ પર વિખેરાયા હતાં. આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. મૃતક યુવકોમાં એક અમરેલીનો અને બીજો રાજકોટનો હોવાનું સામે આવ્યું છે. તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે થરાડની સિવિલમાં ખસેડાયા હતાં. અકસ્માતની ભયાનકતા દર્શાવતી તસવીરો ‘હરદીપસિંહ નામનો એક યુવક જીવિત મળી આવ્યો હતો’ થરાદ સરકારી હોસ્પિટલના ડૉ. કૃણાલ માલોસણીયાએ માહિતી આપતાં કહ્યું કે, સવારે 4:00થી 4:15 વાગ્યાની વચ્ચે ભારતમાલા રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ 108ની ટીમ દ્વારા ત્રણ લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન અમરેલીના દિવયજીત અને રાજકોટના યુવરાજસિંહને મૃત જાહેર કરાયા હતા, જ્યારે રાજકોટના હરદીપસિંહ નામના એક યુવક જીવિત મળી આવતાં તેમની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે વાહનચાલકોની સુરક્ષાની ખાતરી આપી હતીઃ ગુલાબસિંહ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે અકસ્માત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે દેશમાં સુરક્ષિત માર્ગો પૂરા પાડવાની સાથે અમૃતસર-જામનગર હાઇવે પર પશુઓ નહીં આવે તેમજ વાહનચાલકોની સુરક્ષા જળવાશે તેવી ખાતરી આપી હતી. જોકે, સુરક્ષાના અભાવે આ માર્ગ પર વારંવાર ગોઝારા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. NHAIની ગંભીર ખામીઓના કારણે જ આજે બે લોકોએ જીવ ગુમાવ્યો છે. વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે. આ અકસ્માતે હાઇવે પર મુક્તપણે રખડતા પશુઓની ગંભીર સમસ્યા ફરી સપાટી પર આવી છે. રેસ્ટ એરિયા નજીક આવા અકસ્માતો અટકાવવા અને હાઇવે પરની ક્ષતિઓ હોય તેને તુરંત દૂર કરીને વાહનચાલકોની સલામતી માટે NHAI યોગ્ય ધ્યાન આપવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીના ડેપ્યુટી CM પ્રવેશ વર્માએ યુવકને લાફો ઝીંક્યો, VIDEO:આમ આદમી પાર્ટીએ કહ્યું- રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર પર સવાલ કરવા બદલ માર માર્યો
    Next Article
    નખત્રાણામાં 140 દર્દીઓએ નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર લીધી:લોહાણા મહાજન વાડી ખાતે રામકૃષ્ણ મઢ દ્વારા 18મો કેમ્પ, દર મહિને ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment