Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણામાં 140 દર્દીઓએ નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર લીધી:લોહાણા મહાજન વાડી ખાતે રામકૃષ્ણ મઢ દ્વારા 18મો કેમ્પ, દર મહિને ચાલુ રહેશે

    9 hours ago

    નખત્રાણા ખાતે જરૂરિયાતમંદ લોકો સુધી નિઃશુલ્ક આરોગ્યસેવા પહોંચાડવાના પ્રયાસરૂપે હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સહયોગથી રામકૃષ્ણ મઢ, ભુજ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ 140 દર્દીઓએ નિદાન, તબીબી માર્ગદર્શન તેમજ જરૂરી હોમિયોપેથીક દવાઓનો વિનામૂલ્યે લાભ લીધો હતો. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલા કેમ્પમાં અગાઉથી સારવાર લઈ રહેલા દર્દીઓ ઉપરાંત નવા દર્દીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. પ્રસંગે શ્રી નખત્રાણા લોહાણા મહાજનના આગેવાનો, દાતાશ્રીઓ અને રામકૃષ્ણ મઢ સાથે સંકળાયેલા તબીબોની ઉપસ્થિતિ રહી હતી. કેમ્પ દરમિયાન દર્દીઓની આરોગ્ય સંબંધિત ફરિયાદો સાંભળી નિષ્ણાત તબીબો દ્વારા જરૂરી તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોમિયોપેથીક સારવાર અંગે માહિતી આપતાં ડો. મનોજભાઈ માકાણીએ દર્દીઓને તબીબી સલાહ મુજબ નિયમિત દવા લેવાની અને સારવારમાં સાતત્ય જાળવવાની અપીલ કરી હતી. ખાસ કરીને લાંબા સમયથી ચાલતી તકલીફોમાં નિષ્ણાત તબીબની સલાહ હેઠળ નિયમિત સારવાર લેવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. નખત્રાણા વિસ્તારમાં આરોગ્યસેવાના આ ઉપક્રમને સતત સહયોગ મળી રહ્યો છે. કેમ્પ માટે સ્વ. સરસ્વતીબેન શિવજીભાઈ આથા પરિવાર અને સ્વ. તારાબેન વનરાજભાઈ કતીરા પરિવાર તરફથી કાયમી સહયોગ આપવામાં આવી રહ્યો છે. કેમ્પનું આયોજન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ અને આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તબીબી સેવાઓમાં ડો. મનોજભાઈ માકાણી, ડો. વિશ્વા પારેખ, ડો. ઈશા ભાટિયા અને જાવેદ ચાકીએ પોતાની સેવાઓ આપી હતી. આ સમગ્ર આરોગ્ય કેમ્પને સફળ બનાવવા જગદીશભાઈ પલણ, વિશનજીભાઈ પલણ, અશોકભાઈ જોબનપુત્રા, મેહુલભાઈ દાવડા, નીતિનભાઈ રાજદે, ભરતભાઈ પલણ અને ધર્મેશભાઈ કતીરા સહિતના આગેવાનો તથા કાર્યકરોએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી નીતિનભાઈ એલ. ઠક્કરે કર્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ દર મહિનાના છેલ્લા શનિવારે આ નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્યસેવા ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રેન્જરોવર સાથે આખલો અથડાતાં 2 યુવકના મોત, 1 ગંભીર:કારના ટૂંકડા માંસના લોચા સાથે વેરવિખેર; થરાદ પાસેની ઘટનામાં અમરેલી-રાજકોટના યુવાનો કાળનો કોળિયો
    Next Article
    કુકમામાં જુગારધામ પર LCBનો દરોડો, 15 શખ્સો ઝડપાયા:₹71,500 રોકડ અને 15 મોબાઈલ સહિત ₹1.46 લાખનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment