Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વાઇબ્રન્ટ કોન્ફરન્સનો શંખનાદ:કટ ડાયમંડ માટે GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની જાહેરાતો, જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો બન્યા

    1 week ago

    ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન પામનાર આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જશે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓ પર વિઝનરી ફોકસ 'વિકસિત ભારત@2047'ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કોન્ફરન્સની સમાંતર 1 થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) નું પણ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ એક્ઝિબિશન નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને રોકાણની તકોનું એક જીવંત કેન્દ્ર બની રહેશે. તેમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSME) થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે. GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની ઐતિહાસિક જાહેરાતો આ વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ માત્ર ચર્ચાઓ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આર્થિક વિકાસના નક્કર પગલાંઓનું કેન્દ્ર બનશે. આ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વવિખ્યાત 'સુરત કટ ડાયમંડ - GI ટેગ' પર એક ખાસ કવર પ્રકાશિત કરવામાં આવશે, જે સુરતના હીરા ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ હશે. આ સાથે જ, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી અને અત્યાધુનિક સ્માર્ટ GIDC એસ્ટેટની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવશે. વધુમાં, ઉદ્યોગો અને સરકાર વચ્ચે કરોડો રૂપિયાના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) અને વ્યાપારી ભાગીદારીઓનું આદાનપ્રદાન પણ થશે. આંતરરાષ્ટ્રીય રાજદ્વારીઓ અને ગ્લોબલ પાર્ટનરશિપનો નવો યુગ દક્ષિણ ગુજરાતના આંગણે યોજાઈ રહેલા આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની હાજરી આકર્ષણનું કેન્દ્ર બનશે. ભારતમાં રવાન્ડાના ઉચ્ચ કમિશનર જેક્લીન મુકાંગીરા, યુક્રેનના રાજદૂત ડો. એલેક્ઝાન્ડર પોલિશચુક, સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગ અને જાપાનના રાજદૂત કેઇચી ઓનો આ પરિષદમાં ખાસ ઉપસ્થિત રહેશે. ભાગીદાર દેશોની સાથે સાથે JETRO, USISPF, AMCHAM, KOTRA અને રશિયન ટ્રેડ પ્રતિનિધિત્વ જેવી નામાંકિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ જોડાશે. આ ગ્લોબલ કનેક્ટ સ્થાનિક ઉદ્યોગપતિઓને વિદેશી બજારો સમજવા અને ત્યાં નિકાસની નવી તકો શોધવામાં અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડશે. ટેક્નોલોજીથી લઈને ગ્રાસરૂટ એન્ટરપ્રાઇઝ સુધીનું પ્રદર્શન વાઇબ્રન્ટ પ્રદર્શનને વ્યવસ્થિત રીતે ત્રણ મુખ્ય હોલમાં વિભાજિત કરવામાં આવ્યું છે. હોલ-1 માં દેશ-વિદેશની અગ્રણી ઔદ્યોગિક સંસ્થાઓની ઝલક જોવા મળશે, જેમાં જાપાનનું વિશિષ્ટ કન્ટ્રી પેવેલિયન સૌથી મોટું આકર્ષણ રહેશે. હોલ-2 માં ટેકનોલોજી, 30થી વધુ નવા સ્ટાર્ટઅપ્સ, આદિવાસી હાટ અને ગ્રાસરૂટ એન્ટરપ્રાઇઝને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હોલ-3 માં સરકારની વિવિધ ક્ષેત્રીય વિકાસ પહેલો અને યોજનાઓની માહિતી આપતા ઇન્ટરેક્ટિવ સ્ટેજ ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન દરરોજ સવારે 10:30થી સાંજે 6 વાગ્યા સુધી બિઝનેસ વિઝિટર્સ અને ત્યારબાદ 3થી 5 મે દરમિયાન સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાશે. મહિલા સશક્તિકરણ અને મેંગો ફેસ્ટિવલની જમાવટ આ પ્રદર્શનમાં સ્થાનિક કારીગરો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. 'વોકલ ફોર લોકલ' અભિયાન અંતર્ગત આજીવિકા પેવેલિયન ઊભું કરાયું છે, જ્યાં રાજ્યભરના સ્વ-સહાય જૂથો દ્વારા નિર્મિત કલા અને હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન થશે. 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) હેઠળ સ્વદેશી હાટમાં પુરસ્કાર વિજેતા કારીગરોની કૃતિઓ જોવા મળશે. આ સાથે જ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પહેલીવાર 'મેંગો ફેસ્ટિવલ'નું આયોજન કરાયું છે, જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત, રિવર્સ બાયર-સેલર મીટમાં 45થી વધુ આંતરરાષ્ટ્રીય આયાતકારો અને સ્થાનિક વેચાણકારો વચ્ચે 5000થી વધુ મીટિંગ્સનું આયોજન કરાયું છે. ઉદ્યોગોના ભવિષ્યને આકાર આપતા બે દિવસીય સેમિનાર કોન્ફરન્સના બે દિવસ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને રોજગારીની તકો અંગે ગહન ચર્ચાઓ થશે. પ્રથમ દિવસે કૃષિ અને બાગાયત, કાપડ, રસાયણો, સ્ટાર્ટઅપ્સ, પરમાણુ ઉર્જા અને કુદરતી ગેસ જેવા વિષયો પર સેમિનાર યોજાશે. વિશેષ રૂપે જાપાન અને યુક્રેન દ્વારા મહિલા સશક્તિકરણના વિષય પર માર્ગદર્શન અપાશે. બીજા દિવસે પ્રાદેશિક MSME કોન્ક્લેવનું આયોજન કરાયું છે, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી, સર્ક્યુલર ઇકોનોમી, કૌશલ્ય વિકાસ, ડિફેન્સ, ગ્રીન હાઇડ્રોજન, ઇકોટુરિઝમ અને ફિશરીઝ જેવા સેક્ટર્સ પર નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે. ગુજરાત સ્થાપના દિવસની શાનદાર પોલીસ પરેડ કોન્ફરન્સની સાથોસાથ 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે સાંજે 5 વાગ્યે સુરતના Y જંકશન ખાતે એક ભવ્ય પરેડ યોજાશે. પરેડ કમાન્ડર નવીન ચક્રવતી રેપુડી, નિલકંઠ બવાડિયા અને અંકિત પટેલના નેતૃત્વમાં આ પરેડ લાલભાઈ સ્ટેડિયમ સુધી જશે. આ પરેડમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, SRP પ્લાટુન, એન.સી.સી., વન વિભાગ અને વિવિધ જિલ્લાઓની મહિલા તેમજ પુરુષ પોલીસ પ્લાટુનો ભાગ લેશે. શિસ્તબદ્ધ કદમતાલની સાથે સાથે બાઇક સ્ટંટ, અશ્વદળ, પાઇપ બેન્ડ અને SDRF ના આકર્ષક ટેબ્લો સુરતીઓમાં દેશભક્તિ અને રોમાંચનો માહોલ સર્જશે.
    Click here to Read More
    Previous Article
    પ્રમુખ પદ માટેની રેસ શરૂ થઈ:પ્રમુખ પદની દાવેદાર 5 મહિલા કાઉન્સિલર ધો-8 થી ધો-12 સુધીનો અભ્યાસ ધરાવે છે
    Next Article
    આજથી હેલ્મેટ પહેરીને નીકળજો:રાજ્યભરમાં ટુ વ્હીલર લઈને જતા વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત, પોલીસ પકડશે તો 500નો દંડ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment