Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રમુખ પદ માટેની રેસ શરૂ થઈ:પ્રમુખ પદની દાવેદાર 5 મહિલા કાઉન્સિલર ધો-8 થી ધો-12 સુધીનો અભ્યાસ ધરાવે છે

    1 week ago

    હિંમતનગર પાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપે એકતરફી જીત હાંસલ કર્યા બાદ આગામી ત્રણ સપ્તાહમાં વિધિવત સત્તાના સૂત્રો ગ્રહણ કરવાના છે. ત્યારે પ્રમુખ પદ માટેની રેસ શરૂ થઈ ગઈ છે. પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ પછાત વર્ગની મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી ભાજપના મેન્ડેટ પર જીતેલી ઓબીસી વર્ગ જૂથમાં આવતી 5 મહિલા કાઉન્સિલરોના નામ હાલ ચર્ચામાં છે અને પક્ષ દ્વારા તેના પર વિચારણા થઈ રહી છે. પ્રમુખ પદની દાવેદાર 5 મહિલા કાઉન્સિલરો ધો-8 થી ધો-12 સુધી અભ્યાસ કરેલો છે. ​આ કાઉન્સિલરોના શૈક્ષણિક પ્રોફાઈલ પર નજર કરીએ તો બે કાઉન્સિલર ધો-10 પાસ છે અને પાલિકામાં બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. જ્યારે ત્રણ કાઉન્સિલરોએ ધો-8, 9 અને ધો-12 સુધીનો અભ્યાસ કર્યો છે. 51 વર્ષીય અરુણાબેન કડીયાએ ધો-12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. વોર્ડ નં-1 નું પ્રતિનિધિત્વ કરતાં 55 વર્ષીય ગાયત્રીબેન વાળંદે ધો-8 સુધીનો તો વોર્ડ નં-11 નું પ્રતિનિધિત્વ કરતાં 37 વર્ષીય દર્શનાબેન પંચાલે ધો-9 અને વોર્ડ નં-5 નું પ્રતિનિધિત્વ કરતાં 48 વર્ષીય અલકાબેન બારોટે ધો-10 સુધીનો અભ્યાસ કર્યો છે. અલકાબેન બારોટ અને વર્ષાબેન મિસ્ત્રી પાલિકામાં વહીવટ અને શાસનનો અનુભવ ધરાવે છે. હાલમાં પાંચેય મહિલા કાઉન્સિલરોમાં અનામત બેઠકને કારણે પ્રમુખ પદ માટે હરિફાઈ જામી છે ત્યારે સંગઠન દ્વારા પ્રમુખની વરણી માટે મંથન શરૂ થઈ ગયું છે અને લોબિંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિ.પં.માં મહદ્અંશે પ્રમુખપદ તલોદ તાલુકાને મળશે‎ ​જિલ્લા પંચાયતમાં પણ પ્રથમ અઢી વર્ષની ટર્મમાં પછાત વર્ગ સ્ત્રી અનામત છે. જેમાં તલોદ તાલુકાના અને બાલિસણા બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર નીરુબા ઝાલા મજબૂત દાવેદાર છે અને મહદઅંશે વિસ્તારની વાતને ધ્યાને લેવામાં નહીં આવે તો તેમનું નામ ટોચ પર છે
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરરાજ્યની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ:સાબરકાંઠા જિ.પં.: કોંગ્રેસ- આપને મળેલા મતોની‎ટકાવારીમાં 29.45 ટકાનું અંતર છતાં બેઠકો સરખી‎
    Next Article
    CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વાઇબ્રન્ટ કોન્ફરન્સનો શંખનાદ:કટ ડાયમંડ માટે GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની જાહેરાતો, જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment