Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરરાજ્યની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ:સાબરકાંઠા જિ.પં.: કોંગ્રેસ- આપને મળેલા મતોની‎ટકાવારીમાં 29.45 ટકાનું અંતર છતાં બેઠકો સરખી‎

    6 days ago

    સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં મતોની ટકાવારી અને બેઠકો વચ્ચે અજીબ વિરોધાભાસ જોવા મળ્યો છે. ભાજપે 48.80% મતો સાથે 28 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે કોંગ્રેસને 38.60% અને આમ આદમી પાર્ટીને માત્ર 9.15% મતો મળ્યા છે. આમ, બંને વચ્ચે મતોની ટકાવારીમાં 29.45% જેટલું મોટું અંતર હોવા છતાં, બેઠકોના મામલે બંને પક્ષો 3-3 બેઠકો સાથે બરાબરી પર રહ્યા છે. ભાજપને કુલ 2,84,334 મતો મળ્યા છે. જે કુલ મતદાનના 48.80% જેટલા થાય છે. તાલુકાવાર જોઈએ તો હિંમતનગર 63,423 મતો અને ઇડર 61,549 મતો ભાજપ માટે મજબૂત ગઢ સાબિત થયા છે. આ જંગી જનાદેશને પગલે ભાજપે 34માંથી 28 બેઠકો પર વિજય મેળવી વિરોધ પક્ષોનો સફાયો કર્યો છે. કોંગ્રેસને કુલ 2,24,960 મતો મળ્યા છે, જેની ટકાવારી 38.60% થાય છે. આટલા મોટા મતોના હિસ્સા છતાં કોંગ્રેસ માત્ર 3 બેઠકો પર જ વિજય મેળવી શકી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીને માત્ર 53,303 મતો મળ્યા છે, જે ટકાવારીની દ્રષ્ટિએ 9.15% છે. અને તેને પણ 3 બેઠકો મળી છે. મતદાનના આંકડા મુજબ પોશીના વિસ્તારમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. જ્યાં આમ આદમી પાર્ટીએ 21,771 મતો મેળવીને ભાજપ 20,808 અને કોંગ્રેસ 21,637ને જોરદાર ટક્કર આપી છે. અન્ય પક્ષો, અપક્ષો અને નોટાને ફાળે કુલ 20,131 મતો ગયા છે. જે કુલ મતદાનના 3.45 % છે.
    Click here to Read More
    Previous Article
    3મેના રોજ નીટ પરીક્ષા:1:30 વાગ્યા પછી કેન્દ્રમાં છાત્રને પ્રવેશ નહીં
    Next Article
    પ્રમુખ પદ માટેની રેસ શરૂ થઈ:પ્રમુખ પદની દાવેદાર 5 મહિલા કાઉન્સિલર ધો-8 થી ધો-12 સુધીનો અભ્યાસ ધરાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment