Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3મેના રોજ નીટ પરીક્ષા:1:30 વાગ્યા પછી કેન્દ્રમાં છાત્રને પ્રવેશ નહીં

    6 days ago

    આગામી 3 મે, રવિવારના રોજ લેવાનારી NEET UG-2026ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હિંમતનગરના શિક્ષણવિદ્ અને બાયોલોજી ટીચર પી.જે. મહેતાએ NTA ના નિયમો અને સૂચનાઓ અંગે વિસ્તૃત વિગતો આપી છે. પરીક્ષા બપોરે 02:00 થી સાંજે 05:00 સુધી યોજાશે. ઉમેદવારો માટે રિપોર્ટિંગ સમય સવારે 11:00 વાગ્યાથી શરૂ થશે. બપોરે 01:30 વાગ્યે પરીક્ષા કેન્દ્રના ગેટ બંધ કરી દેવાશે, ઉમેદવારોએ A4 સાઈઝના પેપર પર કલર એડમિટ કાર્ડ સેલ્ફ ડિક્લેરેશન સાથે, હાજરી પત્રક માટે વધારાનો પાસપોર્ટ સાઈઝ ફોટો, એડમિટ કાર્ડ પર ચોંટાડેલો પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો અને ઓરિજિનલ આઈડી પ્રૂફ આધાર કાર્ડ, પાન કાર્ડ કે વોટર આઈડી સાથે રાખવું અનિવાર્ય છે. પી.જે. મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે NTA દ્વારા ડ્રેસ કોડ બાબતે કડક વલણ અપનાવાયું છે. વિદ્યાર્થીઓએ અડધી બાંયના શર્ટ/ટી-શર્ટ અને ચંપલ પહેરવા, જ્યારે વિદ્યાર્થિનીઓએ સાદા કપડાં અને સેન્ડલ પહેરવા. દાગીના, હાઈ હીલ્સ અને બુટ પર પ્રતિબંધ છે.
    Click here to Read More
    Previous Article
    શૈક્ષણિક લાયકાત:હિંમતનગર પાલિકાના નવા બોર્ડમાં 25 સભ્યો ધો-6 થી 12 સુધી ભણેલા
    Next Article
    સ્થાનિક સ્વરરાજ્યની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ:સાબરકાંઠા જિ.પં.: કોંગ્રેસ- આપને મળેલા મતોની‎ટકાવારીમાં 29.45 ટકાનું અંતર છતાં બેઠકો સરખી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment