Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી જ્યાં ભણ્યા ત્યાંથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:CMએ વડનગરની બી.એન.હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો, કહ્યું- ડ્રોપ આઉટ રેશિયો 37%થી ઘટીને 1%થી ઓછો થયો

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાવેલા શિક્ષણ સેવા યજ્ઞ 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ'ની 24મી કડીનો મંગળવારથી ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી પોતાનું શાળા શિક્ષણ મેળવ્યું હતું, તે વતન વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રિદિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. 25 જૂન ગુરૂવાર સુધી ચાલનારા આ મહોત્સવ અંતર્ગત રાજ્યભરની 38,400 શાળાઓમાં અંદાજે 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે. વડનગરમાં 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે આંગણવાડીના બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી ધોરણ-11 સુધીના કુલ 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીમંડળના સભ્યો વિવિધ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ શાળા વ્યવસ્થાપન સમિતિ વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતા સાથે બેસીને શાળાઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધિઓની સમીક્ષા પણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો નિયમોનુસાર 1 જૂનના રોજ 5 વર્ષથી વધુ અને 6 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને બાલવાટિકામાં તેમજ 6 વર્ષથી વધુ અને 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ધોરણ-8 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ-9માં અને ધોરણ-10 પાસ કરનારાઓને ધોરણ-11માં પ્રવેશ અપાયો છે. સામાન્ય પરિવારનો વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે છે બી.એન. હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણથી જ અનેક પરિસ્થિતિઓનો પોતે અનુભવ કર્યો છે અને હંમેશા છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. જો તમારામાં ધગશ હોય, તો સામાન્ય પરિવારની વ્યક્તિ પણ વડાપ્રધાન સુધીની મંજિલ સર કરી શકે છે તે વડાપ્રધાને સાબિત કર્યું છે. વડાપ્રધાન બાળપણથી જ નીડર હતા. તેઓ જ્યારે અહીં ભણતા હતા ત્યારે દરેક બાળકના ટિફિનમાંથી થોડું-થોડું આપતા શીખવાડીને સૌને સાથે રાખવાની ભાવના કેળવતા હતા. આજે પણ તેઓ 'સૌનો સાથ સૌનો વિકાસ' ના મંત્ર સાથે વિશ્વમાં દેશનું નામ ઉજાગર કરી રહ્યા છે. ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટીને 1 ટકાથી ઓછો થયો મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પહેલા જ્યારે 100 બાળકો શાળામાં દાખલ થતા ત્યારે ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો ઊંચો હતો, જે આજે ઘટીને 1 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં જ ડ્રોપઆઉટ થયેલા 24 વિદ્યાર્થીઓનું ફરીથી નામાંકન કરવામાં આવ્યું છે. આજે સ્થિતિ એવી છે કે જો વિદ્યાર્થી શાળાએ ન આવે તો શિક્ષક પોતે તેના ઘરે જઈને વાલીને સમજાવે છે. દીકરીઓ શિક્ષણમાં આગળ આવે તેવો પ્રયાસ રાજ્યમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને તેનો લાભ ગુજરાતના દરેક વ્યક્તિને મળે તેવો સરકારનો પ્રયાસ છે. દીકરીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે સરકારે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' જેવી બે મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. ‘બાળકો મમ્મીને તો ગાંઠતા નથી, પણ પપ્પાને થોડા ઘણા ગાંઠે છે’ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં બાળકો દ્વારા થતા ટીવી અને મોબાઈલના વધુ પડતા વપરાશ અંગે હળવી શૈલીમાં ટકોર કરી હતી. તેમણે બાળકોને આગ્રહ કર્યો હતો કે માતા-પિતા કહે એટલે તરત જ ટીવી અને મોબાઈલ બંધ કરી દેવા જોઈએ અથવા તેનો સમય નક્કી કરવો જોઈએ. તેમણે રમૂજ કરતા કહ્યું કે, બાળકો મમ્મીને તો ગાંઠતા નથી, પણ પપ્પાને થોડા ઘણા ગાંઠે છે. મુખ્યમંત્રીએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા તમામ નવદીક્ષિત બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રક સાથે અથડાતા જ ટેમ્પાનો કચ્ચરઘાણ, ડ્રાઈવરનું મોત:કરજણ પાસે NH 48 પર ગમખ્વાર અકસ્માત, ફાયર વિભાગે હાઈડ્રોલિક કટરથી કેબિનના પતરાં કાપી એકને બચાવ્યો
    Next Article
    રોણવેલ ખાતે 117 યુનિટ રક્તદાન:યુવક મિત્ર મંડળ અને અતુલ ફંડ દ્વારા આઠમો કેમ્પ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment