Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં અને CM પટેલ શીલજમાં મતદાન કરશે:આવતીકાલે અમદાવાદમાં મંત્રી, ધારાસભ્ય સહિતના નેતાઓ મત આપશે

    2 days ago

    આવતીકાલે 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. ચૂંટણીમાં નેતાઓ દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અને પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવામાં આવનાર છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 25 એપ્રિલના રોજ રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચશે આવતીકાલે સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે નારણપુરા અંકુર ચાર રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ નજીક સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે. મંત્રી, ધારાસભ્ય સહિતના કુલ 30 નેતાઓ મત આપશે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી, ધારાસભ્યો અને શહેરના નેતાઓ મળી કુલ 30 નેતાઓ મતદાન અમદાવાદમાં કરવાના છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ પ્રાથમિક શાળા ખાતે સવારે 8.30 વાગ્યે મતદાન કરશે. પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ઠક્કરબાપાનગર ખાતે મારુતિ પ્લાઝાની સામે સરદાર પટેલ સ્કૂલમાં સવારે 8:00 વાગ્યે મતદાન કરશે. મંત્રીઓ 9:30 વાગ્યા સુધીમાં મતદાન કરી દેશે જ્યારે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા જોધપુરમાં રવિશંકર વિદ્યાલય ખાતે સવારે 8.30 વાગ્યે મતદાન કરવા જવાના છે. શહેર પ્રમુખ પ્રેરક શાહ, મહામંત્રીઓ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો વગેરે સવારે 7:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધીમાં મતદાન કરી દેશે. ત્યારબાદ તેમના મતવિસ્તારમાં લોકો પાસે મતદાન કરાવવા માટે નીકળશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM લઈ સ્ટાફ રવાના:ડિસ્પેચિંગ સેન્ટર પરથી મતદાન મથકોએ સામગ્રી પહોંચાડાઈ, આવતીકાલે મતદાન યોજાશે
    Next Article
    પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે મતદાન:9.12 લાખથી વધુ મતદારો મતાધિકાર વાપરશે; 262 મથકો સંવેદનશીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment