Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે મતદાન:9.12 લાખથી વધુ મતદારો મતાધિકાર વાપરશે; 262 મથકો સંવેદનશીલ

    1 day ago

    પાટણ જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. શનિવારે વિવિધ ડિસ્પેચ સેન્ટરો પરથી EVM, VVPAT સહિતની 140 થી વધુ ચીજવસ્તુઓ સાથે ચૂંટણી સ્ટાફ મતદાન મથકો પર રવાના થયો હતો. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો મેદાનમાં છે. 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 114 ઉમેદવારો ચૂંટણી લડશે. સિદ્ધપુર નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 3 બિનહરીફ થતા, હવે 33 બેઠકો માટે 81 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં કુલ 9,12,798 મતદારો નોંધાયા છે. પાટણ નગરપાલિકામાં 1,08,999 અને સિદ્ધપુર નગરપાલિકામાં 40,371 મતદારો છે. રાધનપુર નગરપાલિકાની પેટાચૂંટણીમાં 3,789 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ખાસ વ્યવસ્થા કરાઈ છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે સંપન્ન થાય તે માટે તમામ અધિકારીઓની તાલીમ પૂર્ણ કરાઈ છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લાના 262 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીની આગેવાનીમાં 4 Dy.SP, 23 PI, 57 PSI અને 1108 પોલીસ જવાનો સહિત 1564 હોમગાર્ડ અને GRD સભ્યો તૈનાત છે. 2 પ્લાટુન SRPF, 16 QRT ટીમ, 77 પોલીસ મોબાઈલ વાહન, 147 બોડી વોર્ન કેમેરા અને 100 થી વધુ વીડિયોગ્રાફર દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રખાશે. પોલીસ તંત્ર દ્વારા ભયમુક્ત વાતાવરણમાં મહત્તમ મતદાન થાય તે માટે તમામ આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં અને CM પટેલ શીલજમાં મતદાન કરશે:આવતીકાલે અમદાવાદમાં મંત્રી, ધારાસભ્ય સહિતના નેતાઓ મત આપશે
    Next Article
    On Sooryavanshi's India Debut, Ashwin Points At "People Standing In Line"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment