Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM લઈ સ્ટાફ રવાના:ડિસ્પેચિંગ સેન્ટર પરથી મતદાન મથકોએ સામગ્રી પહોંચાડાઈ, આવતીકાલે મતદાન યોજાશે

    2 days ago

    પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬ એપ્રિલે યોજાશે. આ ચૂંટણીઓને અનુલક્ષીને, ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ (EVM) અને પોલિંગ સ્ટાફને નિયુક્ત મતદાન મથકો તરફ રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ (બેલટ યુનિટ અને કંટ્રોલ યુનિટ, રીઝર્વ સહિત) તથા જરૂરી ચૂંટણી સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને સંબંધિત મતદાન મથકોએ મોકલવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પોલિંગ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ ૧૬૫ મતદાન મથકો આવેલા છે, જેના માટે ૯૦૮ પોલિંગ સ્ટાફ અને ૨૬૧ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. અહીં ૧૯૮ બીયુ અને ૧૯૮ સીયુ ફાળવવામાં આવ્યા છે. પોરબંદર તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી હેઠળ ૧૫૫ મથકો માટે ૯૫૮ પોલિંગ સ્ટાફ અને ૩૦૪ પોલીસ કર્મીઓ કાર્યરત રહેશે, જ્યારે ઈવીએમમાં ૩૧૦ બીયુ અને ૩૧૦ સીયુની ફાળવણી કરાઈ છે. રાણાવાવ તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત માટે ૬૧ મતદાન મથકો પર ૩૯૨ પોલિંગ સ્ટાફ અને ૯૪ પોલીસ સ્ટાફની નિમણૂક થઈ છે, જેમાં ૧૪૬ બીયુ અને સીયુનો સમાવેશ થાય છે. રાણાવાવ નગરપાલિકામાં ૬ મતદાન મથકો માટે ૩૩ પોલિંગ સ્ટાફ અને ૧૩ પોલીસ સ્ટાફ સાથે ૮ બીયુ અને સીયુ ફાળવવામાં આવ્યા છે. તેવી જ રીતે, કુતિયાણા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત અંતર્ગત ૭૦ મથકો માટે ૪૫૬ પોલિંગ સ્ટાફ અને ૧૩૬ પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, જ્યાં ૧૭૨ બીયુ અને સીયુનો ઉપયોગ કરવામાં આવશે. કુતિયાણા નગરપાલિકામાં ૩ મતદાન મથકો પર ૧૭ પોલિંગ સ્ટાફ અને ૬ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે, જેના માટે કુલ ૪ બીયુ અને ૪ સીયુ (રીઝર્વ સહિત) ફાળવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં લોકશાહીનો મહાપર્વ:મહાનગરપાલિકાના 13 વોર્ડ, 10 તાલુકા પંચાયત તથા 3 નગરપાલિકા માટે EVM ફાળવાયા, આવતીકાલે સવારથી 1,984 બૂથ પર 17.31 લાખ મતદારો મતદાન કરશે
    Next Article
    ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં અને CM પટેલ શીલજમાં મતદાન કરશે:આવતીકાલે અમદાવાદમાં મંત્રી, ધારાસભ્ય સહિતના નેતાઓ મત આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment