Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનાલના સર્વિસ રોડ પાસે દીવાલ ધરાશાયી થતાં મસમોટો ભૂવો પડયો:મોટી જાનહાનિ થવાની દહેશત, CMના લોકાર્પણના કાર્યક્રમથી 300 મીટરના અંતરે તંત્રની પોલ ખુલી

    14 hours ago

    ગાંધીનગરવાસીઓ માટે ગઈકાલે(5 જુલાઈ) રવિવારે એક તરફ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે નવીન કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ અને અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો આનંદ હતો, તો બીજી તરફ વહીવટી તંત્રના વિકાસના દાવાઓની સામે જ દુર્ઘટનાને નોતરું આપતી વાસ્તવિકતા સામે આવી છે. મુખ્યમંત્રી દ્વારા જે સ્થળેથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેનાથી માત્ર 300 મીટરના અંતરે સર્વિસ રોડ ને અડીને આવેલી બ્રાંચ કેનાલની દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. કેનાલની દીવાલ તૂટી પડવાની રોડ પર માટીનું મોટા પાયે ધોવાણ થતાં એક વિશાળ અને ઊંડો ભૂવો પડી ગયો છે, જે વાહનચાલકો માટે મોતનો સામાન સાબિત થાય તો નવાઈ નહીં. ત્રણસો મીટર દૂર કેનાલની દીવાલ ધરાશાયી, મોટો ખાડો પડ્યો ગાંધીનગર જિલ્લાના સૌ પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું ગઈકાલે(5 જુલાઈ) મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પહેલા મુખ્યમંત્રીએ કોબા અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતરણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. જોકે આ ખાત મુહૂર્તના સ્થળથી આશરે ત્રણસો મીટર દૂર કેનાલના સર્વિસ રોડની અડીને આવેલી બ્રાંચ કેનાલની દીવાલ ધરાશાયી થવાની સાથે માટીનું ધોવાણ થઈ થતા મસમોટો જોખમી ભૂવો પડી ગયો છે. રોડનો મોટો હિસ્સો ગમે ત્યારે બેસી જવાની ભીતિ જે સર્વિસ રોડ પરથી રોજ હજારો વાહનોની અવરજવર થાય છે, ત્યાં સર્વિસ રોડની સમાંતર બ્રાંચ કેનાલની દીવાલ તૂટી પડવાથી રોડનો મોટો હિસ્સો ગમે ત્યારે બેસી જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદના કારણે થયેલા આ ધોવાણને પગલે રોડ પર સર્જાયેલો આ ભૂવો એટલો ઊંડો છે કે કોઈ અજાણ્યો વાહનચાલક રાત્રિના સમયે અહીં નીકળે તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. રાતે ભૂવો રાહદારીઓ માટે જોખમી બની શકે મુખ્યમંત્રીની હાજરીમાં જ્યારે નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હતું, ત્યારે તેનાથી માત્ર થોડા ડગલાં દૂર જ આવી ખતરનાક સ્થિતિનું હોવું એ તંત્રની લાપરવાહીની પરાકાષ્ઠા છે. સ્થાનિકોનું કહેવું છે કે, ગઈકાલે(5 જુલાઈ) સંબંધિત તંત્રના અધિકારીઓએ કાર્યક્રમના સ્થળની આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કરવાની તસ્દી પણ નહોતી લીધી. સર્વિસ રોડ પર સાંજ પડતા જ અંધારું રહેતું હોવાથી આ ભૂવો રાહદારીઓ માટે જોખમી બની રહેવાનો છે. જો વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થતા આખો રોડ પણ બેસી જવાની ભીતિ છે. તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવે છે? સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, નવા બ્રિજ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા સારી બાબત છે, પરંતુ જે હયાત માળખાગત સુવિધાઓ છે તેને સુરક્ષિત રાખવી પણ તંત્રની એટલી જ જવાબદારી છે. રોડને અડીને બ્રાંચ કેનાલની દીવાલ ધરાશાયી થવી અને રોડ પર ભૂવો પડવો એ સ્પષ્ટ કરે છે કે કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને જાળવણીમાં ભારે બેદરકારી રાખવામાં આવી છે. તંત્ર હવે આ ખાડાને પૂરીને પોતાની ભૂલ સુધારે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ઉના-અમરેલીના 55 ગામોમાં વીજળી ગુલ:રાજુલાનો ધાતરવડી-1 ડેમ ઓવરફ્લો; આજે 3 જિલ્લામાં રેડ તો 8માં ઓરેન્જ એલર્ટ
    Next Article
    સુરતમાં જગન્નાથજીની રથયાત્રા, શાહી વસ્ત્રો વૃંદાવનથી મગાવાયા:જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રા આ ખાસ વસ્ત્રો ધારણ કરશે, જાણો કિંમત અને વિશેષતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment