Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં જગન્નાથજીની રથયાત્રા, શાહી વસ્ત્રો વૃંદાવનથી મગાવાયા:જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રા આ ખાસ વસ્ત્રો ધારણ કરશે, જાણો કિંમત અને વિશેષતા

    15 hours ago

    ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતના ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 16 જુલાઈના રોજ સુરતમાં ઇસ્કોન મંદિર (જહાંગીરપુરા) દ્વારા યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી કયા રંગના અને કેવા પ્રકારના વસ્ત્રો પહેરીને નગરચર્યાએ નીકળશે તે અંગે ભક્તોમાં ભારે ઉત્સુકતા હતી. ઇસ્કોન મંદિરના સચિસુત કુમાર દાસે જણાવ્યું છે કે, આ વર્ષે ભગવાન જગન્નાથજી અને તેના ભાઈ-બહેન ખાસ વાદળી (બ્લુ) રંગના અત્યંત મનમોહક વસ્ત્રો ધારણ કરશે. આ વાદળી રંગના પરિધાન પર સોનેરી રંગની ઝીણી જરીનું નકશીકામ કરવામાં આવ્યું છે, જે ભગવાનના દિવ્ય સ્વરૂપની શોભામાં ચાર ચાંદ લગાવી દેશે. 3 લાખના શાહી વસ્ત્રો વૃંદાવનથી વિશેષ રૂપે તૈયાર થઈને આવ્યા ભગવાનના આ સુંદર વાઘાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પ્યોર સિલ્ક (શુદ્ધ રેશમ) કાપડમાંથી બનાવવામાં આવ્યા છે. આ આખો પોશાક શ્રીકૃષ્ણની પવિત્ર નગરી વૃંદાવનથી ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાવવામાં આવ્યો છે. આ દિવ્ય વસ્ત્રો તૈયાર કરવા પાછળ અંદાજે ₹3 લાખનો ખર્ચ થયો છે. સુરતવાસીઓ જ્યારે ભગવાનને આ ભવ્ય અને ચમકતા વાદળી વસ્ત્રોમાં સજ્જ જોશે ત્યારે તેઓ ભાવવિભોર થઈ જશે. ઇસ્કોન મંદિર દ્વારા આ સુંદર વસ્ત્રોની ઝલક રથયાત્રા પહેલાં જ જાહેર કરીને ભક્તોની આતુરતા બમણી કરી દેવામાં આવી છે. 15 કારીગરોએ દોઢ મહિનાની રાત-દિવસની મહેનતથી તૈયાર કર્યા વૃંદાવનના 15 જેટલા કુશળ કારીગરોએ સતત દોઢ મહિના સુધી રાત-દિવસ એક કરીને ખૂબ જ ઝીણવટપૂર્વક આ વસ્ત્રો પર સોનેરી જરીનું સુંદર હેન્ડવર્ક (હાથનું કામ) કર્યું છે. કાપડની પસંદગીથી લઈને તેના પર કરવામાં આવેલી સજાવટ ભગવાનની શાહી પરંપરાને અનુરૂપ છે. આ જ વસ્ત્રો પહેરીને ભગવાન રથ પર બિરાજમાન થશે અને હજારો ભક્તોને પોતાના આ નયનરમ્ય સ્વરૂપના દર્શન કરાવીને ધન્ય કરશે. શા માટે ભગવાનના વસ્ત્રો અને પૂજા સામગ્રી વૃંદાવનથી જ આવે છે? જ્યારે સચિસુત કુમાર દાસને પૂછવામાં આવ્યું કે ભગવાનના વસ્ત્રો દર વખતે વૃંદાવનથી જ કેમ મંગાવવામાં આવે છે? ત્યારે તેમણે આધ્યાત્મિક રહસ્ય ખોલતા જણાવ્યું કે, વૃંદાવન એ ભગવાનનું નિત્ય ધામ છે. પ્રભુએ જે લીલાઓ વૃંદાવનમાં પ્રગટ કરી છે, તેવી લીલા ક્યાંય નથી. ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રાજી કે રાધા-કૃષ્ણ માટે જે સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર સામગ્રી જોઈએ, તે માત્ર વૃંદાવનની પવિત્ર ભૂમિ પર જ ઉપલબ્ધ થાય છે. પૂજાની સામગ્રી હોય કે પ્રભુના દિવ્ય વાઘા, વૃંદાવનથી ચડિયાતી અને શ્રેષ્ઠ જગ્યા આખા બ્રહ્માંડમાં બીજી કોઈ હોઈ શકે જ નહીં. સુરત ઇસ્કોન રથયાત્રાનો સંપૂર્ણ રૂટ અને સમય આગામી 16 જુલાઈ, ગુરુવારના રોજ બપોરે 3:00 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી આ ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે. રેલવે સ્ટેશનથી નીકળીને આ યાત્રા રિંગ રોડ, અઠવાગેટ અને ગુજરાત ગેસ સર્કલ જેવા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે. નગરના ભક્તોને દર્શન આપતા આપતા ભગવાનનો રથ રાત્રે 9:00 વાગ્યે જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરે પહોંચશે, જ્યાં મહાઆરતી સાથે રથયાત્રાનું સમાપન થશે. મંદિર પ્રશાસન દ્વારા તમામ સુરતવાસીઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ મોટી સંખ્યામાં સ્ટેશન પર પધારે, ભગવાનના આ વાદળી રંગના સુંદર સ્વરૂપના દર્શન કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે.
    Click here to Read More
    Previous Article
    કેનાલના સર્વિસ રોડ પાસે દીવાલ ધરાશાયી થતાં મસમોટો ભૂવો પડયો:મોટી જાનહાનિ થવાની દહેશત, CMના લોકાર્પણના કાર્યક્રમથી 300 મીટરના અંતરે તંત્રની પોલ ખુલી
    Next Article
    Diljit Dosanjh’s Satluj removed by government, confirms RSVP; actor had predicted it

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment