Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉના-અમરેલીના 55 ગામોમાં વીજળી ગુલ:રાજુલાનો ધાતરવડી-1 ડેમ ઓવરફ્લો; આજે 3 જિલ્લામાં રેડ તો 8માં ઓરેન્જ એલર્ટ

    23 hours ago

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ વરસાદે અમરેલી જિલ્લાને ઘમરોળી નાખ્યો છે. ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. બીજી તરફ, ઉના-અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે PGVCL વર્તુળ ડિવિઝનને મોટું નુકસાન પહોંચ્યું છે. તોફાની પવન અને વરસાદને લીધે અમરેલીમાં 222 વીજપોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે ઉના, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના તાલુકાના 55 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો છે. અંધારપટ છવાઈ જતાં PGVCL વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની 6 જુલાઈની આગાહી મુજબ, ત્રણ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મેઘરાજાએ આંશિક વિરામ લીધો હોય તેમ સવારના 6થી 8 વાગ્યા સુધીમાં માત્ર 5 તાલુકામાં 1થી 2 મિમી વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો… અમરેલીમાં ભારે વરસાદી કહેર, ફાયર જવાનો દેવદૂત બન્યા ડેમોમાં પાણીની આવક અને જળસપાટી અપડેટ ભારે વરસાદને પગલે ગુજરાતના મહત્વના જળાશયોમાં પાણીની બંપર આવક થઈ રહી છે. તાપી જિલ્લાના પ્રખ્યાત ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો ઇનફ્લો અચાનક 6,293 ક્યુસેકથી સીધો વધીને 39,548 ક્યુસેક પર પહોંચી ગયો છે. પાણીની ભારે આવકને લીધે છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 1.04 ફૂટનો મોટો વધારો નોંધાતા સપાટી 309.78 ફૂટે પહોંચી ગઈ છે. હાલ સુરક્ષાના ભાગરૂપે હાઈડ્રો પાવર સ્ટેશન મારફતે નદીમાં 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તંત્ર પળેપળની સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યું છે. (5 જુલાઈના વરસાદની રાજ્યભરની પળેપળની અપડેટ)
    Click here to Read More
    Previous Article
    મોતનાં 3 કલાક પહેલા કોલ, ઓફિસમાં પાર્ટી કરી:દિલ્હીમાં નવવિવાહિતાનું ત્રીજા માળેથી પડી જવાથી મૃત્યુ, પરિવારે કહ્યું- આ આત્મહત્યા નહીં મર્ડર છે
    Next Article
    કેનાલના સર્વિસ રોડ પાસે દીવાલ ધરાશાયી થતાં મસમોટો ભૂવો પડયો:મોટી જાનહાનિ થવાની દહેશત, CMના લોકાર્પણના કાર્યક્રમથી 300 મીટરના અંતરે તંત્રની પોલ ખુલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment