Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMના હસ્તે 268 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:CMએ ભૂતકાળનો કિસ્સો યાદ કરી કહ્યું- આજે જીતુભાઈ માટે તાળીઓ પડવી જોઈએ, પૂર્વ શિક્ષણમંત્રીએ જંતરમંતરની ઘટનાને વખોડી

    1 day ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ ખાતે પધાર્યા હતા તેમના હસ્તે 268 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયું હતું. પ્રથમ તેમણે સ્વ.વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત તેજસ્વી દીકરીઓને સન્માનવા પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દિલ્હીના જંતરમંતર પર થયેલા આંદોલનને વખોડ્યું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવા ઓડિરોટીયમ સહિતના લીલીઝંડી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં જીતુ વઘાણીએ સમયના અભાવના કારણે પોતાની સ્પીચ ન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા મૂડમાં મજાક કરતા કહ્યું કે હું અગાઉ એક કાર્યક્રમમાં ન્હોતો બોલ્યો તો ખૂબ તાળીઓ પડી હતી તે જ તાળીઓ આજે જીતુભાઈ માટે પડવી જોઈએ. જ્યારે રાજકોટના લોકોને પૂછ્યું કે અહીં સફાઈ થાય છે કે નહીં ? તો કેટલાકે કહ્યું કે આજે થઈ હતી. વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટાડીને 1 ટકા પહોંચ્યો અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ ખાતે સ્વ. પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતેના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના જન્મ દિવસ નિમિતે વંદન કરું છું. વિજયભાઈનું જીવન સાદગી પૂર્ણ હતું. દરેક કાર્યકર્તા પ્રત્યે આત્મીયતાનો ભાવ હતો. ગરીબ, વંચિત , જરૂરિયાત મંદ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટાડીને 1 ટકા પહોંચ્યો છે. આ સાથે જ દીક્ષા ગ્રહણ કરનાર વિધાર્થીઓને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. 2047માં વિકસિત ભારતના સંકલ્પને પૂરું કરવામાં સામાજિક સંસ્થાઓનો ફાળો પણ મહત્વનો રહેશે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લાંબા સમય બાદ સ્ટેજ પર દેખાયા હતા તેમણે જણાવ્યું હતું કે, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે. આખા દેશે દિલ્હીમાં સંસ્કાર અને કુસંસ્કાર વચ્ચેનો ભેદ જોયો. સાંભળી ન શકાય તેવી ભાષાનો ઉપયોગ થયો હતો. જેથી આક્રોશ ગમે તેટલો હોય પરંતુ સંસ્કાર ભૂલવા ન જોઈએ. મનપાના 13 જેટલા વિકાસકામોનુ લોકાર્પણ થયું જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં તેમના હસ્તે રાજકોટ મનપાના 13 જેટલા વિકાસકામોનુ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ. જેની કુલ કિંમત 153.35 કરોડ હતી. આ ઉપરાંત મનપાના 13 જેટલા વિકાસકામોનુ લોકાર્પણ થયું. જેની કુલ કિંમત 94.42 કરોડ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવનિર્મિત ઓડિટોરિયમ, ન્યૂ લાઇબ્રેરી અને હેલ્થ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પછી મુખ્યમંત્રીએ મજાકના મૂડમાં જણાવ્યું હતું કે, આજે જીતુભાઈએ સ્પીચ આપવાની ના પાડી. એક કાર્યક્રમમાં ન્હોતો બોલ્યો તો ખૂબ તાળીઓ પડી, આજે જીતુભાઈ માટે પડવી જોઈએ હું ધારાસભ્ય હતો ત્યારે યોગ ક્લાસિસમાં ગયો હતો. મને કહ્યું તમે બોલશો. મેં ના પાડી બોલવાની તો ખૂબ તાળીઓ પડી. એટલી જ તાળીઓ આજે જીતુભાઈ માટે પડવી જોઈએ. દરેક વખતે બોલવું જરૂરી હોતું નથી. વિકાસ કેવો હોય, કેટલો હોય એ પ્રધાનમંત્રીએ આપણને અનુભવ કરાવ્યો છે. બધાનો સ્વભાવ હોય કે જેમ જેમ ફેસેલીટી વધતી જાય તેમ તેમ નવી નવી ફેસેલીટીની ઝંખના હોય.યોગા કરીએ તો આયુષ્માન કાર્ડની જરૂર ન પડે, યોગા ન કરીએ તો આયુષ્માન કાર્ડ તો છે જ. વિકાસને બે રીતે જોવો જોઈએ આર્થિક અને સામાજિક.આ બન્ને પેરેલલ થાય એ જરૂરી છે.મનપામાં જે નવા રોડ બનાવવાના હોય તે RCCના બને તેવો નિર્ણય છે. કોમનવેલ્થમાં 39 મેડલ આપણને મળ્યા છે. ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે ત્યારે ગુજરાતના ખેલાડીઓ મેડલ લાવે તો ગુજરાતનું ગૌરવ વધે. આ કાર્યક્રમમાં નેહલ શુક્લે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, આજે આપે મહાનગરપાલિકાના 250 કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા છે અને આ કામોનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી આપ જ્યારે આવો ત્યારે બીજા રૂ.2500 કરોડના ખાતમુહૂર્ત કરો તેવી આશા રાખીએ. જેનો જવાબ આપતા મુખ્યમંત્રીએ રાજકોટના મેયર નેહલ શુક્લને ટકોર કરતા જણાવ્યું હતું કે, વિકાસ કામો માટે જેટલું જોશે એટલું આપીશું.અમારા પાસે જેટલું હસે એ આપીશું પણ કામ ક્વોલિટીવાળું કરજો.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શાંતિ રેલીમાં આત્મઘાતી હુમલો, 14નાં મોત:યુવકે પોલીસ સ્ટેશનમાં જઈને બ્લાસ્ટ કર્યો, 20 લોકો ગંભીર રીતે ઘાયલ; કંપારી છોડાવતા દૃશ્યો
    Next Article
    03 ઓગસ્ટનું અંકફળ:અંક 4, 8 અને 9ના જાતકો માટે પ્રગતિનો યોગ, અંક 1 અને 6ના લોકોએ સાવધાની રાખવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment