Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વરસાદી છાંટા વચ્ચે 14 મંડળો દ્વારા શ્રીજીનું ધામધૂમથી આગમન:આઝાદ ચોકમાં મહેરામણ ઉમટ્યું; ડીજે અને નાસિક ઢોલના તાલે ઝૂમ્યા ગણેશભક્તો

    11 hours ago

    ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડ શહેરમાં ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાના આગમનની ભવ્ય શરૂઆત થઈ છે. ગત રાત્રે શહેરમાં લગભગ 14 ગણેશ મંડળો દ્વારા ડીજેના તાલ અને નાસિક ઢોલના ધબકાર સાથે શ્રીજીનું આગમન કરાવવામાં આવ્યું હતું. ભક્તોના ભારે ઉત્સાહ અને આતશબાજી વચ્ચે આખો વિસ્તાર ‘જય ગણેશ’ ના નાદથી ગુંજી ઊઠ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ભક્તોનો ઉત્સાહ શ્રીજીના આગમન સરઘસ દરમિયાન અચાનક વરસાદના છાંટા શરૂ થયા હતા. વરસાદથી બચવા મંડળના કાર્યકર્તાઓ પ્રતિમાને પ્લાસ્ટિકથી સુરક્ષિત કરતા જોવા મળ્યા હતા. જોકે, વરસાદી ઝરમર વચ્ચે પણ ગણેશ ભક્તોના આનંદ અને ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો ન હતો. આઝાદ ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા વલસાડના આઝાદ ચોક ખાતે શ્રીજીના આગમન, દર્શન અને આકર્ષક આતશબાજી જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. શ્રીજીની એક ઝલક મેળવવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક ભક્તો પોતાના મોબાઈલમાં આ ક્ષણોના ફોટા અને વીડિયો ઉતારતા નજરે પડ્યા હતા. ધાર્મિક ગીતો અને ગરબા સાથે સ્વાગત ડીજે અને નાસિક ઢોલના તાલે યુવાનો અને ભક્તોએ ગરબા રમીને શ્રીજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. વલસાડ એસપી દ્વારા ડીજે સંચાલકોને માત્ર ધાર્મિક ગીતો જ વગાડવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશનું પાલન કરીને આગમન યાત્રા દરમિયાન ડીજે પર ધાર્મિક સંગીત જ વગાડવામાં આવ્યું હતું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ગણેશ મંડળોના આગમનને કારણે આઝાદ ચોક અને સ્ટેડિયમ રોડ પર ભારે ભીડ અને વાહનવ્યવહારની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા જાળવવા વલસાડ સિટી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ સમગ્ર માર્ગ અને કાર્યક્રમ પર સતત વોચ રાખી હતી.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડના મહિનામાં ફરી નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ભાવનગરમાં રેલવે કોલોનીના ક્વાર્ટરમાંથી દારૂની બોટલો, સ્ટીકરો જપ્ત; 14 મોત બાદ પણ બુટલેગરો ના સુધર્યા
    Next Article
    ખંભાલિડાની 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાની હાલત દયનીય:15 વર્ષ પહેલાં ખાતમુહૂર્ત, 16 કરોડનો ખર્ચ થયો : હજુ લોકાર્પણ કરાયું નથી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment