Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    03 ઓગસ્ટનું અંકફળ:અંક 4, 8 અને 9ના જાતકો માટે પ્રગતિનો યોગ, અંક 1 અને 6ના લોકોએ સાવધાની રાખવી

    12 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… શરૂઆતમાં આશા મુજબ સફળતા મળવામાં શંકા રહેશે અને દરેક કાર્યમાં વિલંબ તથા અસ્થિરતા અનુભવાશે. આગળના દિવસોમાં સુધારો થવાથી તમે ઇચ્છિત રીતે આગળ વધી શકશો. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે અને દિવસના અંતે વ્યસ્તતા વધી જશે. સાંજનો સમય ચિંતાજનક રહેશે. કામ ન થઈ શકવાને કારણે તણાવ થઈ શકે છે. રાત સુધીમાં સ્થિતિમાં સુધારો થશે. કરિયર: નોકરીમાં અધિકારીઓ અનુકૂળ રહેશે. વેપાર-ધંધામાં સુધારો થશે. લવ: પ્રેમ સંબંધોનો અંત શક્ય છે. નવી મિત્રતામાં વિચારીને આગળ વધો. લકી નંબર: 4-7-9 લકી કલર: વાદળી શું કરવું: શ્રીરામ નામના જાપ કરો. સવારના સમયે તણાવ અને બેચેની થઈ શકે છે. આત્મનિયંત્રણમાં રહો. બીજા પર નિર્ભર ન રહો અને નાણાકીય બાબતોમાં કોઈના પર ભરોસો ન કરો. આવક સારી રહેશે, પણ સાથે કામ પણ ખૂબ કરવું પડશે. સંતાનના કાર્યોને લઈને શંકાની સ્થિતિ રહેશે. બપોરે નવી માહિતી મેળવવાની ઈચ્છા થશે. વૈચારિક ક્રાંતિ રહેશે. આવકમાં સુધારો થશે. સાંજનો સમય સારો રહેશે. સફળતા અને સુખ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં યાત્રાનો યોગ છે. નોકરી બદલવાનું મન થશે. લવ: પ્રેમમાં અતિ ઉત્સાહમાં વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સહયોગ મળશે. લકી નંબર: 1-4-5 લકી કલર: કથ્થઈ શું કરવું: ગરીબોને જૂના પગરખાંનું દાન કરો. સવારનો સમય અનાવશ્યક પરેશાનીઓ ઊભી કરી શકે છે. પરંતુ સંયમ રાખવાથી આગળ જઈને લાભ થશે. સંતાનની ચિંતા પણ થઈ શકે છે. બપોરે નાણાકીય બાબતો સારી રહેશે. નવા સંપર્કો બનશે અને મોસાળ પક્ષ તરફથી લાભ થશે. પરિવારનો સાથ મળશે. યાત્રા પર જવાની તક મળી શકે છે. સાંજે પણ સમય સારો રહેશે. સફળતા મળશે અને આવકમાં વધારો થશે. કરિયર: કાર્યસ્થળ પર વિવાદ થશે. નોકરી છોડવાનું મન થશે. વેપાર સામાન્ય રહેશે. વરિષ્ઠો તરફથી યોગ્ય દિશામાં આગળ વધવાની સલાહ મળશે. કાર્યસ્થળ પર સન્માન વધશે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ પ્રસ્તાવ સફળ રહેશે. લકી નંબર: 4-6-9 લકી કલર: સફેદ શું કરવું: ગરીબોને આર્થિક મદદ કરો. આજનો દિવસ સારો રહેશે, સમય તમામ પ્રકારે શક્તિશાળી બનાવવા વાળો છે. આવક ઉત્તમ રહેશે. કોઈ મોટું કામ થઈ શકે છે. ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે. વિવાદિત મામલાઓમાં તમારો પક્ષ મજબૂત થશે. ખૂબ વ્યસ્તતા ભરેલો દિવસ હોઈ શકે છે. માતા-પિતા તરફથી સહયોગ મળશે. ધાર્મિક-સામાજિક ઉત્સવમાં જવાની તક મળી શકે છે. કરિયર: કારોબારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં પ્રભાવ વધશે. લવ: નવા મિત્રો બનશે અને વૈવાહિક જીવનમાં કડવાશ સમાપ્ત થશે. સાંજે ફરવા જવાની તક મળશે. લકી નંબર: 2-4-7 લકી કલર: મરૂન શું કરવું: ગરીબોને તેલનું દાન કરો. સવારના સમયે આવક સારી રહેશે, પરંતુ કામ ખૂબ વધારે પ્રમાણમાં કરવું પડશે. યાત્રાનો યોગ પણ બનશે. ઘણી જગ્યાએ પોતાને નબળા અનુભવશો. મજાક પણ ઉડી શકે છે. પરિવારના લોકો સાથ આપશે. બપોરના થોડા સમય સિવાય બાકીના દિવસમાં આવક સારી જળવાઈ રહેશે. દિવસના અંતે અનાવશ્યક ખર્ચ પણ થશે. કિંમતી સામાનની સુરક્ષા કરો. વાહનનો ઉપયોગ કરવામાં પણ સાવધાની રાખો. રાત્રે ઘરમાં જ રહો. કરિયર: કારોબારમાં તણાવ રહેશે અને નોકરીમાં ખુશ થવાની તક મળશે. લવ: માતા તરફથી સ્નેહ મળશે. સંતાનનો સહયોગ અને જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 1-4-8 લકી કલર: કેસરી શું કરવું: દુર્ગાજીની સામે ઘીનો દીવો કરો. સાચું કામ કરશો તો પણ ઘણી સમસ્યાઓ એકસાથે ઊભી થઈ જશે. પૈસાનો ખર્ચ થશે અને પરેશાની પણ આવશે. આવકની કમી રહેશે. બપોર પછી તેમાં સુધારો થશે. સાચી દિશા મળશે અને સહયોગ પણ મળશે. અટકેલા પૈસા મળવાની શક્યતા બનશે. જમીન સંબંધિત કાર્યોમાં પણ સફળતા મળશે. અજાણ્યો ભય પણ રહેશે. સાંજે આવકની સારી સ્થિતિ બનશે. સહયોગ મળશે અને વાહનથી કષ્ટ થઈ શકે છે. કરિયર: નોકરીમાં પ્રદર્શન સારું રહેશે અને વેપારમાં યોજનાઓ સફળ થશે. પ્રોજેક્ટ સફળ થશે. લવ: પ્રેમમાં અનુભવ સારો નહીં રહે. વૈવાહિક જીવન સામાન્ય રહેશે. લકી નંબર: 4-7-9 લકી કલર: લીલો શું કરવું: શિવલિંગ પર દૂધ અર્પણ કરો. શરૂઆતમાં આવકના મામલામાં રાહત રહેશે, પરંતુ મન વિચલિત રહેશે. બધી રીતે સક્ષમ હોવા છતાં મનપસંદ કામ મળવામાં મુશ્કેલી આવી રહી છે. બપોરે પરેશાનીઓ વધેલી રહેશે. અનાવશ્યક ખર્ચ થવાની શક્યતા છે. અડચણો દૂર કરવા માટે જાતે પ્રયાસ કરવો પડશે. સાંજથી રાહત મળશે. આશાતીત સફળતા મળશે. સંતાન તરફથી સહયોગ મળશે. કામમાં ઝડપ આવશે. કરિયર: વેપાર સારો રહેશે અને દિવસના અંતે કામ સરળતાથી પતાવવામાં અનુકૂળતા રહેશે. નોકરીમાં અધિકારીઓ પરેશાન કરશે. લવ: પ્રેમમાં અડચણ આવી શકે છે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 1-4-8 લકી કલર: લાલ શું કરવું: શ્રીરામને દૂધ અને સાકરનો ભોગ ધરાવો. દિવસની શરૂઆત સુખપૂર્વક થશે. કામમાં મન લાગશે અને સંસાધનો પ્રાપ્ત થશે. દિવસના મધ્યમાં કામની પ્રશંસા થશે અને વિરોધીઓ તમારા પક્ષમાં રહેશે પરંતુ વ્યસ્તતા ખૂબ વધારે રહેશે. ભાઈઓ તરફથી પણ સહયોગ મળશે. દિવસના અંતે જમીન-મકાન સંબંધિત કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં તમારો પક્ષ મજબૂત થશે. પગમાં ઈજા થવાનો ભય છે. ઝેરી જીવજંતુના કરડવાથી પણ સાવધાની રાખો. કરિયર: કારોબારમાં સમય સામાન્ય રહેશે. નોકરીમાં કામનો બોજ વધારે રહેશે. લવ: વૈવાહિક પ્રસ્તાવો મળશે અને પ્રેમમાં સફળતા મળશે. લકી નંબર: 2-4-7 લકી કલર: પીળો શું કરવું: શિવજીને ઘીનો દીવો કરો. સવારના સમયે સંતાન તરફથી સુખ મળશે અને કાર્યક્ષેત્રનો વિકાસ થશે. આવકમાં સુધારો રહેશે. કામોમાં સફળતા મળશે. દિવસના મધ્યમાં વિચલિત કરવા વાળી ઘટના બની શકે છે અને ઉત્સાહમાં કમી આવશે. કોઈ અણબનાવ અથવા અસહજ ઘટનાથી મન અશાંત થઈ શકે છે. મહેનત પ્રમાણે આવક નહીં થઈ શકે. દિવસના અંતે ફરીથી પરિસ્થિતિઓમાં સુધારો થશે અને માનસિક શાંતિનો અનુભવ કરશો. કરિયર: આર્કિટેક્ટ, કન્સલ્ટન્ટ વગેરે માટે સમય ઉત્તમ રહેશે અને નોકરીમાં સમય સામાન્ય રહેશે. ઘરેલુ સમસ્યાઓ વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં અડચણ બની શકે છે. લવ: પ્રેમમાં અતિરેક ન કરો. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 1-4-6 લકી કલર: વાદળી શું કરવું: મહાકાળી માતાને એક લીંબુ અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    CMના હસ્તે 268 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:CMએ ભૂતકાળનો કિસ્સો યાદ કરી કહ્યું- આજે જીતુભાઈ માટે તાળીઓ પડવી જોઈએ, પૂર્વ શિક્ષણમંત્રીએ જંતરમંતરની ઘટનાને વખોડી
    Next Article
    03 ઓગસ્ટનું ટેરો રાશિફળ:સિંહ રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી, ધન રાશિના જાતકો માટે ઊર્જાથી ભરેલો દિવસ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment