Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભાનુશાલી સમાજ દ્વારા ત્રિવેણી મહોત્સવ:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ઓધવ ભવન’નું લોકાર્પણ

    6 days ago

    વલસાડની ધરા પર આગામી 22 માર્ચના રોજ ભાનુશાલી સમાજ દ્વારા એક ઐતિહાસિક પ્રસંગ ઉજવાવા જઈ રહ્યો છે. ધરમપુર ચોકડી પાસે નવનિર્મિત ‘ઓધવ ભવન’નું લોકાર્પણ અને પરમ પૂજ્ય વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી ભવનનું લોકાર્પણ કર્યુ. ​19 થી 25 માર્ચ દરમિયાન ભવ્ય આયોજન ​શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ, વલસાડ દ્વારા આયોજિત આ મહોત્સવમાં સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પરથી શરદભાઈ વ્યાસ (દાદા) કથામૃતનું પાન કરાવી રહ્યા છે. સમગ્ર મહોત્સવ પૂજ્ય સંત હરિદાસજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ યોજાશે રાજકીય મહાનુભાવોની હાજરી ​લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપ પ્રદેશ સંગઠનના મહાનુભાવો પણ હાજર રહેશે. ભાનુશાલી સમાજના આધુનિક સુવિધાયુક્ત ભવનના નિર્માણથી વલસાડ અને દક્ષિણ ગુજરાતના સમાજ શ્રેષ્ઠીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘મારા જગન્નાથ અમને છોડીને જતા રહ્યા...’:રાતોરાત મંદિરમાંથી ગાયબ થયા ભગવાન, ભક્તો રડી પડ્યા; પૂજારીએ વીડિયોમાં કહ્યું- મને માર માર્યો, ગાળો અપાઈ
    Next Article
    ટ્રાફિક જંકશનો પર તડકામાંથી રાહત માટે નેટ લગાવાઈ:ટુ વ્હીલર ચાલકોને ગરમીનો સામનો ઓછો કરવો પડશે, અમદાવાદના 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લાગશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment