Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા દિવસે જ અફઘાન સામે ભારત ડ્રાઇવિંગ સીટ પર:કેએલ રાહુલ અને કેપ્ટન ગિલની સેન્ચુરી, સાઈ સુદર્શન-રિષભ પંતની ફિફ્ટી; ઈન્ડિયાનો સ્કોર 368/3

    1 week ago

    ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા દિવસે 3 વિકેટના નુકસાને 368 રન બનાવ્યા છે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. શનિવારે પ્રથમ દિવસના સ્ટમ્પ્સ સુધીમાં ત્યાં સુધીમાં શુભમન ગિલ અને રિષભ પંત અણનમ પરત ફર્યા હતા. કેપ્ટન શુભમન ગિલે અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 100 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત 50 રન બનાવીને ક્રિઝ પર અણનમ રહ્યો છે. આ સિવાય સાઈ સુદર્શને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમને 2 વિકેટ મળી હતી, જ્યારે ઝિયાઉર રહમાન શરીફીના ખાતામાં એક વિકેટ ગઈ હતી. આ મેચની ખાસ વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read More
    Previous Article
    As police search for Khan sir, students gather in support outside Patna institute
    Next Article
    કેપ્ટનશિપ જતા જ મહારાષ્ટ્રના CMને મળ્યો સૂર્યા:ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી ખળભળાટ, પોલિટિકલ પાવર બતાવ્યો કે ભાજપમાં જોડાશે? અચાનક હકાલપટ્ટી પાછળનું અસલી કારણ શું?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment