Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM 21 માર્ચે રાજકોટ આવે તેવી શક્યતા:ચૂંટણી પૂર્વે રૂ.751 કરોડનાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવા તૈયારીઓ શરૂ, CMOમાંથી સત્તાવાર પુષ્ટિની રાહ

    2 days ago

    રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પડઘમ વાગવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આ મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વિકાસ કાર્યોને વેગ આપી જનતા સમક્ષ નવા પ્રોજેક્ટ્સ મૂકવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકોટ તેડાવી કરોડોનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવવા માટે મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના પ્રવાસનું આયોજન અને સમયની માંગણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 21 થી 23 માર્ચ દરમિયાન વિવિધ કાર્યક્રમો માટે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) પાસે સમય માંગવામાં આવ્યો છે. સચિવાલયના સૂત્રો અને સ્થાનિક નિર્દેશો મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભવતઃ 21 ના શનિવારે રાજકોટની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતા છે. CMOમાંથી સત્તાવાર પુષ્ટિની જોવાતી રાહ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ કે ટેલિફોનિક માધ્યમથી મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે અને પ્રોટોકોલ મુજબની તૈયારીઓ આરંભી દીધી છે. જોકે, હજુ સીએમઓમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, પરંતુ તંત્ર શનિવારને ગ્રાઉન્ડ લેવલ પર ફાઇનલ માનીને કામ કરી રહ્યું છે. રૂ. 751 કરોડના વિકાસ કામોની ભેટ: લોકાર્પણ અને ખાતમુહુર્ત રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 751 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ પૈકી મોટાભાગના કામો તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. ચૂંટણી લક્ષી વ્યૂહરચના અને જાહેર સભા રાજકીય વિશ્લેષકોના મતે, વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાનની આગામી તા. 31 ની મુલાકાત પછી રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતાને કારણે કોઈ પણ નવા કામો શરૂ કરી શકાતા નથી, તેથી રાજ્ય સરકાર વિકાસ કામોના પ્રચાર-પ્રસાર માટે આ તક ઝડપી લેવા માંગે છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની એક વિશાળ જાહેર સભાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે, જે એક રીતે આગામી મહાપાલિકા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ સમાન બની રહેશે. મનપા કમિશ્નર દ્વારા સીએમઓમાંથી સમય માંગવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની આ મુલાકાત માટે મનપા કમિશ્નર દ્વારા સીએમઓમાંથી સમય માંગવામાં આવ્યો છે. જોકે હજુસુધી સીએમઓમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને શનિવારના સંભવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ પસંદગી ઉપરાંત અન્ય વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના આઝાદ હિન્દ ગોલામાં ફૂડ વિભાગનું ચેકીંગ:ફ્લેવર સિરપ અને માવા રબડી સહિત 6 નમૂના લેવાયા, 8 વેપારીને લાયસન્સની નોટિસ
    Next Article
    CAAA દ્વારા આર્ટિકલશિપ મેળો સફળ:34 પ્રતિષ્ઠિત ફર્મ્સ અને 100 ભાવિ સીએ વચ્ચે સ્માર્ટ ટેકનોલોજીથી પ્લેટફોર્મ પૂરું પડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment