Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CAAA દ્વારા આર્ટિકલશિપ મેળો સફળ:34 પ્રતિષ્ઠિત ફર્મ્સ અને 100 ભાવિ સીએ વચ્ચે સ્માર્ટ ટેકનોલોજીથી પ્લેટફોર્મ પૂરું પડાયું

    2 days ago

    અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (CAAA) દ્વારા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ત્રીજા આર્ટિકલશિપ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યારે 34 જાણીતી CA ફર્મ્સ ઉપસ્થિત રહી હતી. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ વર્ષના સીએ વિદ્યાર્થીઓને તેમની પસંદગી મુજબની ફર્મ સાથે જોડીને આર્ટિકલશિપની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાનો હતો. સ્માર્ટ ટેકનોલોજીથી મેચમેકિંગ આ મેળો પરંપરાગત જોબ ફેર કરતા અલગ હતો. અહીં ટેક-સક્ષમ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઓડિટ, ટેક્સેશન અને GST જેવા પોતાના રસના ક્ષેત્રો અગાઉથી જણાવ્યા હતા. બીજી તરફ, કંપનીઓએ પણ પોતાના માપદંડ આપ્યા હતા. સ્માર્ટ ડેશબોર્ડ દ્વારા બંને પક્ષોનું સચોટ મેપિંગ કરી શોર્ટલિસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે સ્થળ પર જ અર્થપૂર્ણ ઇન્ટરવ્યુ શક્ય બન્યા હતા. નિષ્ણાતોનો અભિપ્રાય CAAAના પ્રમુખ રૂષભ શાહે જણાવ્યું હતું કે, આ માળખાગત સુધારાથી પ્લેસમેન્ટમાં રહેલી અરાજકતા દૂર થઈ છે અને વિદ્યાર્થીઓને યોગ્ય તક મળી છે. મુખ્ય સંયોજક બિશન શાહે ઉમેર્યું કે, આ પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓને ફર્મની કાર્ય સંસ્કૃતિ અને શીખવાની તકો વિશે જાણવાનો મોકો મળ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સેક્રેટરી આશીષ શર્મા અને કો-ઓર્ડિનેટર મયુર મોઢાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    CM 21 માર્ચે રાજકોટ આવે તેવી શક્યતા:ચૂંટણી પૂર્વે રૂ.751 કરોડનાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવા તૈયારીઓ શરૂ, CMOમાંથી સત્તાવાર પુષ્ટિની રાહ
    Next Article
    Akshay Kumar Recalls Spooky Incident At Home, Says Twinkle Khanna Kept Saying "There's Something Here"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment