Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMની હાકલ ને ઉમેદવારોની ફજેતી:ચૂંટણી પહેલા આદિવાસીઓ તંત્રથી નારાજ, ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 19 અને 20 એપ્રિલે વરસાદની વકી

    6 days ago

    CM ભૂપેન્દ્ર પટેલની હાકલ અને ઉમેદવારોની ફજેતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારોને હાકલ કરી રહ્યા છે કે આ વખતે એવી જીત અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ન આવે.. તો બીજી તરફ પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારોને લોકો બરાબરના તતડાવી રહ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આદિવાસીઓમાં રોષ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવસારી નગરપાલિકા સામે આદિવાસીઓનો આક્રોશ. રસ્તા પહોળા કરવાના અભિયાનમાં 41 આદિવાસી વસાહતો પર ડિમોલીશનનું જોખમ તોળાતા રેલી કાઢી વિરોધ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધારાસભ્ય કુમાર કાનાણીએ AAP પર કટાક્ષ કર્યો ધારાસભ્ય કુમાર કાનાણીએ આપ પર કટાક્ષ કર્યો. .કહ્યું સત્તામાં આવવાના નથી એટલે વરાછામાં તાજમહેલ લાવી દેવાના વાયદા પણ કરી શકે છે. સાથે જ પોતાના પત્રો વિશે કહ્યું કે તેમના પત્રોથી ભલભલાના પરસેવા છૂટી જાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોસાયટીના લોકોને મધુ શ્રીવાસ્તવની ધમકી વડોદરાના વોર્ડ નં 15ની કેટલીક સોસાયટીમાં બેનર્સ લાગ્યા હતા કે આ સોસાયટી રામ ભક્તોની છે, કોંગ્રેસે પ્રવેશ કરવો નહીં. જેનો મધુ શ્રીવાસ્તવે ધમકીભર્યો જવાબ આપ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ ઉમેદવાર અતુલ મિશ્રા પર દબાણના આક્ષેપ અમદાવાદના ચાંદખેડામાં ભાજપના ઉમેદવાર પર અતુલ મિશ્રા પર ગેરકાયદેસર બાંધકામ અને સોસાયટીની કોમન જગ્યા પચાવી પાડવાના ગંભીર આક્ષેપો થયા છે.કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરીએ તેમની પોલ ખોલી. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું સુરતના સચિન જીઆઈડીસીમાંથી ઝડપાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી.. પોલીસ અને SOGની ટીમે અહીંથી 2000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થા સાથે 2ની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગથી નુક્શાન સુરતમાં રિંગ રોડ પર આવેલા મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ લાગી..7 સ્ટેશનની 14 ગાડીઓએ ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાની નથી..જો કે વેપારીઓને મોટું આર્થિક નુક્સાન થયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ABVPના કાર્યકરોએ પ્રાથમિક સુવિધા મામલે વિરોધ સાબરમતીમાં આવેલી મેડિલીંક નર્સિંગ ઈન્સ્ટિટ્યુટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ એબીવીપીએ વિરોધ કર્યો..સત્તાધીશોએ દરવાજા બંધ કરી દેતા કાર્યકરોએ દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો અને મેઈન સ્વીચ બંધ કરી દીધી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મસાજ પાર્લરની આડમાં ચાલતો દેહ વ્યાપાર ગાંધીનગરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ.. કુડાસણના કિંગ ધ લક્ઝરી હમામ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડ્યો . મહિલા સંચાલકને ઝડપી પાડવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 અને 20 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી 19 અને 20 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના બે સહિત 7 જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ટિકિટ ન મળતા આર્મીમેન રડી પડ્યા:કાનાણીએ કહ્યું- સત્તામાં આવવાના નથી એટલે તાજમહેલ લાવી દેવાના વાયદા કરશે, ડિમોલિશન-પૈસા લેવા મુદ્દે ભાજપ ઉમેદવારની જાહેરમાં ફજેતી
    Next Article
    વલસાડ SOGએ ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઝડપ્યું:હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરતા 3 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment