Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિકિટ ન મળતા આર્મીમેન રડી પડ્યા:કાનાણીએ કહ્યું- સત્તામાં આવવાના નથી એટલે તાજમહેલ લાવી દેવાના વાયદા કરશે, ડિમોલિશન-પૈસા લેવા મુદ્દે ભાજપ ઉમેદવારની જાહેરમાં ફજેતી

    6 days ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર ગઇકાલે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી(16 એપ્રિલ) રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે. ગઇકાલે મહેસાણાથી CM ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યાં તેમણે હુંકાર કર્યો કે આ વખતે એવો વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ના આવે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નેતાઓએ પોતાની બધી લાજ શરમ નેવે મૂકી હતી. ચૂંટણી જીતવા માટે નીતિ ભૂલ્યા હતા. હરિફાઇ ન રહે તે માટે સામા પક્ષના ઉમેદવારોને લોભ આપીને, ડરાવી ધમકાવીને સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઇ હતી. ગઇકાલના રાજકીય ઘટનાક્રમને જોતા એક વાત તો ચોક્કસથી કહી શકાય કે આ વખતની ચૂંટણી ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવે તેવી ચૂંટણી બની રહેવાની છે. વડોદરામાં ટિકિટ ન મળતા આર્મીમેન રડી પડ્યા હતા. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ AAP પર કટાક્ષ કરતા જણાવ્યું કે, આ લોકો સત્તામાં આવવાના નથી એટલે વરાછામાં આગ્રાનો તાજમહેલ લાવી દેવાના પણ ખોટા વાયદા કરી શકે છે. તો વોર્ડ નંબર 7 (કતારગામ-વેડ) વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલિશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા હતા. ‘વહેલા બેનરો ઉતારી લેજો નહીં તો ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે’ વડોદરાના વોર્ડ 15માં બે દિવસ અગાઉ કેટલીક સોસાયટીમાં બેનરો લાગ્યા હતા કે આ સોસાયટી રામ ભક્તોની છે જેથી કોંગ્રેસે અહીં પ્રવેશ કરવો નહીં. આ મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી રામભક્ત છીએ અને સનાતની છીએ. અમે અમારી જમીનો વેચીને હનુમાનજીની ઊંચી પ્રતિમા બનાવી છે. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. વહેલા બેનરો ઉતારી લેજો નહીં તો ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું વડોદરામાં આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ વોર્ડ નંબર 19માં ભાજપ અને કોંગ્રેસ બંને સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ટિકિટ ન મળવાથી નારાજ ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેમણે ચૂંટણી જીત્યા પછી જનતા માટે કામ કરવાની અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. AAPના કાર્યાલય પર SMC ત્રાટકતા હોબાળો સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ AAP પર કટાક્ષ કરતા જણાવ્યું કે, આ લોકો સત્તામાં આવવાના નથી એટલે વરાછામાં આગ્રાનો તાજમહેલ લાવી દેવાના પણ ખોટા વાયદા કરી શકે છે. તો વોર્ડ નંબર 7 (કતારગામ-વેડ) વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલિશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા હતા. તો કતારગામમાં આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તપાસ હાથ ધરતા કાર્યકરો અને નેતાઓ લાલઘૂમ થયા હતા. વાસણામાં ભાજપના ઉમેદવારો અને લાંભામાં પૂર્વ કોર્પોરેટરને સ્થાનિકોએ ઘેર્યા અમદાવાદમાં ગઈકાલે રાત્રે વાસણાના ગુપ્તાનગરમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકોએ તેમને ઘેરી લીધા અને સમસ્યાઓનો લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. લાંભા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડે ફરી ઉમેદવારી નોંધાવી છે. જેથી ગઇકાલે રાત્રે સમર્થકો સાથે હિના પાર્ક વિસ્તારમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા હતા. જો કે તે સમયે પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડ લોકોના રોષનો ભોગ બન્યા હતા. પ્રચાર માટે આવેલા કાળુ ભરવાડને સ્થાનિકોએ ઘેરી લીધા હતા. સ્થાનિકોએ ઉમેદવારનો વિરોધ કરી પાણીની સમસ્યા દૂર કરવા માટે રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડતું નથી. પીવાનું પાણી પણ આવતું અને કોઈ ટેન્કર પણ મોકલી આપતું નથી. મોટી સંખ્યામાં લોકોએ રોષે ભરાઈને વિરોધ કરતા ઉમેદવારને પ્રચાર અધૂરો મૂકીને જતા રહેવું પડ્યું હતું. ચાંદખેડા વોર્ડમાં ભાજપ ઉમેદવારના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રા પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજશ્રીબેન કેસરીના જણાવ્યા મુજબ, અતુલ મિશ્રાએ સોસાયટીના નિયમોનું ઉલ્લંઘન કરીને અનેક ગેરકાયદે કૃત્યો કર્યા છે. બે ફ્લેટ વચ્ચેની 10 ફૂટની માર્જિનની જગ્યામાં ગેરકાયદે બગીચો અને શેડ બનાવી દીધો છે. સોસાયટીની કોમન જગ્યામાં મંજૂરી વગર દરવાજો પાડીને કબજો કર્યો છે. બીજા ફ્લેટના માર્જિનમાં પણ શેડ બનાવીને ખાનગી પાર્કિંગ ઊભું કરી દીધું છે. આ ભાજપના કેવા ઉમેદવાર છે જે પોતે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે. ચાંદખેડાની જનતાને એવા નગરસેવકની જરૂર છે જે વિકાસ કરી શકે. જેનાથી સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે એવા વ્યક્તિને શું નગરસેવક બનાવી શકાય? જે દબાણ કરી શકે તે બીજું શું નહીં કરે?, જેથી આવા ઉમેદવારોથી દૂર રહેવું જોઈએ. કોંગ્રેસ 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 40 સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારવામાં આવ્યા છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. 10 ધારાસભ્યોનો પણ કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય અને પ્રવક્તાઓને ઉમેદવારોના પ્રચાર માટેની જવાબદારી સોંપવામાં આવી છે. કુલ 1,559 ઉમેદવારીપત્રક પાછા ખેંચાયાં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ઉમેદવારી પત્રક પાછાં ખેંચવાની સમય મર્યાદા પુરી થતાં મહાનગર પાલિકામાંથી, નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતમાંથી કુલ 1,559 ઉમેદવારીપત્રક પાછા ખેંચાયાં હતાં. જેના પરિણામે મહાનગરપાલિકાની 35, નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની 340 અને પેટા ચૂંટણીની 3 એમ 342 સહિત બધી મળીને કુલ 378 બેઠક બિનહરીફ થઇ હતી. જો કે, આ આંકડો અંતિમ નથી, હજુ રાજય ચૂંટણી પંચને જેમ જેમ વિગત મળતી જશે તેમ આંકડામાં વધારો થઇ શકે છે. બાવળા તાલુકા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર જસીબેન ડાભીનું માર્ગ અકસ્માતમાં મોત થતા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ X પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. દિવસભરની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    'રોમાન્સ હોત, તો અત્યાર સુધી બાળકો થઈ ગયા હોત':ચિરાગ પાસવાન સાથેના સંબંધ પર કંગના રનૌતનો બેબાક અંદાજ, સાંસદને સારો મિત્ર ગણાવ્યો
    Next Article
    CMની હાકલ ને ઉમેદવારોની ફજેતી:ચૂંટણી પહેલા આદિવાસીઓ તંત્રથી નારાજ, ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 19 અને 20 એપ્રિલે વરસાદની વકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment