Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM ભૂપેન્દ્ર પટેલ મેગા બાઈક રેલીથી ગજવશે પાટીદાર ગઢ:સીમાડા નાકાથી હીરાબાગ સુધી બાઈક રેલી, 15 રૂટ ડાયવર્ટ; મુસાફરી કરતા પહેલા આ લિસ્ટ વાંચી લેજો

    18 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર બહુલ વિસ્તારોમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે. આવતીકાલે 23 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે આવશે, જ્યાં તેઓ સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય બાઈક રેલી યોજી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને પગલે શહેરના ટ્રાફિક રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સીમાડા નાકાથી હીરાબાગ સુધી કેસરીયો માહોલ ગુરુવારે સાંજે 5 કલાકે શરૂ થનારી આ મેગા બાઈક રેલી દ્વારા મુખ્યમંત્રી સીધા જનતાની વચ્ચે જઈને સંવાદ કરશે. આ રેલીનો રૂટ વરાછાના મુખ્ય પોકેટ્સને આવરી લે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. સીમાડા નાકાથી પ્રારંભ થઈ નાના વરાછા અને વોર્ડ નંબર 4ના કાર્યાલય તરફ આગળ વધશે. રેલી માર્ગમાં કલા કુંજ મંદિર, BAPS મંદિર, અને પીપી માણીયા હોસ્પિટલ જેવા સીમાચિહ્નો આવશે. કાપોદ્રા થઈને પૂર્વ મંત્રી કુમાર કાનાણીના કાર્યાલય અને અંતે હીરાબાગ સર્કલ પર વિશાળ જનમેદની સાથે રેલી પૂર્ણ થશે. ટ્રાફિક એડવાઈઝરી અને સુરક્ષા વ્યવસ્થા મુખ્યમંત્રીના આગમનને પગલે એરપોર્ટથી વરાછા અને વળતી મુસાફરીમાં કતારગામ સુધીના રૂટ પર વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. એસ.કે.નગર સર્કલ, મગદલ્લા, SVNIT, અને અઠવાગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 23 એપ્રિલે બપોર પછી વરાછા અને તેની આસપાસના વિસ્તારોમાં BRTS અને સીટીલીંક બસોના રૂટ બદલવામાં આવ્યા છે. ખાસ કરીને નાના વરાછા ઢાળથી હીરાબાગ સુધીના રસ્તાઓ રેલી માટે અનામત રહેશે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે અત્યંત મહત્વના વરાછા અને કતારગામ જેવા નિર્ણાયક વિસ્તારોમાં ભાજપ આ વખતે કોઈ જોખમ લેવા માંગતું નથી. મુખ્યમંત્રીની આ સીધી હાજરીનો હેતુ ખાસ કરીને યુવા મતદારોમાં ઉત્સાહ ભરવાનો અને જ્ઞાતિ સમીકરણોને પક્ષની તરફેણમાં કરવાનો છે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે અત્યંત મહત્વના મનાઈ રહ્યા છે, જેમાં હીરાબાગ ખાતે મુખ્યમંત્રીનું સંબોધન ચૂંટણીની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢની આંબેડકર હોસ્ટેલમાં 9 વર્ષથી ગેરકાયદે રહેતા યુવકની આત્મહત્યા:હોસ્ટેલમાં અજાણ્યા લોકો 'ગેસ્ટ' બનીને રહેતા હોવાનું સામે આવ્યું, 16 દિવસ પહેલા જ થઈ હતી ફરિયાદ; વોર્ડને વાત કબૂલી
    Next Article
    અમરેલીમાં કોંગ્રેસને ઝટકો: દિનેશ પરમાર ભાજપમાં જોડાયા:35 વર્ષના સિનિયર નેતાએ પક્ષ છોડી કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment