Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ પ્રોપર્ટી સર્વે શરૂ:35 સભ્યોની ટીમ ઘરેઘરે ફરી સર્વે કરશે, નગરપાલિકાની આવક વધશે

    10 hours ago

    પાટણ નગરપાલિકા વિસ્તારમાં સરકારે અર્બન એટલાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત 35 સભ્યોની ટીમ દ્વારા વોર્ડ નંબર 1થી પ્રોપર્ટી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેનો મુખ્ય હેતુ નગરપાલિકા વિસ્તારની તમામ મિલકતોનો ચોક્કસ ડેટા તૈયાર કરવાનો છે. આ 35 સભ્યોની વિશેષ ટીમ નગરપાલિકાના દરેક વોર્ડમાં ફરીને સર્વે કરશે. સર્વેક્ષણ દરમિયાન રહેણાંક અને કોમર્શિયલ મિલકતો, માલિકી અને ભાડૂઆતનો ગુણોત્તર તેમજ જર્જરિત મિલકતો અંગેની વિગતો એકત્ર કરવામાં આવશે. આ સર્વેથી નગરપાલિકાની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થશે. અત્યાર સુધી જે મિલકતો આકારણી અથવા સર્વેના દાયરા બહાર હતી, તે ઓળખી શકાશે, જેનાથી નગરપાલિકાની આવકમાં વૃદ્ધિ થશે. આ ઉપરાંત, સમયસર અપડેટ થઈ શકે તેવો ડિજિટલ ડેટાબેઝ પણ તૈયાર થશે. સર્વે કામગીરી માટે આવનાર ટીમ પાસે સત્તાવાર ઓળખપત્ર (ID Card) હશે. સર્વે ટીમ ઘરની અંદર પ્રવેશ કરશે નહીં અને માત્ર બહારથી જ પ્રશ્નો પૂછીને વિગતો મેળવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનો PIN, OTP કે બેંક સંબંધી વિગતો માગવામાં આવશે નહીં. નાગરિકોને આ બાબતે જાગૃત રહેવા અને સર્વે ટીમને જરૂરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણમાં અમદાવાદના 30 મંદિરમાં દર્શન કરી શકશો:લોકોને બસ ઘરેથી લઈને મુકી પણ જશે; જાણો સ્થળ, સમય અને ભાડું; AMTSની યોજના
    Next Article
    HAL Q1 Results: Net Profit Climbs 15%, Meets Estimates; Revenue Tops Rs 5,500 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment