Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણમાં અમદાવાદના 30 મંદિરમાં દર્શન કરી શકશો:લોકોને બસ ઘરેથી લઈને મુકી પણ જશે; જાણો સ્થળ, સમય અને ભાડું; AMTSની યોજના

    8 hours ago

    આવતીકાલે 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શ્રાવણ માસ દરમિયાન શહેરીજનો વિવિધ વિસ્તારોમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કર્યો છે. અલગ અલગ વિસ્તારના 30 મંદિરોમાં લોકોને દર્શન કરાવશે. બસ નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે. જેના માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. AMTSએ શ્રાવણ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરી AMTS કમિટીના ચેરમેન પરાગ નાઈકે કહ્યું હતું કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકો શહેરના મહાદેવના મંદિર સહિત અલગ અલગ મંદિરોમાં દર્શન માટે જતા હોય છે, ત્યારે લોકો એકસાથે ભેગા મળીને દર્શન કરવા જઈ શકે, જેથી AMTSએ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરી છે. જેમાં પૂર્વ અને પશ્ચિમે બંને વિસ્તારના વિવિધ મંદિરો નક્કી કરવામાં આવ્યા છે. આ ધાર્મિક પ્રવાસ માટે નોન એસી બસો ફાળવવામાં આવશે. આટલા પૈસા ચૂકવીને મંદિરોમાં દર્શન કરી શકશો AMCની હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ. 3000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ. 5000 ચૂકવવાના રહેશે. પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોચની નકલ પણ જમા કરાવવાની રહેશે. આ બસો લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસથી મળી શકશે. સવારે 8.15 વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે 4.45 વાગ્યે પરત આવશે. એક બસમાં કેપેસિટી 30 લોકોની છે, પરંતુ વધુમાં વધુ 40 બેસી શકશે. ગત વર્ષે 1 લાખ લોકોએ ધાર્મિક બસ પ્રવાસ કર્યો હતો ગત વર્ષે શ્રાવણ માસ અને અધિક શ્રાવણ માસ હતો. જેમાં એક મહિનામાં AMTSએ 1000થી બસો દ્વારા શહેરના નાગરિકોએ ધાર્મિક પ્રવાસનો લાભ લીધો હતો. જેમાં અંદાજિત 1 લાખ જેટલા ભક્તોએ શહેરના વિવિધ ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ મ્યુનિ.ના આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ મેળવ્યો હતો. દર વર્ષે શ્રાવણ માસમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ નાગરિકો મેળવતા હોય છે ત્યારે આ વર્ષે પણ લોકો આ બસ યોજનાનો લાભ લે તેવી અપીલ AMTSના સત્તાધીશોએ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈના ઘાટકોપરમાં ભૂસ્ખલન, 6 લોકોનાં મોત:4 ઘાયલ; કાટમાળમાં દટાયેલા લોકોની કેમેરાથી શોધખોળ, સાંકડી ગલીઓમાં મશીનોનું પહોંચવું મુશ્કેલ
    Next Article
    પાટણમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ પ્રોપર્ટી સર્વે શરૂ:35 સભ્યોની ટીમ ઘરેઘરે ફરી સર્વે કરશે, નગરપાલિકાની આવક વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment