Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPના સમર્થનમાં AAP આંદોલન કરે તે પહેલા જ અટકાયત:ગાંધીનગર સત્યાગ્રહ છાવણી તરફ જઈ રહેલા કાર્યકર્તાઓને અટકાવાતા ઝપાઝપીના દૃશ્યો સર્જાયા

    11 hours ago

    ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી ખાતે ચાલી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ના આંદોલનના સમર્થનમાં તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલનની જાહેરાત કરી હતી. જો કે, પોલીસે સવારથી જ સત્યાગ્રહ છાવણી તરફ જતા રસ્તાઓ પર બેરિકેટિંગ કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ છાવણી તરફ જવાનો પ્રયાસ કરતા તેઓને રોકવામાં આવ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની સવારે જ દહેગામ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. યુવરાજસિંહની દહેગામ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી યુવરાજસિંહે જણાવ્યું કે, ‘આવતીકાલે આંદોલન છે અને હું તેમાં જવાનો છું' એવી પોલીસની ધારણા હતી. હું મારા ઘરે જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે રસ્તામાંથી જ મને ઉઠાવી લેવામાં આવ્યો. મને અટકાયત કરવામાં આવે તેનો કોઈ વાંધો નથી, પરંતુ પોલીસ દ્વારા જે રીતે ગુંડા જેવું વર્તન કરવામાં આવ્યું તેનાથી વાંધો છે.’ તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, તેમની ગાડીને કુલ છ જેટલી ગાડીઓથી ઘેરી લેવામાં આવી હતી. એક ગાડી આગળ, એક સાઈડમાં, બે પાછળ અને એક ડાબી બાજુ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘જાણે હું કોઈ આતંકવાદી હોઉં તેમ સીધા આવીને ચાલ, બહાર નીકળ... એમ કહેવામાં આવ્યું.’ પોલીસની આ કાર્યવાહી દરમિયાન યુવરાજસિંહે પોતાની ગાડી લોક કરી અંદર જ બેસી રહેવાનું નક્કી કર્યું હતું અને તેઓ આશરે બે કલાક સુધી ગાડીમાં જ બેઠા રહ્યા હતા. પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, ‘આ બહાદુર પોલીસ બૂટલેગરો, બળાત્કારીઓ કે પેપર લીકના માફિયાઓને નહીં રોકી શકે, પરંતુ મને રોકવા માટે આવી છે.’ યુવરાજસિંહની અટકાયતને પગલે આજે ગાંધીનગરમાં યોજાનારા આમ આદમી પાર્ટીના આંદોલનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં ભારે વરસાદની આગાહી, શૈક્ષણિક સંસ્થાઓમાં રજા:હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે 25 જુલાઈએ શાળાઓ-કોલેજો બંધ
    Next Article
    'અમે ડૂબી જશું પણ કંપનીને નહીં ડૂબવા દઈએ':ઢોર પકડવાની ગાડી અને ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા લોકો મજબૂર, સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment