Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:CJPની ફરી આંદોલનની ચેતવણી, મોદી સરકાર 200 કરોડ પ્લાસ્ટિક નોટ છાપશે, ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમથી અતિભારે વરસાદની આગાહી

    13 hours ago

    નમસ્તે, કોકરોચ જનતા પાર્ટીએ ફરીથી આંદોલન કરવાની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ₹10 અને ₹20ની પ્લાસ્ટિકની નોટ છાપવાની મંજૂરી આપી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે પેટ્રોલમાં એથેનોલ ભેળવવા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું કહ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વિદ્યાર્થી આંદોલન પર પોલીસ લાઠીચાર્જને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો બીજો દિવસ. 2. ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત. 📰 કાલના મોટા સમાચારો 1. કોકરોચ પાર્ટીની ચેતવણી- અમને ફરીથી આંદોલન કરવા મજબૂર ન કરો:સરકારે કરાર તોડ્યો; દેશભરમાં અનેક વિદ્યાર્થીઓની ધરપકડ, ખોટા કેસમાં ફસાવ્યા કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સોમવારે ચેતવણી આપી કે જો પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી ન અટકી અને ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓને રાહત ન મળી, તો તે ફરીથી આંદોલન શરૂ કરશે. પાર્ટી પ્રવક્તા સૌરવ દાસે આરોપ લગાવ્યો કે સરકારે સમજૂતી તોડી છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરીને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે. દિલ્હીમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં CJP નેતા આશુતોષ રાંકા, સૌરવ દાસની સાથે એડવોકેટ કપિલ સિબ્બલ પણ હાજર હતા. તેમણે કહ્યું- મારી ભૂમિકા આ ​​પાર્ટીના કાનૂની મામલાઓમાં મદદ કરવાની છે. CJP એ કહ્યું કે અમે એક પોર્ટલ લોન્ચ કર્યું છે, જેના દ્વારા પીડિત વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ શેર કરી શકે છે. તેઓ કેસની માહિતી અને વીડિયો પણ શેર કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ₹10-20ની 200 કરોડ પ્લાસ્ટિક નોટો આવશે:નવી નોટો ફાટશે નહીં, પાણી-ધૂળથી પણ સુરક્ષિત રહેશે; ટ્રાયલ સફળ થશે તો વધુ નોટો આવશે, કાગળની કરન્સી બંધ થઈ જશે? બજારમાં ટૂંક સમયમાં ₹10 અને ₹20ની પ્લાસ્ટિક નોટો જોવા મળશે. રિઝર્વ બેંક 100-100 કરોડ એટલે કે કુલ 200 કરોડ પોલિમર એટલે કે પ્લાસ્ટિકની બનેલી નોટો છાપશે. આ પ્લાસ્ટિક કરન્સીનો ટ્રાયલ છે, જો તે સફળ થશે તો આગળ વધુ નોટો પણ છાપવામાં આવશે. કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. આ માહિતી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં આપી હતી. પોલિમર બેંકનોટના ટ્રાયલ સફળ થયા પછી RBI ₹10 અને ₹20 બંને મૂલ્યની નોટોને નિયમિતપણે જારી કરશે. જોકે, કાગળની હાલની કરન્સી પણ ચાલુ રહેશે. તેને બંધ કરવામાં આવશે નહીં. 10 દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે RBI ટૂંક સમયમાં દેશમાં પોલિમરથી બનેલી નોટોનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. CJPની હોટલમાં ડાન્સ પાર્ટી, VIDEO:ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામા પછી સેલિબ્રેશન, 'લડકી બ્યુટીફુલ' ગીત પર નાચ્યા; સૌરવ દાસે કહ્યું- આ Gen-Zની સ્ટાઈલ છે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કોકરોચ જનતા પાર્ટી (CJP)ની ડાન્સ પાર્ટીના ઘણા વીડિયો સામે આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એક હોટલમાં CJP પ્રવક્તા સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. તેમણે જોરદાર પાર્ટી કરી. આ વીડિયો પર અંગ્રેજીમાં "રેઝિગ્નેશન પાર્ટી" (રાજીનામા પાર્ટી) લખેલું છે. સૌરવ દાસ પણ ડાન્સ કરતા જોવા મળ્યા. જ્યારે એક બીજા વીડિયોમાં એક છોકરી પણ ‘લડકી બ્યુટીફુલ’ ગીત પર ડાન્સ કરી રહી છે. ભાજપના રાજ્યસભા સાંસદ અને સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ સવાલો ઉઠાવ્યા. તેના પર સૌરવ દાસે X પર લખ્યું કે, આ આજની પેઢી અને Gen-Zની સ્ટાઈલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પેપરલીક બિલ પર ચર્ચા કરવા વિપક્ષ તૈયાર, વોટિંગ થશે:લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નેતાઓને મનાવ્યા, આજે હોબાળાને કારણે 4 વખત સ્થગિત થઈ સંસદ 'પબ્લિક એક્ઝામિનેશન (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા બિલ, 2026' ને લઈને સંસદમાં હોબાળો સમાપ્ત થવાની આશા છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર વિપક્ષ મંગળવારે તેના પર ચર્ચા શરૂ કરવા માટે સહમત થઈ ગયો છે. સ્પીકર ઓમ બિરલાએ પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી. જેના પછી સરકાર અને વિપક્ષ બંને 28 જુલાઈએ બિલ પર ચર્ચા કરવા અને વોટિંગ માટે તૈયાર થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે બપોરે 12 વાગ્યાથી બિલ પર ચર્ચા શરૂ થઈ શકે છે. આ પહેલાં સોમવારે લોક પરીક્ષા સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. જોકે વિપક્ષના હોબાળાને કારણે ચર્ચા થઈ શકી નહીં. વિપક્ષ વિદ્યાર્થીઓ પર NEET પેપર લીકના વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જના મામલે ચર્ચા માટે અડગ રહ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નીતિન ગડકરી મેટા અને એક્સ પર કેસ કરી શકે છે:ઈથેનોલ ફ્યુઅલ વિવાદ સાથે સંકળાયેલા ડીપફેક વીડિયો સામે બોમ્બે હાઈકોર્ટમાંથી મંજૂરી મળી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હવે મેટા પ્લેટફોર્મ્સ, એક્સ અને ગૂગલ એલએલસી વિરુદ્ધ સિવિલ દાવો દાખલ કરી શકે છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે ગડકરીને ઇથેનોલ વિવાદ સંબંધિત AI-જનરેટેડ ડીપફેક વીડિયો અને ડિજિટલ કન્ટેન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ગડકરીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે આ વીડિયોમાં તેમને ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ અને E20 પહેલ સાથે ખોટી રીતે જોડવામાં આવ્યા છે. અરજી મુજબ, આ બંને પ્રોજેક્ટ સંપૂર્ણપણે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના છે અને તેમાં ગડકરીની કોઈ ભૂમિકા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી:પંચમહાલના નાદરવા ગામની 65 વર્ષીય મહિલાનું વીજળી પડતાં મોત, અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં પાછલા દિવસો દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું થોડું જોર ઘટ્યું છે. જો કે, રાજ્ય પર હાલ અપર એર સક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયકોલનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત કુલ પાંચ સિસ્ટમ સક્રિય થતા 30 તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જુલાઈ વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 18 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. જોકે, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલા 65 વર્ષીય મહિલા પર આકાશી વીજળી ત્રાટકતાં કરૂણ દુર્ઘટના સર્જાઈ. સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધીમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. દુબઈ-મુંબઈની ફ્લાઈટમાં ધુમાડો, પાઇલોટે 'Mayday' કોલ આપ્યો, રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ:194 પેસેન્જરના જીવ અદ્ધર, હિરાસર એરપોર્ટ પર એક સાથે 70 એમ્બ્યુલન્સ દોડાવી દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઈટ (IGO1452)ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો દેખાતા ફ્લાઈટનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ આ ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયું હતું. મુસાફરોને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા એરપોર્ટ ઓથોરિટી અને રાજકોટ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બૉમ્બ અને ડોગ સ્ક્વોડ પણ એરપોર્ટ પહોંચી હતી. ફ્લાઇટના પાયલોટને કાર્ગોમાં ધુમાડો દેખાતા તેના દ્વારા મેડે... મેડે... મેડે (ઇમરજન્સી)નો મેસેજ આપવામાં આવતા ATC દ્વારા ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 'હું સ્ટ્રીટ ફાઇટર છું, AC રૂમમાં બેસનારો એક્ટિવિસ્ટ નહીં':રાજીનામા પછી ધર્મેન્દ્ર પ્રધાનનું પહેલું રિએક્શન, જયરામ રમેશ બોલ્યા- આવું થતું રહે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- અમેરિકા પાસે હથિયારોની ખોટ નથી:ઈરાનને ફરી ધમકી આપી; ખાર્ગ આઇલેન્ડ પર હુમલાની AI તસવીર શેર કરી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મહારાષ્ટ્રમાં NEETની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી:ઘરમાં ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં લખ્યું- આશાઓ પૂરી ન કરી શકી; અત્યાર સુધીમાં 23 વિદ્યાર્થીઓએ જીવ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકામાં ફૂડ ફેસ્ટિવલમાં ધડાધડ ફાયરિંગ, 2નાં મોત:2 વર્ષનાં બાળક સહિત 5 ઘાયલ; લોકો ખાવાનો સામાન લઈને પાછા ફર્યા તે સમયે ગોળીબાર થયો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો!:ઓગસ્ટમાં Zepto સહિત એક ડઝનથી વધુ કંપનીનાં IPO આવશે, ₹25000 કરોડ ફંડ ભેગુ કરવાની તૈયારી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પાંચમો મેડલ મળ્યો:જ્ઞાનેશ્વરીએ 199 કિલો વજન ઉઠાવીને સિલ્વર જીત્યો, વેઈટલિફ્ટિંગમાં ચોથો મેડલ મળ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : જયા પાર્વતીનું વ્રત શરૂ:1 ઓગસ્ટે પારણાં, કુંવારી કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે શ્રદ્ધાનો મહાપર્વ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ એકલતા દૂર કરતો રોબોટ લોન્ચ ચીની કંપનીએ એક એવો હ્યુમનોઇડ રોબોટ લોન્ચ કર્યો છે, જે યુવાનો અને વૃદ્ધોની એકલતા દૂર કરશે. તેની આંખોમાં કેમેરા, છાતીમાં સેન્સર અને માઇક્રોફોન લાગેલા છે. જેનાથી તે માણસોની જેમ વાતચીત કરશે, ભાવનાઓ સમજશે અને તણાવના સમયે યુઝરનો સાથ પણ આપશે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : બેટ દ્વારકાના મંદિરની 200 કરોડની ઝવેરાતમાં રામમંદિરવાળી થઈ?: 40 વર્ષ પહેલાં ટ્રકમાં ખજાનો અમદાવાદ મોકલ્યો; પૂર્વ મહેતાજી પાસે હિસાબ નથી; ટ્રસ્ટીઓના ગોળગોળ જવાબ 2. 14 કલાકથી પૂરમાં ફસાયેલા યુવકને બચાવવા PI વીજળીના થાંભલે ચઢ્યા: પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જીવ સટોસટનો જંગ જામ્યો, વાપીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 3. Editor's View: સત્તાનો ડર ખતમ: મોદી 'મિત્રોં'માંથી 'માય ફ્રેન્ડ્સ' પર આવી ગયા, સોશિયલ મીડિયાને હથિયાર બનાવી જેન-ઝીએ સરકારને ધ્રૂજાવી, આંદોલનનાં પાંચ લર્નિંગ 4. પારકી પંચાત : મીઠાઈ જોઈ હર્ષ સંઘવી મોઢું ફેરવી ગયા: નેતાજીએ ચૂપચાપ બોક્સ પેક કરી દીધું, 'સાહેબ અમારાં ઘરે આવજો હો', ગીતાબેન રબારીએ જગદીશ પંચાલને બૂમ પાડી 5. મંડે મેગા સ્ટોરી : 'પોલીસ અંકલ-પોલીસ અંકલ, વાસ્તેગુના હુઇયાં': સરકાર માટે આઉટ ઓફ સિલેબસ કેમ હતા Gen-Z પ્રદર્શનકારી; આમના પર કેમ ન ચાલી કોઈ યુક્તિ? 6. આજનું એક્સપ્લેનર: શું 'કોકરોચ' પોલિટિકલ પાર્ટી બનાવશે કે આંદોલન ચાલુ રાખશે; શું હશે દિપકેનો નેક્સ્ટ પ્લાન, 3 સિનેરિયો 7. 'બાબરી' માટે 300 કરોડ જોઈએ છે, મળ્યા 1.5 કરોડ: જ્યાં મસ્જિદ બનવાની હતી, ત્યાં બાળકો ક્રિકેટ રમી રહ્યા છે; 7 વર્ષમાં નકશો પણ પાસ ન થયો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મિથુન રાશિના લાંબા સમયના પ્રયાસો આજે રંગ લાવશે; કર્ક, ધન સહિત 5 રાશિની ગ્રહ સ્થિતિ મજબૂત રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    હંમેશા લાગે છે, કંઈક ખરાબ થશે!:ફોન ન ઉપડે તો લાગે છે કે અકસ્માત થયો હશે; ચિંતા છે કે એન્ઝાઇટી ડિસઓર્ડર, કેવી રીતે ઓળખવું?
    Next Article
    મહીસાગરના સાત કુંડા ધોધનો મન મોહી લે તેવો ડ્રોન VIDEO:વરસાદી માહોલમાં સોળે કલાએ ખીલી ઊઠ્યો વોટરફોલ, આસપાસના ડુંગરો લીલીછમ હરિયાળીથી ઢંકાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment