Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPના આંદોલનમાં નસીરુદ્દીન શાહ-શબાના આઝમી જોડાયા:પોલીસની મંજૂરી ન મળવા છતાં અભિજીત દીપકેને મળ્યા, મતદાર યાદી વિવાદ અંગે આપ્યા આકરા નિવેદન

    10 hours ago

    ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગને લઈને મુંબઈના શિવાજી પાર્કમાં આયોજિત પ્રદર્શનમાં નસીરુદ્દીન સામેલ થયા. પોલીસની મંજૂરી ન મળવા છતાં કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના આ પ્રદર્શનમાં એક્ટ્રેસ શબાના આઝમી અને સંગીતકાર વિશાલ દદલાની પણ પહોંચ્યા. શર્લિન ચોપડા અને વિશાલ ભારદ્વાજ સહિત અનેક સેલેબ્સે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. આ બોલિવૂડ સેલેબ્સની હાજરીથી પ્રદર્શન સ્થળે ભીડ એકઠી થઈ ગઈ. આ કલાકારોએ મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને નાગરિકોના વિરોધ કરવાના અધિકારનું ખુલ્લેઆમ સમર્થન કર્યું. નસીરુદ્દીન શાહે દીપકેને ગળે લગાવીને આભાર માન્યો પ્રદર્શન દરમિયાન એક્ટર નસીરુદ્દીન શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નસીરુદ્દીન શાહ આયોજક અભિજીતને ગળે મળતા અને આભાર માનતા જોવા મળી રહ્યા છે. અભિજીતે જણાવ્યું કે, તે નસીરુદ્દીન શાહના ખૂબ મોટા પ્રશંસક છે અને તેમનું આ પ્રદર્શનમાં આવવું કોઈ સપનું સાકાર થવા જેવું છે. શબાના આઝમીએ કહ્યું- અધિકારો માટે અવાજ ઉઠાવવો જરૂરી એક્ટ્રેસ શબાના આઝમી પણ પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચ્યાં અને તેમનો ઉત્સાહ વધાર્યો. શબાનાએ કહ્યું કે, 'લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવું દરેક નાગરિકનો અધિકાર છે.' 'જ્યારે મતદાર યાદીમાંથી કોઈ કારણ વિના લોકોનાં નામ કાઢી નાખવામાં આવે, ત્યારે જનતાએ તેનો વિરોધ કરવો બિલકુલ યોગ્ય છે.' આ પહેલાં શબાના આઝમી નીટ પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થઈ ચૂક્યા છે. વિશાલ ભારદ્વાજે સેલેબ્સના સમર્થન કરવા કે ન કરવા અંગે નિવેદન આપ્યું ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ પણ પત્ની સાથે કૉકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં જોડાયા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, શું બોલિવૂડના લોકોએ પણ આ મુદ્દે સમર્થન આપવું જોઈએ. જવાબમાં તેમણે કહ્યું- 'હું બોલિવૂડમાંથી જ છું.' અન્ય કલાકારો વિશે પૂછવામાં આવતાં વિશાલ ભારદ્વાજે કહ્યું- 'આ દરેકની પોતાની મરજી છે. જો કોઈને અંતરાત્માથી લાગે છે કે જે થઈ રહ્યું છે તે ખોટું છે, તો સમર્થનમાં આવે અને ન લાગે તો ન આવે.' સંગીતકાર વિશાલ દદલાનીએ વ્યક્ત કર્યું સમર્થન બોલિવૂડ સિંગર વિશાલ દદલાનીએ પણ શિવાજી પાર્ક પહોંચીને આંદોલનને પોતાનું સમર્થન આપ્યું. તેણે સીજેપી નેતા અભિજિત દીપકે સાથે મુલાકાત કરી અને તેને ગળે લગાવ્યા. વિશાલે કાર્યક્રમ પહેલાં પણ સોશિયલ મીડિયા દ્વારા આ પ્રદર્શનનું સમર્થન કર્યું હતું. સીજેપીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વિશાલની હાજરીનાં ફોટો અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા. મતદાર યાદીમાંથી નામ હટાવવા બાબતે શર્લિન ચોપડાનું નિવેદન એક્ટ્રેસ શર્લિન ચોપડાએ મત આપવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવતાં કહ્યું કે, 'લોકશાહીની હત્યા થવી જોઈએ નહીં અને નાગરિકો પાસેથી મતદાનનો અધિકાર છીનવવો જોઈએ નહીં.' તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે, 'સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા જે 13 કરોડ ભારતીયોનાં નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યાં છે, શું એ સાબિત કરી શકાય છે કે તેઓ બિન-નાગરિક છે?' શર્લિને કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરે છે અને તેમને પિતાતુલ્ય માને છે, તેથી એક દીકરી તરીકે શાંતિપૂર્ણ રીતે પોતાની અસહમતિ નોંધાવવાનો તેનો અધિકાર છે. તેણે પીએમ મોદીને ભારતીય નાગરિકો પાસેથી આ અધિકાર ન છીનવવાની અપીલ કરી. સીજેપીની માંગ અને ચૂંટણી પંચ સાથે જોડાયેલો વિવાદ આ પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યું હતું. સીજેપી નેતા અભિજિત દીપકેએ મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે નીટ પેપર લીક બાદ બે મહિનામાં આ તેમનું બીજું મોટું આંદોલન છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પડકાર આપ્યો કે સરકાર ઇચ્છે તો તેમને જેલમાં મોકલી શકે છે. હકીકતમાં, આ વિવાદ મતદાર યાદીના સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં ગેરરીતિને લઈને મીડિયા અહેવાલો બાદ શરૂ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    અભિષેક અને તિલકે પાકિસ્તાનીઓની ખૂબ ધોલાઈ કરી:બન્ને બેટર્સે ફિફ્ટી ફટકારી, ભારતે PAKને 212 રનનો ટાર્ગેટ આપ્યો; છેલ્લી 5 ઓવરમાં 75 રન બન્યા
    Next Article
    ગુજરાતમાં દુષ્કાળ 'હાહાકાર' મચાવશે:હાથિયો ય ન વરસ્યો, ઉનાળો આકરો જવાનો; 14 જિલ્લામાં સ્થિતિ વિકરાળ બનશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment