Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વર વિવાદ બાદ અંતે રાજકોટ મનપા જાગ્યું:200 ML પાણીની બોટલ હવેથી ₹8ને બદલે માત્ર ₹3.50માં ખરીદાશે, 35 દિવસ છતાં તપાસ ઠેરની ઠેર

    1 day ago

    રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વરમાં એક ઐતિહાસિક ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે આ ડિમોલિશન દરમિયાન પાણીની બોટલ રૂ. 8માં ખરીદવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા હતા. અને પાણીના રૂ. 23 લાખ સહિતનાં ખર્ચની તપાસ માટે કમિટી બનાવવામાં આવી હતી. જોકે મહિના કરતા વધુ સમય વીતી જવા છતાય તપાસનો કોઈ રિપોર્ટ જાહેર કરાયો નથી. પરંતુ વિવાદને લઈને કુંભકર્ણ નિંદ્રામાં સુતેલુ મનપા તંત્ર સફાળું જાગ્યું છે. અને મનપા દ્વારા 200 ML પાણીની બોટલ હવેથી રૂ. 8ને બદલે માત્ર રૂ. 3.50 માં ખરીદવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 200 એમ.એલ. પાણીની બોટલ રૂ.8ના ભાવે ખરીદી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરમાં હાથ ધરાયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન પાણીના ખર્ચને લઈને સર્જાયેલો વિવાદ હજુ પણ ચર્ચામાં છે. અગાઉ જૂના રેટ કોન્ટ્રાક્ટ (આર.સી.) મુજબ 200 એમ.એલ.ની પાણીની બોટલ આશરે રૂ. 8ના ભાવે ખરીદવામાં આવી હતી અને ચોપડે રૂ. 23 લાખનો મોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. અગાઉના શાસકો દ્વારા આંખ બંધ કરીને અપાયેલી મંજૂરીને કારણે ચોમેરથી ટીકા થતાં આખરે વહીવટી તંત્રે જાગીને પાણી પણ ફૂંકી-ફૂંકીને પીવાનું શરૂ કર્યું છે. 200 એમ.એલ.ની બોટલનો ભાવ રૂ.3.50 નક્કી કરાયો સાંસ્કૃતિક વિભાગ દ્વારા આગામી 2 વર્ષ માટે મંડપ સર્વિસ સહિત 152 વસ્તુઓ માટે રેટ કોન્ટ્રાક્ટ આધારિત નવું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. જેમાં 200 એમ.એલ.ની બોટલ માટે મહત્તમ ભાવ રૂ.3.50 નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત 500 ML માટે રૂ.6, 1 લીટરની બોટલ માટે રૂ.10, 20 લીટરના જગ માટે રૂ.20, કાચનો ગ્લાસ રૂ.3 અને કાગળનાં ડિસ્પોઝેબલ ગ્લાસનો ભાવ રૂ.1 નક્કી કરાયો છે. તેમજ હિમાલયા મિનરલ વોટરની 1 લીટરની બોટલ માટે રૂ.70 અને 500 એમ.એલ. માટે રૂ.35 ના દરો નક્કી કરવામાં આવ્યા છે. દરખાસ્ત મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાશે અગાઉ પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડરમાં એજન્સીઓએ નક્કી કરેલા ભાવ કરતાં દોઢ ગણા વધુ ભાવ ભરતા આખરે રિ-ટેન્ડર કરવાની નોબત આવી હતી. હવે તંત્ર દ્વારા નક્કી કરાયેલા ભાવની આસપાસ જ ખરીદી થાય તે પ્રકારની તૈયારી દર્શાવવામાં આવી છે. ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 24 ઓગસ્ટ નક્કી કરાઈ છે. ત્યારબાદ એજન્સીઓ નક્કી થયા બાદ દરખાસ્ત મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવશે. રૂ. 23 લાખના ખર્ચ અંગે તપાસ સમિતિની કામગીરી ગોકળગતિએ બીજી તરફ, જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન પાણી પાછળ થયેલા રૂ. 23 લાખના ખર્ચ અંગે તપાસ માટે રચાયેલી સમિતિની કામગીરી અત્યંત ગોકળગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સમિતિની રચનાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અને આ દરમિયાન આશરે 3 અધ્યક્ષ બદલાઈ ચૂક્યા હોવા છતાં હજુ સુધી તપાસ અંગે સત્તાવાર સ્પષ્ટતા કે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી, જેને લઈને તંત્રની મૌન નીતિ સામે પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાલિયાના પૂરપીડિતોને ભાજપ દ્વારા 450 અનાજ કિટનું વિતરણ:કીમ નદીના પૂરથી પ્રભાવિત ગામોમાં રાહત કાર્ય હાથ ધરાયું
    Next Article
    'સાંસદ કે ધારાસભ્ય નહીં, મારા ગામનો સરપંચ બનવું છે':અભિજીત દિપકે જણાવ્યું CJP કેવી રીતે કામ કરશે, કહ્યું- રાજકીય પક્ષ નહીં બનાવીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment