Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત એરપોર્ટ પર CISF જવાન દેવદૂત બન્યા:એપ્રન એરિયામાં અચાનક ઢળી પડેલા કર્મચારીને CPR આપી નવજીવન આપ્યું

    8 hours ago

    સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા બેભાન થઈ ગયેલા ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારી માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાન દેવદૂત સાબિત થયા છે. જવાને સમયસૂચકતા વાપરીને સેકન્ડોની અંદર CPR આપી કર્મચારીનો જીવ બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાને પગલે એરપોર્ટ પરિસરમાં જવાનની સમયસૂચકતા અને ફરજનિષ્ઠાની પ્રશંસા થઈ રહી છે. ડ્યુટી દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા ગાંધી જયંતીના દિવસે સુરત એરપોર્ટના એપ્રન એરિયામાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સ્ટ્રીમહાઉસ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી મનોજભાઈ પવાર સ્ટાફ ગેટ નજીક કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમને કાર્ડિએક અરેસ્ટ આવતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. કર્મચારી અચાનક ઢળી પડતાં આસપાસના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. CISF હેડ કોન્સ્ટેબલે સેકન્ડોમાં સંભાળ્યો મોરચો ઘટના સમયે નજીકમાં જ પ્રોફાઈલિંગ ડ્યુટી પર તહેનાત CISFના હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમારની નજર કર્મચારી પર પડી હતી. તેઓ એક પણ ક્ષણનો સમય ગુમાવ્યા વિના તાત્કાલિક દોડીને કર્મચારી પાસે પહોંચ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને તેમણે તુરંત જ કર્મચારીને પ્રાથમિક સારવાર તરીકે સીપીઆર આપવાનું શરૂ કરી દીધું હતું. સાથી જવાનોની મદદથી દર્દીનો શ્વાસ પાછો આવ્યો સંજય કુમારની સાથે સ્થળ પર હાજર અન્ય CISF જવાનો પણ તાબડતોબ મદદે દોડી આવ્યા હતા. સતત આપવામાં આવેલા સીપીઆર અને જવાનોના સમયસરના જીવનરક્ષક પ્રયાસોના પરિણામે અચેત થઈ ગયેલા મનોજભાઈની સ્થિતિમાં સુધારો થયો હતો અને તેમના શ્વાસ પાછા આવ્યા હતા. સ્થિતિ સ્થિર થતાં જ તેમને વધુ તબીબી સારવાર અર્થે આગળની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. જવાનની સમયસૂચકતા અને માનવતાના વખાણ તબીબોના મતે, કાર્ડિએક અરેસ્ટના કેસમાં શરૂઆતની 'ગોલ્ડન મિનિટ્સ' ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો સમયસર સીપીઆર ન મળ્યું હોત તો કર્મચારીનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત. હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમાર દ્વારા દર્શાવવામાં આવેલી ત્વરિત સતર્કતા, સૂઝબૂઝ અને માનવીય અભિગમ બદલ એરપોર્ટ ઓથોરિટી અને CISF યુનિટે તેમની કામગીરીને બિરદાવી છે.
    Click here to Read More
    Previous Article
    3 ઓક્ટોબરનું અંકફળ:અંક 2 અને અંક 4નું ભાગ્ય ચમકશે, અંક 5ના જાતકો માટે ઘાત અને નુકસાનનો સમય
    Next Article
    અલથાણમાં ફિલ્મી સ્ટાઈલથી અપહરણ:દીકરીએ વાત કરવાનું બંધ કરતા ઉશ્કેરાયેલા બિલ્ડર પુત્રે પિસ્તોલની અણીએ વેપારી પિતાનું અપહરણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment