Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 ઓક્ટોબરનું અંકફળ:અંક 2 અને અંક 4નું ભાગ્ય ચમકશે, અંક 5ના જાતકો માટે ઘાત અને નુકસાનનો સમય

    7 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારનો સમય આરામદાયક રહેશે. ડર અને ચિંતાઓનો અંત આવશે તથા ખુલ્લા મનથી કામ કરવાની શક્તિ પ્રાપ્ત થશે. વાહન સુખ મળશે અને ભાગ્ય સાથ આપશે. પ્રસન્નતા મળશે અને મનોકામનાઓ પૂર્ણ થશે. ખુશીના સમાચાર મળશે. અટકેલા વહીવટી કામોમાં ગતિ આવશે. રોજગારમાં આવતી અડચણો દૂર થશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. લેખનમાં રૂચિ વધશે. કરિયર: વેપારમાં વધુ સજાગતા રાખવી પડશે. નોકરીમાં સામાન્ય કામ રહેશે. લવ: પ્રેમીનું વર્તન યોગ્ય નહીં હોય. જીવનસાથી તરફથી મેણું સાંભળવા મળી શકે છે. લકી નંબર: 1, 4, 5 લકી કલર: કથ્થઈ શું કરવું: ગણેશજીને ઘીનો દીવો કરવો અને મસ્તક પર દૂર્વા અર્પણ કરવી. શિસ્ત, સહૃદયતા અને મહેનતમાં વધારો થશે. સમય દરેક પ્રકારે અનુકૂળ છે. વિચારેલા કામો ઝડપથી પૂરા થશે અને નાણાંની આવક સરળ રહેશે. બપોરે કોઈ મોટી સફળતા હાથ લાગી શકે છે. સહયોગની કમી નહીં રહે. કામ સમયસર પૂર્ણ થશે. સાંજનો સમય પણ સારો રહેશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: સંસાધનોની ઉપલબ્ધતા રહેશે અને કારોબારમાં તેજી રહેશે. નોકરીમાં સફળતા મળશે. લવ: પ્રેમી સાથે અનુકૂળતા રહેશે અને વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2, 5, 7 લકી કલર: સફેદ શું કરવું: મહાલક્ષ્મીજીની પૂજા કરવી અને તેમને મીઠા કાચા દૂધનો ભોગ ધરાવવો. બૌદ્ધિક વિલક્ષણતા રહેશે અને વાણીનું પ્રદર્શન શાનદાર રહેશે. શરૂઆતમાં થોડી આર્થિક તંગી રહેશે પરંતુ બપોર પછી તેમાં સુધારો શક્ય છે. સમકક્ષોમાં શ્રેષ્ઠ રહેશો અને પરિવારનો સહયોગ મળશે. કોર્ટ-કચેરીના વિવાદોમાં સફળતા મળવાના યોગ છે. સાંજનો સમય અનુકૂળ રહેશે. આવક સારી રહેશે. સહયોગ મળશે. કરિયર: નોકરીમાં કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે. વરિષ્ઠો સાથે સંપર્ક રહેશે. લવ: જીવનસાથીનો સહયોગ મળશે. પ્રેમમાં નિરાશા મળી શકે છે. લકી નંબર: 3, 5, 8 લકી કલર: લાલ શું કરવું: ગણેશજીને લાલ પુષ્પ અર્પણ કરવા અને લાડુનો ભોગ ધરાવવો. સવારનો સમય અત્યંત ફાયદાકારક રહેશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશો અને અચાનક થતા ખર્ચમાં ઘટાડો થશે. બપોરનો સમય ખુશીઓ આપનારો રહેશે. પરિવાર સાથે ફરવા જવાની તક મળી શકે છે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. સાંજે સમસ્યાઓનો ઉકેલ આવશે. સંપર્કોનો લાભ મળશે. કરિયર: વરિષ્ઠ અધિકારીઓ પ્રસન્ન રહેશે અને જવાબદારીપૂર્વકનું કામ મળવાની શક્યતા છે. વેપારમાં લાભ થશે. લવ: પ્રેમમાં સુખ મળશે. દાંપત્ય જીવનમાં વિવાદ શમશે. લકી નંબર: 2, 5, 9 લકી કલર: આસમાની શું કરવું: માતા-પિતાના આશીર્વાદ લેવા અને તેમને ભેટ આપવી. મોટા કામ મળશે અને સંપર્કો પણ સારા થશે પરંતુ પર્યાપ્ત માત્રામાં નાણાં નહીં મળે. મોટી મોટી વાતો કરનારા લોકો મળી શકે છે, તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો. વાસ્તવિકતામાં જીવવું. પોતાની ક્ષમતા મુજબ જ કામ હાથમાં લેવું. યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે પરેશાની થશે. પોતાના પર વિશ્વાસ રાખશો તો સફળતા મળશે. કરિયર: નોકરીમાં ઘાતની શક્યતા છે. શિસ્ત ભંગ થઈ શકે છે. વેપાર નબળો પડી શકે છે. લવ: પ્રેમી સાથે વિવાદ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. લકી નંબર: 4, 5, 7 લકી કલર: કેસરી શું કરવું: શિવજીની કપૂરથી આરતી કરવી. સવારનો સમય નાણાંની આવક વધારીને રાખશે અને પ્રસન્નતા પણ જળવાઈ રહેશે. બપોરે સાવધાનીપૂર્વક રહેવું પડશે અને સાંજનો સમય આનંદદાયક રહેશે. કામોમાં ગતિ આવશે તથા ચારેય તરફથી વિજયસૂચક સમાચાર મળશે. આનંદદાયક સમાચાર મળશે. કામ અર્થે બહાર જવું પડી શકે છે. યોજનાઓમાં ફેરબદલ થશે. કરિયર: વેપારમાં સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. લકી નંબર: 1, 3, 5 લકી કલર: ગુલાબી શું કરવું: ગરીબ વિદ્યાર્થીની મદદ કરવી અને ગણેશજીના દર્શન કરવા. સવારના સમયમાં સુધારો જોવા મળશે. અપેક્ષિત સહયોગ અને પ્રશંસા મળશે. દેવામાંથી રાહત મળશે અને કોઈ મોટું કામ બનવાના એંધાણ છે. પરિવાર વચ્ચે વૈચારિક તાલમેલ બનશે અને રાજકારણીઓને પદની પ્રાપ્તિ શક્ય છે. બપોર અને સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. આવક સારી રહેશે અને સહયોગ મળશે. કરિયર: અધિકારીઓ તરફથી સહયોગ મળશે અને વેપારમાં સરકારી યોજનાઓનો લાભ લેવામાં સફળ થશો. લવ: જીવનસાથીથી દૂર રહેવું પડી શકે છે. પ્રેમમાં અસફળતા મળી શકે છે. લકી નંબર: 1, 5, 9 લકી કલર: વાદળી શું કરવું: શિવજીને આંકડાના ફૂલ અર્પણ કરવા. સંતાન તરફથી સુખ મળશે અને ભાગ્યનો સાથ મળશે. તમામ કામો નિર્વિઘ્ને પૂરા થશે. આવકની સ્થિતિ પહેલા કરતા વધુ સારી બનતી જશે અને દેવામાંથી મુક્તિ મળશે. સરકારી કામોમાં સફળતા મળશે. મહેનત મુજબ પરિણામ મળશે અને રહસ્યમય વિદ્યાઓ તરફ આકર્ષણ થશે. સાંજે અનાવશ્યક તણાવ થઈ શકે છે. કરિયર: નોકરીમાં પ્રગતિ અને કારોબારમાં તેજી રહેશે. લવ: પ્રેમમાં તણાવ ઊભો થઈ શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 3, 5, 7 લકી કલર: પીળો શું કરવું: દુર્ગાજીને સુગંધિત દ્રવ્ય અર્પણ કરવું અને ભોગ ધરાવવો. પોતાના પર વધુ ભરોસો રાખવો પડશે અને સ્વાર્થી તત્વો તથા પ્રશંસા કરનારાઓથી સાવધાન રહેવું. આક્રમકતાના બદલે વ્યવહારુ બનીને કામ કરવું. બપોરનો સમય ચિંતાજનક હોઈ શકે છે. આશ્ચર્યજનર માહિતી મળશે. વિવાદ થઈ શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. સાંજનો સમય સારો રહેશે. યોજનાઓ સફળ થશે. કરિયર: રોકાણ કરવાથી બચવું અને વાયદા બજાર કે શેરબજારથી સંપૂર્ણ સાવધ રહેવું. લવ: પ્રેમીને કારણે પરેશાની ઊભી થઈ શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 5, 8, 9 લકી કલર: મરૂન શું કરવું: પાર્વતીજીને સિંદૂર અર્પણ કરવું અને પક્ષીઓને ચણ નાખવું.
    Click here to Read More
    Previous Article
    3 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:વૃશ્ચિક-મકર રાશિ માટે ધન લાભ અને સફળતાના યોગ, સિંહ અને ધન જાતકોએ સાચવવું
    Next Article
    સુરત એરપોર્ટ પર CISF જવાન દેવદૂત બન્યા:એપ્રન એરિયામાં અચાનક ઢળી પડેલા કર્મચારીને CPR આપી નવજીવન આપ્યું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment