Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલથાણમાં ફિલ્મી સ્ટાઈલથી અપહરણ:દીકરીએ વાત કરવાનું બંધ કરતા ઉશ્કેરાયેલા બિલ્ડર પુત્રે પિસ્તોલની અણીએ વેપારી પિતાનું અપહરણ કર્યું

    8 hours ago

    સુરતના ભીમરાડ-કેનાલ રોડ પર એક ચોંકાવનારી અને ફિલ્મી ઢબે અપહરણની ઘટના સામે આવી છે. શહેરના જાણીતા બિલ્ડર મુકેશ નાહટાના પુત્ર રીષભ નાહટાએ તેના બે સાગરીતો સાથે મળીને એક કોમ્પ્યુટર વેપારીનું પિસ્તોલ અને ચપ્પુની અણીએ અપહરણ કર્યું હતું. આ અપહરણ પાછળ કોઈ ખંડણી નહીં, પરંતુ એકતરફી મિત્રતાનો વિવાદ જવાબદાર છે. વેપારીની દીકરી અને બિલ્ડર પુત્ર રીષભ વચ્ચે છેલ્લા એક વર્ષથી મિત્રતા હતી, પરંતુ અચાનક યુવતીએ રીષભ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ બાબતે અકળાયેલો અને ગુસ્સામાં લાલચોળ થયેલો રીષભ વેપારીના ઘરે પહોંચ્યો હતો અને યુવતી ન મળતા તેના પિતા એટલે કે કોમ્પ્યુટરના વેપારીનું જ અપહરણ કરી, ચાલુ કારમાં ચપ્પુના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 112 પર એક કોલ કરતા પોલીસે આખું ઓપરેશન પાર પાડ્યું પહેલી ઓકટોબરના રોજ રાત્રે 10:40 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમની 112 ઈમરજન્સી વાનને એક કોલ મળ્યો હતો. કોલ કરનારે માહિતી આપી કે ભીમરાડ-કેનાલ રોડ પરથી અજાણ્યા શખ્સો એક વ્યક્તિને પિસ્તોલ અને ચપ્પુ બતાવી જબરદસ્તી કારમાં ઉઠાવી ગયા છે. આ ગંભીર કોલ મળતા જ 112ના સ્ટાફે તાત્કાલિક અલથાણ પોલીસને સતર્ક કરી દીધી હતી. અલથાણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક કામે લગાડી ગણતરીના કલાકોમાં જ સિટીલાઇટ વિસ્તારમાંથી બિલ્ડર પુત્ર સહિત ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા અને ભોગ બનનાર વેપારીને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. દીકરીએ વાત બંધ કરતા અહંકાર ઘવાયો આ સમગ્ર પ્રકરણની પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. બિલ્ડર પુત્ર રીષભ નાહટા અને ભોગ બનનાર વેપારીની દીકરી વચ્ચે અગાઉ એક વર્ષથી મિત્રતા હતી. જોકે, યુવતીએ રીષભ સાથે તમામ સંપર્કો કાપી નાખ્યા હતા અને વાતચીત બંધ કરી દીધી હતી. ગુરુવારે મોડી રાત્રે અહંકારમાં ગળાડૂબ રીષભ તેના બે ગુનાહિત ઈતિહાસ ધરાવતા મિત્રો સાથે સીધો યુવતીના ઘરે પહોંચ્યો હતો. તે સમયે યુવતી ઘરે ન હતી. જેથી રીષભે તેના પિતા (વેપારી) સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. દીકરી સાથે કેમ વાત નથી કરાવતા તેમ કહીને માથાકૂટ કરી, આખરે ત્રણેયે વેપારીને ચપ્પુ અને પિસ્તોલની અણીએ ધમકાવી બળજબરીથી પોતાની 40 લાખની કારમાં ઉઠાવી ગયા હતા. "બહેનપણીને ગાળો આપતા સ્પષ્ટતા કરવા ગયો હતો" પોલીસના સકંજામાં આવ્યા બાદ આરોપી બિલ્ડર પુત્ર રીષભે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ પૂછપરછમાં એવું રટણ કર્યું હતું કે, વેપારીની દીકરીએ તેની અન્ય એક બહેનપણીને ફોન પર ગાળો આપી હતી. આ બાબતે સ્પષ્ટતા કરવા માટે તે રાત્રે યુવતીના ઘરે ગયો હતો. યુવતી ઘરે હાજર ન હોવાથી તેણે તેના પિતાને દીકરી સાથે વાત કરાવવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ પિતાએ ઇનકાર કરતા મામલો બીચક્યો હતો અને ત્યારબાદ તેણે અપહરણનું પગલું ભર્યું હતું. પોલીસે તેની આ વાર્તાના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. સાથીદારોનો ગુનાહિત ઇતિહાસ અને 41.40 લાખનો મુદ્દામાલ જપ્ત બિલ્ડર પુત્રની સાથે ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે. પકડાયેલો દેવ કેતન આહિર (રહે. અડાજણ) રીષભનો મિત્ર છે અને તે જ ગુનામાં વપરાયેલી પિસ્તોલ લઈને આવ્યો હતો. જ્યારે લક્ષ્મણ રાઠોડ (રહે. ઉમરાગામ) બિલ્ડરની ઓફિસમાં જ નોકરી કરે છે. દેવ અને લક્ષ્મણ સામે અગાઉ પણ મારામારી, એક્સિડન્ટ અને દારૂના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી બિલ્ડર મુકેશ નાહટાની માલિકીની 40 લાખ રૂપિયાની કાર, 1 પિસ્તોલ, 1 ચપ્પુ અને 1.40 લાખની કિંમતના 3 મોબાઈલ મળી કુલ 41.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હથિયાર ક્યાંથી લાવ્યા તેની ઊંડી તપાસ આદરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત એરપોર્ટ પર CISF જવાન દેવદૂત બન્યા:એપ્રન એરિયામાં અચાનક ઢળી પડેલા કર્મચારીને CPR આપી નવજીવન આપ્યું
    Next Article
    દહેગામમાં ઘી બનાવતી ફેક્ટરી પર જનતા રેડ:ગાંધી જયંતિના દિવસે કળદરાની જોગી જલિયાણ ડેરીમાં દરોડો, પામોલીન તેલ અને શંકાસ્પદ ઘી સહિત શંકાસ્પદ જથ્થો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment