Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવી મહિલાની મેસેજ:CISFના ASIની પત્નીના ગળામાંથી 48 ગ્રામની ચેન તોડી બાઇક ચાલકો ફરાર

    21 hours ago

    અમદાવાદ એરપોર્ટ ખાતે CISFમાં ASI તરીકે ફરજ બજાવતા વિજય કુમારના પત્ની સેલવીબેન સવારના સમયે તેમના દીકરા સાથે ચાંદખેડાના ઉત્સવ કોર્નર પાસેથી મોર્નિંગ વોક માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક ઉપર હેલ્મેટ પહેરીને બે શખસ આવ્યા હતા, જેમાંથી બાઈકની પાછળ બેઠેલા શખસે સેલવીબેનના ગળામાં રહેલા 48 ગ્રામનો સોનાનો દોરો ચોરી લીધો હતો. આ દરમિયાન સેલવીબેન અને પાછળ બેઠેલા વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થતા પાછળ બેઠેલા વ્યક્તિનું હેલ્મેટ નીકળી ગયું હતું. જોકે, લૂંટ કરીને બંને નાસી ગયા હતા. 1.70 લાખના દાગીના ખેંચી ફરાર થઈ જનાર બાઈક પર આવેલા બંને શખસ વિરુદ્ધ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવકનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવી મહિલાને મેસેજ આંબાવાડીમાં રહેતો 28 વર્ષનો યુવક તાલુકા પંચાયતમાં નોકરી કરે છે. આ યુવકને તેના પડોશમાં રહેતા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે, તું મારા ભાભીને ઈન્સ્ટાગ્રામ આઈડી પર ખરાબ મેસેજ કેમ કરે છે. યુવકે મેસેજ ન કર્યો હોવાથી યુવક ઘરે આવીને મળ્યો ત્યારે યુવકના નામનું આઈડી પરથી મહિલાને મેસેજ આવેલા હતા, જેમાં યુવકનો ફોટો પણ લાગેલો હતો. યુવકે તપાસ કરતા યુવકના નામનું કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેક આઈડી બનાવી મહિલાને મેસેજ કર્યા હતા. જે અંગે યુવકે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગેમ રમતી વખતે એપ્લિકેશન ડાઉનલોડ કરતા ખાતામાંથી પૈસા ગયબ સરસપુરમાં રહેતા અશ્વિન ચૌહાણે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે મોબાઈલ ફોનમાં ગેમ રમતો હતો. ત્યારે અલગ-અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જાહેરાત આવી હતી, જેથી અશ્વિને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ખોલતા જ અચાનક ફોન હેક થઈ ગયો હતો. જે ફોન ઘરમાં મૂકી દીધો અને રાતના સમયે અશ્વિન દૂધ લેવા ગયો હતો. દૂધ લીધા બાદ અશ્વિને ઓનલાઇન પેમેન્ટ કર્યું. જે પેમેન્ટ કર્યા બાદ ફોનમાં બેલેન્સ ચેક કરતા ખાતામાંથી 99 હજાર રૂપિયા ઓછા થયા હતા. જેથી અશ્વિને બેંકમાં જઈને તપાસ કરી તો અજાણ્યા વ્યક્તિએ તેના ખાતામાંથી 99000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હોવાની જાણ થઈ હતી. સાઈબર ફ્રોડની જાણ થતા અશ્વિને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકી જહાજ ત્રિપોલીથી 3500 સૈનિકો મિડલ ઈસ્ટ પહોંચ્યા:F-35B ફાઈટર જેટ પણ તૈનાત; ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ખાડી દેશો તરફ આગળ વધ્યું
    Next Article
    નવસારીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ:12 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિ બનાવનાર સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment