Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ:CID ક્રાઈમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 60 આરોપી ઝડપાયા

    8 hours ago

    મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ થયેલી કથિત ગેરરીતિઓના કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે ભુપેન્દ્ર પટેલ અને હિતેશ શાહ નામના કોન્ટ્રાક્ટરોને ઝડપી લીધા છે. હિતેશ શાહે પાંચ અને ભુપેન્દ્ર પટેલે એક ગામમાં કામગીરી કરી હતી તપાસમાં હિતેશ શાહ દ્વારા પાંચ ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ભુપેન્દ્ર પટેલે લીંબડિયા ગામમાં યોજના હેઠળ કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું છે. કૌભાંડમાં અત્યાર સુધીમાં 60 આરોપીઓની ધરપકડ નલ સે જલ યોજના હેઠળ થયેલી કામગીરીમાં કથિત ગેરરીતિઓના આક્ષેપોને લઈને CID ક્રાઈમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસનો વ્યાપ વધતા વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 60 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. CID ક્રાઈમ દ્વારા સમગ્ર કૌભાંડમાં થયેલી કથિત ગેરરીતિઓ અને સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતા અન્ય કોઈની સંડોવણી સામે આવે છે કે કેમ, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના ચંદ્રેશ પટેલને દિલ્હીમાં ઈન્ટરનેશનલ અટલ એવોર્ડ મળ્યો:સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ
    Next Article
    અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 12 વર્ષના બાળકનું મોત, પરિવારનું હૈયાફાટ રૂદન:ઘરેથી ટ્યૂશન ક્લાસમાં જતાં માથું ફસાયું, પરિવારજનો દ્વારા બિલ્ડરની બેદરકારીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment