Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના ચંદ્રેશ પટેલને દિલ્હીમાં ઈન્ટરનેશનલ અટલ એવોર્ડ મળ્યો:સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ

    8 hours ago

    સુરેન્દ્રનગરના સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હીમાં ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા છે. તેમને સમાજસેવા, શિક્ષણ અને માનવતાવાદી કાર્યોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ બહુમાન મળ્યું. ચંદ્રેશભાઈ ‘શ્રી શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ છે. તેઓ સરદારધામ, અમદાવાદ અને ઉમિયા માતાજી મંદિર, સિદ્ધસરના ટ્રસ્ટી પણ છે. તેઓ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI), ગુજરાતના સભ્ય તરીકે પણ સેવા આપે છે. તેઓ જરૂરિયાતમંદોને ભોજન, વડીલો માટે યાત્રાઓ અને રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમો કરે છે. કોરોના મહામારીમાં તેમણે દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલ બેડ, ભોજન, માસ્ક અને સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવ્યા. માનવસેવા ઉપરાંત, ચંદ્રેશભાઈ છેલ્લા સાત વર્ષથી અબોલ જીવો માટે દરરોજ દૂધ-પૌંઆની સેવા કરી રહ્યા છે. આ એવોર્ડ મળતા સુરેન્દ્રનગર, ઝાલાવાડ સહિત ગુજરાતમાં ગૌરવ છવાયું છે. વિવિધ સંસ્થાઓ અને આગેવાનો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ઈન્ડિયન અંડર-19 ક્રિકેટરોનો દબદબો:યુથ ટેસ્ટમાં કાંગારુઓને 48 રને હરાવ્યા; લક્ષ્યની બેવડી સદી, ઈશાન ઓમએ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી
    Next Article
    મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ:CID ક્રાઈમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 60 આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment