Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તબેલાની આડમાં ચાલતા ગેસ બોટલ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ:CID ક્રાઇમે 151 સિલિન્ડર, ડુપ્લિકેટ સીલ સ્ટીકર સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    13 hours ago

    ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટી ભોયણ ગામની સીમમાં માનવ જિંદગી જોખમમાં મૂકીને ચાલતા ગેરકાયદેસર રાંધણગેસ રીફિલિંગ કૌભાંડનો સી.આઈ.ડી. ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. ગાયોના તબેલાની પાછળ પતરાનો શેડ બનાવીને ચલાવવામાં આવતા ગોડાઉન પર દરોડો પાડીને ટીમે 151 ગેસ સિલિન્ડર અને ડુપ્લિકેટ સીલ સ્ટીકરો સહિત રૂ. 3.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણ લોકો રંગેહાથ ઝડપાયા વડસર-મોટી ભોયણ રોડ પર રામાપીર મંદિર પાસે આવેલી જગ્યામાં ગેરકાયદે ગેસ રીફિલિંગ થતું હોવાની ચોક્કસ બાતમી સી.આઈ.ડી. ક્રાઈમને મળી હતી. આ બાતમીના આધારે પાડેલા દરોડામાં મુખ્ય સૂત્રધાર નીલેશ સેધાભાઈ પરમાર (રહે. ગોતા, મૂળ ઊંઝા) તથા તેના બે મજૂરો ચેતન પરમાર અને ફૂલજી યાદવ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે કોઈપણ પાસ-પરમિટ કે ફાયર સેફ્ટી વગર ભાડે રાખેલા શેડમાં આ કાળો કારોબાર ચાલતો હતો. ડુપ્લિકેટ સીલ મારી કાળાબજારમાં વેચાણ આરોપીઓ મોટા કોમર્શિયલ અને ઘરેલુ બાટલાઓમાંથી ઇલેક્ટ્રિક મોટર અને પાઇપ દ્વારા નાના-મોટા ખાલી સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ ડિજિટલ કાંટા પર વજન કરીને તેના પર HP, ઈન્ડેન અને ભારત ગેસ કંપનીના બોગસ પ્લાસ્ટિક સીલ લગાવી ગ્રાહકોને કાળાબજારમાં રોકડેથી વેચતા હતા. ₹3.38 લાખનો મુદ્દામાલ જપ્ત અને ગુનો દાખલ પુરવઠા અધિકારી રાહુલ એસ. ભૂરીયાની હાજરીમાં કરાયેલા પંચનામા દરમિયાન વિવિધ કંપનીના ભરેલા તથા ખાલી મળી કુલ 151 સિલિન્ડર (કિંમત ₹2.98 લાખ), 3 ઇલેક્ટ્રિક મોટર, 3 વજન કાંટા, હીટિંગ ડ્રાય મશીન, ડુપ્લિકેટ સીલ અને સ્માર્ટફોન મળી કુલ ₹3,38,217 નો મુદ્દામાલ સીઝ કરાયો છે. ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી નીલેશ પરમાર સામે ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. વી.જે. ચાવડા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર કાંઠે દશામાંની વિદાય:1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 10 હજાર મૂર્તિઓનું વિસર્જન કર્યું
    Next Article
    45 વર્ષીય કરીના કપૂર ત્રીજીવાર પ્રેગ્નેન્ટ?:એક્ટ્રેસનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો મધપૂડો છંછેડાયો, ટીમે કર્યો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment