Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલતેજ CHCમાં વધુ એક સફળ સિઝરિયન ડિલિવરી:PMJAY હેઠળ માતાને મળી નિઃશુલ્ક સારવાર, અત્યાર સુધીમાં 450 નોર્મલ અને 110 સિઝરિયન ડિલિવરી સફળતાપૂર્વક કરાઈ

    15 hours ago

    શહેરના થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં વધુ એક સફળ સિઝરિયન ડિલિવરી કરવામાં આવી છે. થલતેજ વિસ્તારમાં રહેતા અનિતાબેન પ્રજાપતિની ગાયનેકોલોજિસ્ટ ડૉ. જોલી ડે દ્વારા સફળતાપૂર્વક સિઝરિયન સર્જરી કરવામાં આવી હતી. ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકી બંને સ્વસ્થ છે. અનિતાબેન પ્રજાપતિ તેમની બીજી ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત પ્રેગ્નન્સી ચેકઅપ માટે થલતેજ CHCમાં આવતા હતા. અગાઉની પ્રસૂતિ પણ સિઝરિયન હોવાથી તબીબી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે પણ સિઝરિયન ડિલિવરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરમાં કરવામાં આવેલી સર્જરી બાદ 3.43 કિલોગ્રામ વજનની સ્વસ્થ બાળકીનો જન્મ થયો હતો. PMJAY કાર્ડ હેઠળ સમગ્ર સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક મળી ખાસ વાત એ છે કે અનિતાબેનને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY કાર્ડ હેઠળ સમગ્ર સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક મળી હતી. ડિલિવરી બાદ સરકારી માર્ગદર્શિકા મુજબ તેમને પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તબીબી સ્ટાફ દ્વારા માતા અને નવજાત બાળકની નિયમિત તપાસ અને જરૂરી સારવાર કરવામાં આવી હતી. થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધીમાં આશરે 450 નોર્મલ ડિલિવરી અને 110 જેટલી સિઝરિયન ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. એટલે કે અત્યાર સુધીમાં આ કેન્દ્રમાં 560થી વધુ સફળ પ્રસૂતિ સેવાઓ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ આવાસ પાસે રાહુલ, પ્રિયંકા ધરણા પર બેઠા:કહ્યું- નીટ પેપર લીક પર વડાપ્રધાન રાજીનામું આપે, પોલીસે કોંગ્રેસી સાંસદોને અટકાયતમાં લીધા
    Next Article
    સાબરકાંઠામાં રૂ. 1.71 કરોડનો નાર્કોટિક્સ જથ્થો નાશ કરાયો:SOG દ્વારા પકડાયેલો 1311 કિલો માલ ભરુચમાં બાળી દેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment